તારક મહેતાં કા ઉલ્ટા ચશ્માં માં જોવાં મળશે આ સુપર હોટ કલાકાર, જાણો કોણ છે આ બોલ્ડ લેડી…..

0
528

તારક મહેતાની ‘ડો. મોનિકા ‘પાછી ફરી, નિર્માતા અસિત મોદીએ ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે,તારક મહેતા કા ઉલટા ચશ્મા. એસએબી ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલટા ચશ્મા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શો ઘણા કલાકારોને ઘણી પ્રખ્યાત પણ લાવ્યો. ઘણા કલાકારો પણ આ શોમાં તેમના પાત્રના નામથી પ્રખ્યાત થયા છે. આવા જ એક પાત્ર છે ડોક્ટર મોનિકા. અભિનેત્રી નવીનાએ કહ્યું કે તે ડો મોનિકાની ભૂમિકા નિભાવી રહી છે.

નવીના બોલે ઘણા વર્ષોથી તારક મહેતા કા ઉલટા ચશ્મા સાથે સંકળાયેલી છે.તે થોડા સમય માટે ટેલિવિઝનથી દૂર હતી. કારણ તેની ગર્ભાવસ્થા હતી. ગયા વર્ષે તેણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો.માતા બન્યાના લગભગ એક વર્ષ પછી, તે ફરીથી ટીવી પર આવી છે. તારક મહેતાની ઉલટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ તેમને ફરીથી ડો. મોનિકાની ભૂમિકા નિભાવવાની તક આપી છે.

નવીના બોલે કહે છે કે તારક મહેતા ખૂબ જ સફળ અને ક્લીન કોમેડી શો છે. ફરીથી શોમાં ભાગ લેવો તેના માટે આનંદની વાત છે.તમને જણાવી દઈએ કે નવીના એ ટીવી ઉદ્યોગનું એક મોટું નામ છે. તેણે ડઝનેક લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે.પ્રખ્યાત ટીવી સીરિયલ ઇશ્કબાઝમાં ટિયાના પાત્રની ભૂમિકા ભજવતા તેણે લોકોમાં એક ખાસ ઓળખ બનાવી છે.તારક મહેતા.શોમાં નવીના બોલેનો એક કીમિયો છે. તે સાયકાયટ્રિસ્ટના રોલમાં છે જે જેઠાલાલની ઉંઘ આવવાના ડિસઓર્ડરની સારવાર કરશે. જો કે નવીના બોલે માત્ર 2-3 એપિસોડમાં જ જોવા મળશે. થોડા દિવસ પહેલા જ તેઓએ આ માટે શૂટિંગ કરી હતી.

આ અંગે પૂછવા પર નવીનાએ જણાવ્યું કે હા મેં શો કર્યો હતો. હું પહેલા પણ આ શોમાં કામ કરી ચૂકી છું. પરંતુ જ્યારે પણ હું આ શોમાં કામ કરું છું તો ડોક્ટર જ બનું છું. ગત વખતે ઇટનેસ કોચ બની હતી અને આ વખતે હું સાયકાયસ્ટ્રિસ્ટ બની છું. તારક મહેતાની સાથે જોડાઇને હંમેશા સારું લાગે છે. આ એક સારો, સાફ-સુથરો અને એન્ટરટેનિંગ શો છે. ઘણો પોપ્યુલર પણ છે અને આ માટે વાપસી કરવા માટે આ શો એકદમ પરફેક્ટ હતો.

નવીના માટે કોરોના મહામારી વચ્ચે શૂટ કરવાને લઇને ઘણી અસમંજસ હતી કારણ કે તેના ઘરમાં એક બાળક પણ છે. તેણીએ કહ્યું કે પહેલા હું શૂટ કરવાને લઇને મુંજવણમાં હતી કારણ કે ઘરે નાનું બેબી છે. પરંતુ મેં સાંભળ્યું હતું કે તારક મહેતાની ટીમ સેટ પર ઘણી સાવધાની અને સુરક્ષા રાખી રહી છે.સ્ટાર પ્લસની સિરિયલ ‘ઈશ્કબાઝ’ દ્વારા ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર અને હાલમાં સબ ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડૉક્ટર સારાની ભૂમિકા ભજવતી અભિનેત્રી નવીના બોલે ના પિતાનું તાજેતરમાં અવસાન થયું છે. પિતાના અવસાન બાદ અભિનેત્રી ભાવુક થઈ છે અને તેણે સોશ્યલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી છે.

