સવાલ.હું 22 વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું, એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો, એ એન્જિનિયર છે, પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે. મારા માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. હું શું કરું?
જવાબ.દરેક માતા-પિતા પોતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે. ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે, તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારાં માતા-પિતાએ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય.
જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો, તો તમે તમારા વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો, નહીંતર તમારાં માતાપિતા જેની સાથે તમારા લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.
સવાલ.હું નાનો હતો ત્યારથી મને હસ્તનું મૈથુન કરવાની આદત પડી ગઈ છે. અત્યારે મારી ઉંમર 28 વર્ષ છે. આવતા વર્ષે મારાં લગ્ન પણ થવાનાં છે. મારી સમસ્યા એ છે કે મારી ડાબી ગોટી ક્યારેક દેખાય છે તો ક્યારેક સાવ ગાબય થઈ જાય છે.
એક વાર શિશનનું ઉત્થાન થયા પછી થોડા દિવસ સુધી પાછું ઉત્થાન નથી જ થતું અને મારું વીર્ય પણ પાતળું થઈ ગયું છે. આને કારણે હું પત્નીને પૂરતું સુખ આપી શકીશ કે નહીં, સંતાનનો પિતા બની શકીશ કે નહીં એની મને ચિંતા થયા કરે છે.
જવાબ.હસ્ત-મૈથુન એ મૈથુનનો એક પ્રકાર છે.એક વખત સ્ખલન થયા પછી થોડા દિવસ સુધી પાછું સ્ખલન ન થાય તો ચિંતા કરવાની જરૂર હોતી નથી.
કારણ કે ઉત્તેજનાનો આધાર તેમ જે વ્યક્તિનો વિચાર કરો છો તે તમારા માટે કેટલી ઉત્તેજનાપ્રેરક હોય છે, તમે કોઈ માનસિક તાણ અનુભવો છો કે નહીં, તમે શારીરિક રીતે થાકી ગયા છો કે નહીં વગેરે ઘણી વસ્તુ પર રહેલો હોય છે.
અડકોષમાં રહેલી બે ગોળીઓમાં ડાબી ગોળી નીચે નમેલી હોય છે અને જમણી ગોળી ઉપર એટલે કે શરીરની વધુ નજીક હોય છે. એ ઉપરાંત વાતાવરણમાંની ઠંડી-ગરમીની અસર થવાથી ગોટીની બહારની ચામડી થોડી ઉપર-નીચે પણ થાય એ સ્વભાવિક વાત છે.
એનાથી તમારે ગભરાવાની કોઈ જરૂર રહેતી નથી. જેમ-જેમ ઉંમર વધે એમ વીર્ય સફેદમાંથી પીળું બને છે, ઘટ્ટમાંથી પાતળું થઈ જાય છે અને એનું પ્રમાણ વધુમાંથી ઓછું થાય છે.
જોકે આવું થવાથી કામશક્તિ પર કોઈ વિપરીત અસર નથી પડતી. તમે બાળક પેદા કરી જ શકશો કે નહીં એનો સો ટકા જવાબ તમારા વીર્યનું પરીક્ષણ કર્યા પછી જ આપી શકાય, કારણ કે એ શુક્રાણુના જંતુ પર આધાર રાખતુ હોય છે.
સવાલ.મારી સ્કૂલમાં જ ભણતી એક છોકરી સાથે મને ખુબજ પ્રેમ થઈ ગયો છે. એ છોકરી જાણે છે કે હું એને પ્રેમ કરું છું પણ મારા પ્રેમના ઊંડાણને એ સમજી શકતી જ નથી.
એટલે હાલમાં એ કોઈ બીજા છોકરાના ચક્કરમાં પડી છે. તેને બીજા શહેરમાં લઈ જઈને એની સાથે લગ્ન કરી લઉં કે આમ દૂરથી એને જોયા કરું?
જવાબ.કિશોરાવસ્થામાં વિજાતીય પાત્ર માટે આકર્ષણ થાય છે એ સ્વાભાવિક વાત છે.પરંતુ એને પ્રેમ સમજાને ભૂલ ના કરશો, કારણકે એ ફક્ત આકર્ષણ જ હોય છે. તમારા આવેગ અને આવેશને શાંત થવા દો અને તમારી કારકિર્દીને જ તમારું લક્ષ્ય બનાવી લો.
થોડાં વર્ષો પછી તમને જ તમારા આ ગાંડપણ બદલ હસવું આવશે. આથી સંયમથી કામ લો અને કોઈ પણ આડુંઅવળું પગલું ના ભરશો. અત્યારે તમારે અભ્યાસ સિવાય તમારે બીજી કોઈ બાબતમાં રસ લેવા જેવો જ નથી.
