સાયબર ઠગ હવે સોશિયલ મીડિયા પર ઓનલાઈન હની ટ્રેપ બનાવી રહ્યા છે ફેસબુક ટ્વીટર ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવા ઠગના મનપસંદ સ્થળો છે સાયબર ગુનેગારો પહેલા લોકોને પોતાની જાળમાં ફસાવે છે પછી તેમને બ્લેકમેલ કરે છે.
અને લાખોની છેતરપિંડીની ઘટનાને અંજામ આપે છે બદનામીના ડરથી લોકો પોલીસને પણ પોતાની વાત કહી શકતા નથી પહેલા ઠગ સોશિયલ મીડિયા પર છોકરીના નામે પ્રોફાઇલ બનાવે છે મિત્રોની સૂચિમાં કેટલાક લોકોને ઉમેરો થોડા દિવસો સુધી શાંત રહ્યા પછી ઠગ જે વ્યક્તિને તેઓ ટાર્ગેટ કરવા જઈ રહ્યા છે.
તેના વિશે ઓનલાઈન માહિતી મેળવે છે તેની સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખો બદલાતા સમયની સાથે હવે ફેસબુક ઈન્સ્ટાગ્રામ વોટ્સએપ સહિતના સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સતત વધી રહ્યો છે નાના-મોટા સૌ કોઈ હવે આ સોશ્યિલ પ્લેટફોર્મ પર જોવા મળે છે.
તેવામાં ફેસબુકમાં અજાણી મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ જોઈને ઘણાં લોકોને ગલગલિયા થવા માંડે છે રૂપસુંદરી જેવો ફોટો જોઈને યુવાનોથી માંડીને મોટી વયના લોકો પણ તેની સાથે મિત્રતા કરે છે અને પછી સમાજમાં બદનામી વહોરવાનો વારો આવે છે.
બદનામીથી બચવા આવા લોકોએ આ ગોરખધંધો કરતા લોકોને તગડી રકમ ચુકવવી પડે છે ત્યારે આ આર્ટિકલ તમારી આંખો ખોલી દેશે ખુબસુરત ચહેરાઓ અને મધુર અવાજની માયાજાળમાં ફસાઈને લોકોને કેવી રીતે પોતાનું ઘર-બાર વેચવાનો વારો આવે છે.
અને માત્ર એક કોલથી કઈ રીતે તમારી આખી દુનિયા લૂંટાઈ શકે છે હાલમાં જ અમદાવાદમાં સામે આવ્યો આવો જ એક કિસ્સો જેમાં મોબાઈલ પર ગલગલિયા કરવા જતાં વેપારી પાસેથી ખંખેરી લેવામાં આવ્યાં કરોડો રૂપિયા મળતી માહિતી મુજબ અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા.
આધેડ જરા શોખીન હતા જોકે તેમને આ શોખ ભારે પડ્યો મોબાઈલ પર યુવતીએ તેમને વરચ્યુઅલ સે**ની ઓફર કરી શોખીન કાકા મોબાઈલ પર ઉઘાડી સ્વરૂપવાન યુવતીને જોઈને પાણીપાણી થઈ ગયા યુવતી પણ આ આધેડને ખુશ કરતી રહી.
અને એક એક કપડાં ઉતારીને શરીરના ઉતારચઢાવ બતાવતી રહી થોડીવાર સુધી આ વરચ્યુઅલ સે**નો ખેલ ચાલ્યો પછી અચાનક કોલ કટ થઈ ગયો ઘડીકવારમાં ફરી એજ નંબરથી ફોન આવ્યો અને વોટ્સએપ પર વેપારીનો યુવતી સાથેનો બિભત્સ વીડિયો પણ મોકલી દેવામાં આવ્યો.
બસ એના પછી તો ઈજ્જત બચાવવાના ચક્કરમાં વેપારીએ પોતાની તિજોરી ખાલી કરી નાંખવાની ફરજ પડી આ કિસ્સો પ્રકાશમાં આવતા જ અમદાવાદ પોલીસ પણ ચકડોળે ચઢી છે કે આખરે તેમના નાક નીચેથી આ રીતે કોણ કરોડોનું ફૂલેકું ફેરવી ગયું.
ઉલ્લેખનીય છેકે છેલ્લાં કેટલાંક સમયમાં ગુજરાતમાં હનીટ્રેપના આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે અને સતત આ પ્રકારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જેને બીજા શબ્દોમાં HONEY TRAPE કહેવામાં આવે છે.
ત્યારે જાણીએ કે આખરે શું છે આ હનીટ્રેપ અને શું ખરેખરાં આમાં કોઈને હની મળી છેકે પછી માત્ર ટ્રેપમાં જ ફસાવવાનો વારો આવે છે એ પણ જાણીએ આ આર્ટિકલ દ્વારા તેમજ તમારી સાથે આવું ન બને એ માટે તમારે શું તકેદારી રાખવી તે અંગે પણ વિગતવાર માહિતી તમને અહીં મળશે.