નવીના બોલેએ સોશ્યલ મીડિયા પર પિતાની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘મારા મનમાં અત્યારે જે લાગણીઓ ચાલી રહી છે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. બસ પ્રાર્થના કરું છું કે તમે જ્યાં પણ છો ત્યાં ખુશ રહો અને અહીંથી વધુ ત્યાં શાંતિ હોય. જ્યાં કોઈ ડર, કોઈ દર્દ તમને સ્પર્શી શકે નહીં. મને ખ્યાલ છે કે તમે ઉપરથી અમને જોઈને હસતા હશો. મને દુઃખ એ વાતનું છે કે, હું તમારી સાથે વધુ સમય પસાર કરી શકી નહીં. તમારા પ્રેમને અટેન્શન આપી શકી નહીં. તમને આની હંમેશાં જરૂર હતી પરંતુ તમને ખ્યાલ છે કે તમે ક્યાંય પણ હોવ હું હંમેશાં તમને યાદ કરીશ. કિમ્મી પણ પોતાના નાનુને ક્યારેય ભુલશે નહીં. હું તમને બહુ જ પ્રેમ કરું છું પાપા. અનંતકાળ સુધી અને તેનાથી પણ આગળ.

સીરિયલ ‘ઈશ્કબાઝ’ ફેમ નવીના બોલેએ ગયા વર્ષે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારથી જે બ્રેક પર હતી. જો કે, હવે તે ટીવીના મોસ્ટ પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી રૂપેરી પડદે પાછી ફરી છે. આ સીરિયલમાં તે કેમિયો કરતી જોવા મળશે. જેના બે એપિસોડમાંથી એકનું પ્રસારણ થઈ ગયું છે અને એક એપિસોડનું પ્રસારણ આજે થશે.શોમાં નવીના સાઇકાયટ્રિસ્ટનો રોલ પ્લે કરી રહી છે, જે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીને સ્લીપિંગ ડિસઓર્ડરમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.

જ્યારે આ અંગે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘હા મેં શો કર્યો છે. જે એક નાનકડો કેમિયો રોલ છે. આ પહેલા પણ મેં શોમાં કામ કર્યું છે. હકીકતમાં તો હું જ્યારે શો કરું છું ત્યારે ડોક્ટર બનું છું. આ પહેલા હું ફિટનેસ કોચ બની હતી અને આ વખતે સાઇકાયટ્રિસ્ટ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં કામ કરવું તે એક લ્હાવો છે. તે એક સારો, ક્લીન અને મનોરંજન પીરસનારો શો છે. ટીવી પર પાછા ફરવા માટે આ બેસ્ટ ચોઈસ હતી’.

એક્ટ્રેસે 10 દિવસ પહેલા શો માટે શૂટિંગ કર્યું હતું. જેના વિશે વાત કરતાં તેણે કહ્યું કે, ‘મારા ઘરે નાનું બાળક હોવાથી શરુઆતમાં મને આશંકા હતી. પરંતુ બાદમાં મેં સાંભળ્યું કે, તારક મહેતાની ટીમ સુરક્ષાના તમામ પગલા લઈ રહી છે. આ સિવાય મેકઅપ ટીમે જ્યારે પણ મારો મેકઅપ કર્યો ત્યારે PPE કિટ પહેરી હતી. બધું જ સરસ રીતે થયું અને મેં 10 દિવસ પહેલા શૂટિંગ કર્યું. હું એકદમ ઠીક છું’.