સવાલ.બે મહિના પછી મારાં લગ્ન થવાનાં છે. સુહાગરાત અને જાતીય સંબંધો વિશે મને કશી જ માહિતી નથી અને મને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો. બીજી વાત એ છે કે, મારા ભાવિ પતિ મારાથી ચાર વર્ષ મોટા છે. ઉંમરનું અંતર અમારા આત્મીય સંબંધોમાં અવરોધરૂપ તો નહીં બની જાય ને?
જવાબ.આજની યુવા પેઢીમાં જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય જ છે. પરંતુ તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સારા લેખકનાં પુસ્તકો વાંચો.
સસ્તું અને સાવ ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. કારણ કે એવાં પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે વધું દોરતા હોય છે.
તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચેનું ઉંમરનું અંતર લગ્નજીવનમાં અવરોધરૂપ નહીં જ બને. તેથી ડર મનમાંથી કાઢી નાખો અને આમ ત્રણ-ચાર વર્ષની ઉંમરનો તફાવત તો સામાન્ય ગણાય છે.
સવાલ.હું બી.કોમ. ના પ્રથમ વર્ષમાં ભણતી યુવતી છું. મારી પાડોશમાં રહેતો છોકરો મને ખુબજ પ્રેમ કરે છે. એનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને એ નોકરીની શોધમાં છે.
મને પણ એ ગમે છે. અમારા બંનેનાં કુટુંબો વચ્ચે સારો મેળ છે. મારા માતાપિતા આધુનિક વિચારો ધરાવે છે પરંતુ અમે બંને અલગ અલગ જાતિના છીએ.
એટલે સમાજના ડરથી તેઓ અમારાં લગ્ન માટે સંમત નહીં થાય એવું મને લાગે છે. આ જ કારણસર, એ છોકરાએ સ્પષ્ટ રીતે પ્રેમની કબૂલાત કરી હોવા છતાં હું ચૂપ રહી હતી. શું હું ચૂપ રહી એ બરાબર જ હતું?.
જવાબ.જ્યાં સુધી તમારા પ્રેમીને કોઈ સારી નોકરી ના મળી જાય ત્યાં સુધી તમે એની સાથે સંબંધ વધારશો નહીં. ત્યાં સુધીમાં તમારો અભ્યાસ પણ પૂરો થઈ જશે. તેમજ તેની મક્કમતા પણ જણાઈ આવશે.
જો તમને એવું લાગતું હોય કે તમારા માટે એ છોકરો સુયોગ્ય છે તો તમારા કુટુંબના કોઈ સભ્યને તમારી ઈચ્છા જણાવો. જો તમારાં માતાપિતા રૂઢિચુસ્ત નહીં હોય તો એ બહુ વિશેષ નહીં કરે.
સવાલ.હું બી.એ.ના ત્રીજા વર્ષમાં ભણતો યુવક છું. મારાં લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે, પરંતુ મારાં સાસરિયાંઓ મારી પત્નીને મોકલતા જ નથી અને એટલું જ નહીં, મારી પત્ની મને મળવા, મારી સાથે વાત કરવા કે મારા ઘેર આવવા પણ ઉત્સુક લાગતી નથી.
દરમિયાનમાં હું એક અન્ય યુવતીને પ્રેમ કરવા લાગ્યો છું. એ મારી સાથે રહેવા પણ તૈયાર છે. પરંતુ સમાજ અને સાસરિયાંઓ અવરોધરૂપ બની ગયા છે, તેથી હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું.
મારી પત્ની મારી સાથે રહેવા તૈયાર નથી અને બીજું કોઈ મારી સાથે રહે એ મારી પત્ની અને સાસરિયાંઓને મંજૂર પણ નથી. તો શું આખી જિંદગી મારે એકલા જ રહેવું પડશે?
જવાબ.લગ્ન પછી પણ તમારી પત્ની તમારી સાથે રહેવા તૈયાર નથી એનું કારણ શું છે? એ તમને મળવાનું તો દૂર, વાત કરવાનું પણ પસંદ કરતી નથી. એની અને તમારા સાસરિયાંઓની નારાજગીનું કોઈ ખાસ કારણ તો હશે જ અને તમે એ બરાબર જાણતા પણ હશો.
વડીલોને સાથે રાખી સાસરિયાંઓ સાથે બેસી તમારી સમસ્યાનું સમાધાન કરો. જો તમારો વાંક હોય તો સ્વીકારી પણ લો. કોઈ બીજી યુવતીના લફરામાં પડવાના બદલે તમારી પત્ની સાથે જ સમાધાન કરી લો. નહીં તો તમારી સમસ્યા ઉકેલવાના બદલે ખુબજ વધી જશે.