વર્ષોથી જાતે હથોડાથી ટીપીને વિવિધ ઓજારો બનાવે છે આ મહિલા,જાણો સંઘર્ષ નું અનોખી કહાની…

0
33

આજે આપણે વાત કરીશું કે એક મહિલા વિશે જે લુહારી કામ કરીને કરે કમાણી તો આવો જાણીએ આ મહિલા વિશે.મિત્રો તમને જણાવી દઇએ કે ભારતમાં મહિલાઓ હવે દરેક પ્રવૃત્તિ, જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, સેવાના ક્ષેત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રો વગેરેમાં ભાગીદારી લઈ રહી છે. ત્યારે ભરૂચમાં વસતા લુહાર પરિવારની મહિલાઓ એક અનોખા અને અત્યંત શ્રમ માગી લેતા વ્યવસાય સાથે જોડાઈને પોતાના પરિવારના ગુજરાન માટે પુરુષ સમોવડી બની લોખંડનાં ઓજાર બનાવવાનો અનોખો વ્યવસાય કરી રહી છે અને હાલમાં વિશ્વમાં આધુનિકતા સાથે ચાલી રહેલા ઔદ્યોગિકી કરણથી ઘણા પરિશ્રમ અને મહેનતવાળા કામ એકદમ સરળતાથી થઇ જાય છે.

એમાં વાત કરીએ તો સ્ટીલ કંપનીઓ પણ લોખંડની ઉત્પાદક ચીજવસ્તુઓ બનાવવા માટે બધું ઓટોમેટિક મશીન પર ઉત્પાદન કરતી હોય છે, જ્યાં ઓછા પરિશ્રમે ઘણું ઉત્પાદન કરી શકાય છે, પરંતુ આ આધુનિક યુગમાં હજુ પણ ભરૂચના મકતમપુર પાસે મુખ્ય માર્ગને અડીને આવેલી એક નાનકડી ઝૂંપડીમાં લોખંડને ગરમ કરી હથોડા વડે ટીપી આકાર આપીને વેસ્ટ લોખંડમાંથી ગ્રાહકના આગ્રહ અને માગ અનુરૂપ ઓજાર બનાવી આપવાનું કામ દશરથભાઈ લુહાર કરી રહ્યા છે.આ લુહારીકામના વ્યવસાયમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે દશરથ લુહારના પરિવારની મહિલાઓ પણ પુરુષના સમતોલનમાં લુહારીકામ કરી રહી છે ભરૂચના મકતમપુર વિસ્તારમાં 40-50 વર્ષ પૂર્વે રાજસ્થાનથી હિજરત કરી લુહાર પરિવાર ભરૂચ ખાતે આવી સ્થાયી થયો છે. આ લુહાર પરિવારમાં ઘણા બધા સભ્યો એક છત નીચે એક ઘરમાં રહે છે. લુહાર પરિવારનો મુખ્ય વ્યવસાય લુહારીકામ છે. આ એક જ વ્યવસાય પર આ લોકો પોતાના જીવનનું ગુજરાન કરી રહ્યા છે.

લોખંડના ઓજારો ટેકતી આ મહિલાઓ ભરૂચના મક્કમપુરના એક ઝૂજ પરિવરમાથી આવે છે જેઓ પેઢીઓથી લોખંડના ઓજારો બનાવે છે લુહારી કામમાં હંમેશાથી પુરુષોનું પ્રભુત્વ રહ્યું છે જો કે આ મહિલાઓ વર્ષોથી તેમના કૌટુંબિક વ્યવસાયને જાળવીને બેઠા છે સમયની સાથે લોખંડના ઉત્પાદનોમાં માણસોની જગ્યા મશીનો મશીનોએ લઈ લીધી છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ એવા વિસ્તારો છે.જેમાં આ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલ છે નવાઈની વાત તો એ છે કે આ પરિવારમાં મહિલાઓ પણ ખૂબ સારી રીતે લુહારી કામ કરી જાણે છે પુરુષોની ઘેર હાજરીમાં મહીલાઓ જ લુહારી કામ કરે છે જેથી ઘરનું ગુજરાન ચલાવી શકાય છીણી ચપ્પુ કુહાડી ધારિયા જેવા સાધનોટિફિને ઓજારો બનાવવાનું કામ આ મહિલાઓ જાતે જ કરે છે તેમની અપેક્ષા છે કે જો સરકાર તરફથી તેમણે મદદ મળે તો તેઓ આ પરિવારિક વ્યવસાયને આગળ ધપાવી શકે.

