તહેવારો દરમિયાન નકલી બેસનની ખરીદીથી બચો, આ સરળ ટ્રિક વડે જાણો બેસન અસલી છે કે નકલી..

0
46

મોટાભાગના લોકો ચણાના લોટની વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. તે ચણાની લોટની મીઠાઇ હોય કે નમકીન. ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત, ચણાનો લોટ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે ચણાનો લોટ ખાઈ રહ્યા છો તે પણ ભેળસેળ યુક્ત હોય છે? જી હા, આજકાલ બજારમાં વેચાતી દરેક વસ્તુઓમાં ભેળસેળ હોય છે, જેમાં અસલી અથવા નકલી બેસન શામેલ છે. તમામ પ્રકારની બ્રાન્ડનો ચણાનો લોટ બજારમાં ઉપલબ્ધ છે.

દરેક વ્યક્તિ શુદ્ધતાની બાંયધરી આપે છે, પરંતુ ગ્રાહકને ખબર નથી હોતી કે તે જે બેસન ખરીદી રહ્યા છે તે શુદ્ધ છે કે ભેળસેળયુક્ત.તહેવારો દરમિયાન બેસનની ભારે માગ રહે છે અને અનેક પ્રકારના પકવાન બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, બજારમાં વેચાતા બેસનમાં પણ મોટા પાયે ભેળસેળ કરવામાં આવે છે. FSSAI (ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ભેળસેળવાળા બેસનને ઓળખવા માટેની એક તરકીબ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. FSSAIના મતે ભેળસેળ કરનારાઓ વધારે નફો કમાવવા માટે બેસનમાં ખેસારી દાળમાંથી બનેલા લોટની ભેળસેળ કરે છે જેથી બેસન પહેલા જેટલું શુદ્ધ નથી રહેતું અને શરીરને જરૂરી ન્યૂટ્રિએન્ટ્સ પણ નથી મળતા.

જોકે એક સરળ ટ્રિક દ્વારા આ છેતરપિંડીથી બચી શકાય છે. આ માટે સૌથી પહેલા એક ટેસ્ટ ટ્યુબમાં એક ગ્રામ બેસન લો. ત્યાર બાદ તેમાં 3 મિલીલીટર પાણી નાખો. હવે તૈયાર સોલ્યુશનમાં 2 એમએલ કોન્સનટ્રેટેડ એચસીએલ ઉમેરો. ત્યાર બાદ ટેસ્ટ ટ્યુબને સરખી રીતે હલાવો અને સોલ્યુશનને સરખી રીતે ભળી જવા દો. ટેસ્ટ ટ્યુબમાં રહેલું બેસન જો શુદ્ધ હશે તો સોલ્યુશન પોતાનો રંગ નહીં બદલે. જો સોલ્યુશનની સરફેસ પર ગુલાબી રંગ જોવા મળે તો સમજી લો કે બેસનમાં ભેળસેળ થયેલી છે. હકીકતે આવું મેટાનિલ યેલો રંગ પર એચસીએલના રિએક્શનના કારણે થાય છે. બંને કોમ્બિનેશનના કારણે સોલ્યુશનની સપાટી પર ગુલાબી રંગ જોવા મળે છે.

સૌ પ્રથમ આપણે જોઈએ કે કેવી રીતે ચણાના લોટમાં ભેળસેળ કરવામાં આવે છે. અસલી બેસન માટે ચણાની દાળનો ઉપયોગ થાય છે.પરંતુ નકલી બેસન બનાવવા માટે 25 ટકા ચણાની દાળ, 75 ટકા સોજી, ચોખાનો પાવડર, મકાઈનો લોટ અને કૃત્રિમ રંગનું મિશ્રણ કરે છે.મીડિયા અહેવાલો અનુસાર, ઘઉંના લોટમાં કૃત્રિમ રંગો ભેળવીને ચણાનો લોટ તૈયાર કરવામાં આવે છે.તમે હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી નકલી અને વાસ્તવિક લોટ ઓળખી શકો છો. આ માટે એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ લો અને તેમાં બે ચમચી પાણી ભેળવીને પેસ્ટ બનાવો.હવે તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ નાખો અને તેને પાંચ મિનિટ માટે મૂકો.થોડા સમય પછી, જો ચણાના લોટમાં લાલ રંગ દેખાય છે, તો તે સમજી લેવું જોઈએ કે ચણાના લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.

ચણાનો લોટમાં ભેળસેળ છે કે નહીં તે તપાસવા માટે તમે બે ચમચી લોટ લો.હવે તેમાં બે ચમચી લીંબુનો રસ નાખો..તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ પણ નાખો.થોડા સમય પછી જો ચણાનો લોટ લાલ કે ભૂરા રંગનો દેખાય છે તો તેનો અર્થ એ છે કે ચણાનો લોટ નકલી છે.ભેળસેળ અને નકલી ચણાના લોટનું પરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારું આરોગ્ય બગાડવાનું પણ કામ કરી શકે છે. નકલી ચણાનો લોટ ખાવાથી સાંધાનો દુખાવો, અપંગતા અને પેટના રોગો સહિત ઘણી ગંભીર રોગો પણ થઈ શકે છે.