નવીના ફુલ ટાઈમ ટીવી શો કરવા માટે તૈયાર છે અને નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે. ‘મારો પતિ મને ખરેખર ખૂબ સહયોગ આપે છે. લોકડાઉન દરમિયાન પણ તે મને ઘરના કામમાં મદદ કરતો હતો. મેં એક નેની પણ રાખી છે જે મારી દીકરીના જન્મ બાદ અમારી સાથે રહે છે. અમારા માતા-પિતા પણ આસપાસ રહે છે જેઓ મારી સપોર્ટ સિસ્ટમ છે. જેથી બધું મેનેજ થઈ જાય છે. મારી દીકરી પણ ફ્રેન્ડલી છે. હું હંમેશા તેની આસપાસ રહું તેવી જરૂર તેને પડતી નથી. મારું માનવું છે કે જો તમારી પાસે સપોર્ટ સિસ્ટમ છે તો તમે જીવનમાં ગમે તે કરી શકો છો’.નવીનાએ તેની દીકરીનું નામ કિમાયરા રાખ્યું છે અને તેણે કરણ જીત સાથે લગ્ન કર્યા છે.બિગ બી પર લાગ્યો હોસ્પિટલનો પ્રચાર કરવાનો આરોપ, એક્ટરનો જવાબ દિલ જીતી લેશે.

તમને જણાવી દઈએ કે, નવીના બોલેએ હાલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મનોચિકિત્સકની ભૂમિકા ભજવી હતી. નવીનાએ ડૉ.સારાનો રોલ પ્લે કરીને જેઠાલાલ (દિલીપ જોષી)ની સારવાર કરી હતી. સિરિયલના ટ્રેક પ્રમાણે, જેઠાલાલને રાતમાં વિચિત્ર સપનાઓ આવે છે અને તેને કારણે તે હેરાન-પરેશાન છે. ડૉ.સારા બબીતા (મુન મુન દત્તા)ની ફ્રેન્ડ હોય છે અને બબીતાએ જ જેઠાલાલને ડૉ.સારા પાસે સારવાર કરાવવાનું કહ્યું હતું. આ ઉપરાંત નવીનાએ ‘ઈશ્કબાઝ’, ‘CID’, ‘મિલે જબ હમ તુમ’, ‘લવ યુ જિંદગી’, ‘રામ મિલાઈ જોડી’, ‘યહાં મૈં ઘર ઘર ખેલી, ‘ક્યા હુઆ તેરા વાદા’, ‘પિયા કા ઘર પ્યારા લગે’, ‘કુમકુમ ભાગ્ય’, ‘સાવધાન ઈન્ડિયા’, ‘બડી દૂર સે આયે હૈં’ જેવી સિરિયલોમાં અભિનય કર્યો છે.

નવીના બોલેએ 2017માં 22 જાન્યુઆરીએ એક્ટર-પ્રોડ્યૂસર કરણજીત સાથે સગાઈ કરી હતી. પછી માર્ચ 2017માં તેમણે લગ્ન કર્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં નવીનાએ દીકરીને જન્મ આપ્યો હતો.ટેલિવિઝન પર બહુ ઓછા એવા શો જોવા મળે છે જેમાં શો લોકપ્રિય પણ થાય છે અને તેની ચર્ચા પણ થતી હોય છે. એવો જ શો ઈશ્કબાજ લોકપ્રિય અભિનેત્રી નવીના હાલ પ્રેગ્નન્ટ છે. નવા વર્ષની પાર્ટીના આયોજન દરમિયાન તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો.

મારા મેકઅપ દરમિયાન પણ મેકઅપ ટીમ પીપીઇ કિટ પહેરતા હતા. બધુ સારી રીતે થઇ ગયું. મેં 10 દિવસ સુધી શૂટ કર્યું અને એકદમ સાજી છું. નવીના બોલેએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.ત્યારબાદ તે જગજીત સિંહ, ગુલામ અલી, આબિદા પરવીનના મ્યૂઝિક વીડિયોઝ સિવાય અનેક પ્રોજેક્ટ્સમાં દેખાઇ ચૂકી છે. ઇશ્કબાઝ સિવાય નવીના બોલેએ મિલે જબ હમ તુમ, યહાં મેં ઘર ઘર અકેલી અને સજન રે જૂઠ મત બોલો જેવા અનેક ટીવી શોઝ કર્યા છે.