આ પરિવાર મૂળ રાજસ્થાનનો હોવાને કારણે ઘરમાં રહેતા વડીલ પુરુષો સામાજિક અથવા પારિવારિક અથવા કંઈપણ કામ અર્થે માદરે વતન રાજસ્થાન જતા હોય છે, ત્યારે આ પરિવારની લુહારની દુકાનનું મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે. અને આ મહિલાઓ બાળપણ થી પોતાનાં માતા-પિતા સાથે દુકાને બેસતી હોવાને કારણે તેમને પણ આ લુહારીકામના વ્યવસાયનો પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે.આ લુહારીકામનો અનુભવ મહિલાઓને હાલમાં લગ્ન થયા પછી પણ પોતાના સાસરામાં કામ લાગી રહ્યો છે. એક જ વ્યવસાય અને ખાનાર વધુ સભ્યો હોવાને કારણે જ્યારે પણ ઘરના વડીલ પુરુષો કામ અર્થે અઠવાડિયા જેવું બહાર જાય છે ત્યારે આ મહિલાઓ લુહારીકામની કમાન સંભાળી લે છે. આવનારા ગ્રાહકો માટે લોખંડને ગરમ કરી વજનદાર હથોડા વડે ટીપી છીણીથી કાપી ગ્રાહકની માગણી મુજબ આકારનું લોખંડનું ઓજાર તૈયાર કરી આપે છે.

અને મોટે ભાગે તો લુહારીકામ પુરુષો માટેનું હોય છે, કારણ કે એમાં ઘણો પરિશ્રમ કરવો પડે છે અને મોટા હથોડાનો કામ માટે ઉપયોગ થાય છે તથા તપતપતી આગમાંથી ગરમ લોખંડ કાઢીને હથોડાથી ગરમ લોખંડને આકાર આપવો, જે મહિલાઓ માટે ઘણું મુશ્કેલ કામ હોય છે, પરંતુ આ મહિલાઓ આ જ હથોડા અને છીણી વડે ગરમ લોખંડથી દાઝવાના ભય વગર લુહારીકામ કરી પરિવારના પુરુષોને મદદરૂપ થાય છે.અને કોરોનાકાળમાં મંદીના માહોલ વચ્ચે આ લુહારીકામથી પોતાના મોટા પરિવારનું ગુજરાન ચલાવવું ઘણું કઠિન અને તકલીફભર્યું બન્યું છે. આ માટે દશરથભાઈ લુહારનો પરિવાર સરકાર પાસે લૉન માટે વચ્ચે આવતી અડચણો દૂર કરી આત્મનિર્ભર લોન માટેની મદદ માગી રહ્યો છે. આ લુહારીકામનો વ્યવસાય વેગવંતો અને ધબકતો થાય અને પરિવાર સરળતાથી જીવન જીવી શકે એવું આયોજન થાય એ માટે સરકાર પાસે લૉન માટે દયાની ભીખ માગી રહ્યો છે.

