યુવકે ઘરેજ દિમાગ લગાવી બનાવી દીધું પેટ્રોલ વગર ચાલતું બાઈક,જુઓ…

0
441

ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ બેરલ દીઠ ઘટી ગયા છે તે છતાં અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઊંચા છે. એને કારણે વાહનમાલિકો પરેશાન છે. અન્ય ઘણી ચીજવસ્તુઓના ભાવ પણ વધી ગયા હોવાથી આમજનતા પણ આર્થિક બોજો આવી પડતાં હેરાન છે ગોંડલના ઘોઘાવદર ગામના યુવાને પેટ્રોલના ભડકે બળતા ભાવથી જ નહીં, પરંતુ એનાથી ચાલતી બાઈકથી જ છુટકારો મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. એન્જિનિયર યુવાને જાતે જ ઇલેક્ટ્રિક બાઈકનું નિર્માણ કર્યું છે. 2 મહિનાની મહેનતના અંતે 40 હજાર ખર્ચીને બાઈક બનાવી છે.

નિષ્ણાતોના મતે પેટ્રોલ એ સરકારો માટે લિક્વીડ ગોલ્ડ જેવું છે. માટે જ એમણે ઈંધણને હજી જીએસટીના દાયરાથી બહાર રાખ્યું છે. પેટ્રોલ-ડિઝલમાં રોજેરોજનો ભાવવધારો એ સરકારો માટે એટીએમ મશીન જેવું છે આસમાને પહોંચેલા પેટ્રોલના ભાવથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. પેટ્રોલના વધતા ભાવથી બચવા લોકો ઈલેક્ટ્રિક બાઈક ખરીદવા તો ઈચ્છી રહ્યા છે, પરંતુ મોટી કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની કિંમત સામાન્ય માણસને પરવડે એમ નથી. ત્યારે ગોંડલના ઘોઘાવદર ગામમાં રહેતા એન્જિનિયર નટવર ડોબરિયા નામના યુવકે જાત મહેનતે ઈલેક્ટ્રિક બાઈક બનાવી છે.આ બાઈકની ડિઝાઈનથી લઈ મોટા ભાગના સ્પેરપાર્ટ્સ પણ આ યુવાને જાતે જ બનાવ્યાં છે. બાઈકની બનાવટ માટે કોઈ મોટા શહેરમાં જવાની પણ જરૂર નથી પડી. ઘરઆંગણે જ બાઈકનું નિર્માણ કર્યું છે. ઈલેક્ટ્રિક બાઈક માટે 60 દિવસની મહેનત અને 40 હજારનો ખર્ચ થયો છે. એકવાર ચાર્જ કર્યા બાદ બાઈક 50 કિલોમીટર ચાલી શકે છે અને 35 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલે છે. જોકે માટે માત્ર એક યુનિટ વીજળી વપરાઈ છે.

પેટ્રોલના ભાવ ભારતમાં કેમ ઊંચા છે.કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી નાખી છે અને રાજ્ય સરકારોએ ઉપરથી VAT લાગુ કર્યો છે જે જીએસટીના 28 ટકાના મહત્તમ સ્લેબ કરતાં ઘણો વધુ છે. સરકારની દલીલ છે કે જનકલ્યાણના કાર્યો તથા માળખાકીય વિકાસ માટે ભંડોળ મેળવવા ઊંચો વેરો નાખવો જરૂરી છે, પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ વધવાથી અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધતા હોવાથી સામાન્ય માનવીઓ પર આર્થિક બોજો પડે છે.બાઈક માટે અનેક લોકો કરે છે સંપર્ક.પેટ્રોલના વધતા ભાવ વચ્ચે આ બાઈક અંગે જાણ થતાં જ લોકો પૂછપરછ માટે આવી રહ્યા છે. અનેક લોકો ખરીદી માટે પણ સંપર્ક કરી રહ્યા છે, હાલ એક જ બાઈક બનાવ્યું હોવાથી વેચાણ કરવું શક્ય નથી. જોકે નટવર ડોબરિયા જણાવે છે કે ભવિષ્યમાં દરેકને પરવડે એવી કિંમતે બાઈક લોકો સુધી પહોંચાડીશ.

250 વોટની મોટર અને 48 વોલ્ટની બેટરી.બાઇક બનાવવા માટે 250 વોટની મોટર અને 48 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ બાઈકમાં લીડ- એસિડ બેટરીની જગ્યાએ લિથિયમ-આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી એમાં પાણીની જરૂર પણ રહેતી નથી. બેટરીને એકવાર ચાર્જ થવા માટે 3 કલાકનો સમય લાગે છે.50 કિ.મી. વિસ્તારમાં જવા આ બાઈકનો ઉપયોગ.નટવર ડોબરિયાનું કહેવું છે કે ઇલેક્ટ્રિક બાઈકની બેટરી એકવાર ચાર્જ કર્યા બાદ 50 કિલોમીટર સુધી ચાલી શકે છે, જેથી આસપાસના 50 કિલોમીટર વિસ્તારમાં જવા- આવવા પરિવારમાં તમામ લોકો આ બાઈકનો જ ઉપયોગ કરે છે, સાથે જ વાડી વિસ્તારમાં પણ આ બાઈક સારી રીતે ચાલી શકે છે.