ટ્રાફિક જામ ના મામલામાં આ છે દુનિયાના 10 શહેરો, કલાકો સુધી રસ્તા પર રહે છે ગાડીઓની લાંબી લાઈનો…

0
128

ટ્રાંફિક જામના મામલામાં આ છે દુનિયાના ટોપ 10 દેશો,જ્યાં કલાકો સુધી રસ્તાઓ જામ હોય છે..સતત વધતી જતી આબાદીને ટ્રાંફિક સમસ્યાને પણ વધારી છે.એવામાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે લોકોને ઘણો ટ્રાંફિકનો સામનો કરવો પડે છે.તેથી તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર પણ અસર પડે છે.આપણા શહેરો પણ આનાથી અલગ નથી.લોકેશન ટેકનોલોજી સ્પેશાલિસ્ટ કંપની ટોમ ટોમ એ આને લઈને એક સર્વે કર્યો.2018માં થયેલા સર્વે મુજબ તેનું નામ ટ્રાંફિક ઇન્ડેક્સ છે.આવો જાણીએ આના અનુસાર દુનિયાના સૌથી ભીડ ભાડવાળી જગ્યાઓ વિશે…

10. રિસાઇફઆ બ્રાઝિલનું એક શહેર છે, જેની આબાદી લગભગ 15 લાખ છે. અહીં, સવારના 7 થી 8 અને સાંજના 5 થી 6 દરમિયાન રસ્તાઓ પર વાહનોની ભીડ જોવા મળે છે.9. મેક્સિકો સિટીસર્વેના મુજબ, અહીં ભીડનું પ્રમાણ 52 ટકા છે. આ લિસ્ટમાં તે 9 મા નંબરે છે. અહીં આ પરિસ્થિતિ 2017 થી ચાલુ છે.8. બેંગકોકપોતાના ભવ્ય મંદિરો અને નાઇટલાઇફ માટે જાણીતા, આ બેંગકોક આ લિસ્ટમાં 8 મા નંબરે છે. અહીં ભીડનું પ્રમાણ 53 ટકા છે.

7. જકાર્તાઈન્ડોનેશિયાનું આ શહેર 7 મા સ્થાને છે. અહીં સાંજે 5 થી 7 વાગ્યા સુધી ટ્રાફીકથી નડ્યા પછી લોકોને તેમના ઘરે પર પહોંચવું પડે છે.6. ઇસ્ટેનબુલઆ એક એવું શહેર છે જે યુરોપ અને એશિયા બન્ને ખંડોમાં આવેલો છે.આ ભીડ ભાડવાળી જગ્યામાં તે છઠ્ઠા નંબરે છે. અહીં અડધા કલાકની પીક અવર્સમાં 1 કલાકથી વધુ હોઈ શકે છે.

5. મોસ્કોપાછલા વર્ષની તુલનામાં ભીડના સ્તરે એક ટકા ઘટાડો થયો છે. તે પછી પણ તે આ લિસ્ટમાં 5 મા નંબરે પોતાને આવતા રોકી શક્યો નહીં..4. નવી દિલ્હીઆપણા દેશની રાજધાની દિલ્હી, દુનિયાના ટોચના 5 ભીડ ભાડવાળા શહેરોમાંનું એક છે. આ લિસ્ટમાં તે ચોથા નંબરે છે. અહીંયા ગયા વર્ષે ભીડનું પ્રમાણ 53 ટકા હતું..3. લિમાપેરુની રાજધાની લિમા ત્રીજા નંબરે છે. અહીં ભીડનું પ્રમાણ એક કલાકમાં 83 ટકા સુધી પહોંચે છે…

2. બોગોટાબીજા નંબર પર કોલમ્બિયાના બગોટા શહેર છે. અહીં ભીડનું પ્રમાણ 65 ટકા છે. તેનું કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપથી વધતી કારની સંખ્યાને લીધે છે.1. મુંબઈદેશની આર્થિક રાજધાની આ લિસ્ટમાં પ્રથમ નંબરે છે. વધારે વસ્તી, કારો અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું તે ટ્રાફિક સમસ્યામાં વધારે છે.