મિત્રો આ સિવાય આવો જાણીએ આવી જ એક બીજી મહિલા વિશે જે આજે યુવાનો નાની એવી નિષ્ફળતાથી નિરાશ થઈને ખોટા પગલા ઉપાડી લેતા હોય છે અથવા તો પ્રયાસ કરવાનું જ છોડી દેતા હોય છે પણ ચંડીગઢના આ દાદી પાસેથી તમને જીવનમાં ક્યારેય હાર નહીં માનવાનો એક મહત્ત્વનો પાઠ ભણવા મળશે.કારણ કે આ દાદીમાએ 92 વર્ષની ઉંમરે સફળ ધંધાની શરૂઆત કરીને આજે લાખોની કમાણી કરી રહ્યા છે.ના, આ દાદીમાને કોઈ જ આર્થિક તંગી નહોતી કે નહોતું તો જીવનમાં કોઈ દુઃખ આખું જીવન તેમણે સુખેથી પસાર કર્યું છે પણ પોતાનું એક સ્વપ્ન પુરું નહીં કરવાનો વસવસો તેમને આખી જિંદગી રહ્યો હતો અને તે હતુ તેમની પોતાની કમાણીનું સ્વપ્ન.આ જે કેટલાક લોકો પોતાના માતાપિતા કે પતિની કે પત્નીની કમાણી પર નિર્ભર રહીને ક્યારેય ક્ષોભ નથી અનુભવતા પણ આ 92 વર્ષના દાદીને આ સમ્માન ભોગવવું જ હતું.

તેમણે વાતવાતમાં પોતાની દીકરીને પોતાના આ સ્વપ્ન વિષે જણાવી દીધું બસ પછી તો દાદીની મીઠાઈ બનાવવાની કળાએ તેમને વિશ્વભરમાં ઓળખ અપાવી દીધી. આજે અમે પ્રેરણાના સાગરસમાન આ દાદીમાની વાત તમારી સમક્ષ લઈને આવ્યા છે જેને જાણીને તમારામાં પણ કંઈક કરવાનો જુસ્સો જાગી જશે અને આ દાદીનું નામ છે હરભજન કૌર, તેણીનો જન્મ પવિત્ર ભુમિ અમૃતસરની નજીક આવેલા તરન-તારનમાં થયો હતો. લગ્ન બાદ તેઓ લગભગ આખું જીવન અમૃતસર જ રહ્યા પણ થોડા વર્ષો પહેલાં પતિના મૃત્યુ બાદ તેણી પોતાની દીકરીને ત્યાં ચંડીગઢ રહેવા લાગ્યા હતાતેમણે પોતાની દીકરીને પોતાના રૂપિયા કમાવાની ઇચ્છા દર્શાવી હતી અને પોતાના બિઝનેસ પ્લાન વિષે પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેણી બર્ફી બનાવીને વેચવા માગે છે. તેમને ચણાના લોટની બરફી બનાવવામાં મહારત હતી. તો બીજી બાજુ દીકરી રવીનાને પણ પોતાની માતાની રસોઈ ખૂબ પસંદ હતી તેણીએ જણાવ્યું કે નાનપણથી તેણી પોતાની માતાએ રાંધેલી વાનગીઓ ખાધી છે. તેણી હંમેશથી એક ઉમદા કૂક રહી છે.

પણ તેમને ક્યારેય પોતાના આ હૂનરને દર્શાવવાનો મોકો નથી મળ્યો. તેમની રસોઈને લોકો ખૂબ વખાણે છે પણ ક્યારેય તેમની આ આવડત માટે તેમને કોઈ ઓળખ નથી મળી રવીના ના પોતાની માતાના વ્યવસાય વિષે જણાવે છે કે શરૂઆતમાં તેમણે અને તેમની માતાએ શહેરના લોકલ માર્કેટમાં જ દુકાન ખોલીને બર્ફી વેચવાની શરૂ કરી દીધી, તેમની પ્રથમ કમાણી તરીકે તેમને 2000 રૂપિયા મળ્યા.જે એક ગૃહિણી માટે ખૂબજ આનંદની વાત હતી, તેઓ આ પહેલાં તો ભાગ્યે જ પોતાના સગાઓ વગર ઘરની બહાર નીકળ્યા હતા અને આજે આટલી વયે તેમણે પોતાની પ્રથમ કમાણી મેળવી હતી. ચંડીગઢના આ દાદી આજે ફેમસ થઈ ગયા છે. માત્ર ચાર જ વર્ષમાં તેમણે એક સફળ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છેબસ ત્યાર બાદ તો દાદીમાનો બરફીનો બિઝનેસ ધમધમાટ ચાલવા લાગ્યો. ચંડીગઢમાં લાગતા વિકલી ઓર્ગેનિક માર્કેટમાં હરભજન દાદીના હાથની બનેલી બરફી ફટાફટ વેચાઈ જાય છે, તેમની આ મીઠાઈ લોકોને ખૂબ પસંદ છે.