ખાસ કરીને અમદાવાદ સુરત અને વડોદરા જેવા મોટા શહેરમાં આ પ્રકારની ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ખુબસુરત ચહેરો જોઈને લલચાઈ જનારા લોકો માટે આ કિસ્સાઓ લાલબત્તી સમાન છે ઘડીભરની મજા માણવાના ચક્કરમાં સામાન્ય માણસથી લઈને મંત્રી-સંત્રીઓ જિંદગીભરની ઈજ્જત પદ-પ્રતિક્ષા અને પૈસા ગુમાવી બેસે છે.
અને બની જાય હનીટ્રેપનો શિકાર નેતાઓ પોલીસકર્મી અને સાધુ-સંત પણ બની ચૂક્યા છે HONEY TRAPનો ભોગ જાણો તમને કેવી રીતે જાળમાં ફસાવે છે રૂપસુંદરીઓ?અને તમારી નાની અમથી ભૂલ તમને કેવી રીતે ભારે પડી શકે છે.
એ પણ જાણો કેવી રીતે આચારવામાં આવે છે હનીટ્રેપનું કૌભાંડ?તમારા મોબાઈલ સ્ક્રીન પર અચાનક એક વીડિયો કોલ આવે છે સામે પક્ષે ખરેખર સુંદર દેખાતી યુવતી જ હોય છે તે તમારી સાથે દોસ્તી કરવાની વાત કરે છે.
યુવતી એટલી સ્વરૂપવાન હોય છેકે હજુ તો તમે તેને નીહાળી રહ્યાં હોય ત્યાં તો એ યુવતી એકબાદ એક તમારી સામે મોબાઈલ કેમેરાની સામે એકબાદ એક પોતાના કપડાં ઉતારવા માંડે છે લલચાઈને લોકો આ દ્રશ્યો જોયા કરે છે.
ત્યાં જ બીજું બાજું મોબાઈલ સ્ક્રીન પર તમારા ચહેરાનું પણ સ્ક્રીન રેકોર્ડિંગ થઈ રહ્યું હોય છે થોડીવારમાં ગલગલિયાનો ખેલ ખલાસ થઈ જાય છે સ્ક્રીન અચાનક ઓફ થઈ જાય છે તમે ફરી ફોન આવવાની રાહ જોતા હોય છે આ વખતે ફરી ફોન તો આવે છે.
પણ એમાં વીડિયો નહીં ઓડિયો કોલ આવે છે અને તમારી પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે એ મિનિટે તમારા વોટ્સએપ પર તમારો બિભત્સ વીડિયો ચેટિંગનો વીડિયો મોકલી દેવામાં આવે છે અત્યાર સુધી આ ટોળકી સામાન્ય નાગરિક મોટા ઉદ્યોગપતિ અને રાજકીય નેતાને ટાર્ગેટ કરતી હતી.
પરંતુ તાજેતરમાં જ આ ટોળકીએ પોલીસકર્મચારી મંદિરના સાધુ-સંતો સહિતના ઘણા લોકોનો બિભત્સ વીડિયો બનાવીને પૈસાની માંગણી કરતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે અને જો પૈસાની માગ ન સંતોષાય તો બિભત્સ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી અપાય છે.
જો કોઈ તમારો વીડિયો બનાવે છે તો તમે ગુનેગાર નથી વીડિયો બનાવનાર ગુનેગાર છે ભારતીય દંડ સંહિતા IPC ની કલમ 292, 293 અને 294 અશ્લીલતા સાથે કામ કરે છે કલમ 292 મુજબ કોઈપણ પ્રકારની અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવી એ ગુનો છે આ કલમ હેઠળ 2 વર્ષની સજા થઈ શકે છે.
જો આ જ ગુનો બીજી વખત કરવામાં આવે તો 5 વર્ષની સજા થઈ શકે છે અને આર્થિક દંડ પણ થઈ શકે છે આઇટી એક્ટની કલમ 67 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે છે આ વિભાગ અશ્લીલ સામગ્રીને ઈલેક્ટ્રોનિક રીતે પ્રકાશિત કરવા સંબંધિત છે.
યંગ પર્સન હાર્મફુલ પબ્લિકેશન એક્ટ 1956 અને અન્ય કલમો હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે આવી સ્થિતિમાં તમારો વીડિયો બનાવનાર વ્યક્તિ જેલના સળિયા પાછળ પહોંચી શકે છે તમે નહીં સૌથી પહેલા તમે પીડિત બનતાની સાથે જ ફરિયાદ કરો દોષિતો સામેની ફરિયાદો મોટા ગુનાઓને અટકાવી શકે છે