હરભજન પોતાના કામને લઈને ઘણા પ્રામાણીક છે, તેઓ રોજનું હજારો રૂપિયાનું વેચાણ કરે છે. તેમનો આ બિઝનેસ પ્લાન સફળ રહ્યો હવે તેમને ક્યારેય પોતે રૂપિયા નહીં કમાયાનો અફસોસ નહીં રહેહરભજન પોતાના ધંધાના અનુભવ વિષે જણાવે છે કે મને પ્રથમ ઓર્ડર નજીકના ઓર્ગેનિક બજારમાંથી મળ્યો હતો. તે ઓર્ડર પાંચ કિલો બર્ફીનો હતો તેનાથી મને 2000 રૂપિયા મળ્યા હતા અને તે કમાણીને હાથમાં લેવાનું જે સુખ છે તેને હું શબ્દોમાં તો નહીં જ વ્યક્ત કરી શકું. જાતની કમાણીનો આનંદ કંઈક ઓર જ હોય છે.તેમણે માત્ર બહારના લોકો માટે જ નહીં પણ પોતાની દીકરીની દીકરી માટે પણ પોતાના હાથે 200 કીલો બરફી બનાવી હતી. તેમની નાતીને પોતાના લગ્નના ઇન્વીટેશનની સાથે પોતાની દાદીના હાથની બનાવેલી બેસનની બરફીના નાના-નાના પેકેટ પણ શુભેચ્છારૂપે મોકલ્યા હતા રવીના પોતાની માતાના બિઝનેસના વિકાસ બાબતે જણાવે છે કે બ્રાન્ડના ગ્રોથ કરતાં વિશેષ તેમની માતાનો વિશ્વાસ વધારે મહત્ત્વનો છે અને તે જ આ બ્રાન્ડને આગળ વધારી રહ્યો છે.

એક સમય એવો હતો જ્યારે દાદી ઘરની બહાર નીકળીને સામાન્ય ગૃપમાં બેસીને વાત કરતાં પણ શરમાતા હતા આજે તેઓ મિડિયાને ઇન્ટર્વ્યૂ આપી રહ્યા છે અને પોતાના ગ્રાહકોના ઓર્ડર પણ જાતે જ લઈ રહ્યા છે ગયા ચાર વર્ષથી તેમણે કુલ 500 કિલો બરફીનું ઉત્પાદન કર્યું છે. તમને જણાવી દઈએ કે એક કીલો બરફીની કીંમત 850 રૂપિયા છે. હાલ દાદીના આ બિઝનેસમાં સમગ્ર પરિવાર લાગી પડ્યો છે. અને હજુ પણ તેઓ પોતાના સ્ટાફને વધારવા વિચારી રહ્યા છે.હરભજન દાદી આજે બેસનની બરફીની સાથે સાથે અલગ અલગ પ્રકારની ચટનીઓ, અથાણાઓ વિગેરે પણ બનાવે છે. તેણી પોતાની બનેલી પ્રોડેક્ટ દર દસ દિવસે ઓર્ગેનિક માર્કેટમાં મોકલે છે. જો કે આ સમગ્ર ધંધામાં તેમની દીકરી રવીના હંમેશા તેમની સાથે રહે છે, માત્ર એટલુ જ નહીં પણ તેમની દીકરીની દીકરી પણ તેમના પ્રોડક્ટના બ્રાન્ડિંગ તેમજ પેકેજિંગમાં તેમની મદદ કરે છે.