શુક્રવાર ની રાતે કરી લો આ કામ,રાતોરાત બની જશો માલામાલ,તમારી દરેક સમસ્યા થઈ જશે દૂર…..

0
816

લક્ષ્મી પવિત્રતા અને સાત્વિકતાના પ્રતીક છે. મહાલ્ક્ષ્મી પવિત્ર ઉદ્દેશ્ય , પરિશ્રમ અને મન સાથે સમાજ-હિતને ધ્યાનમાં રાખતા અર્જિત સંપત્તિ કે ધનની દેવી છે. દેવી લક્ષ્મી અભાવોના અંત કરે છે. એમના પૂજનથી જીવન કર્મ, વિચાર અને વ્યવહાર સકારાત્મક બને છે. શાસ્ત્રો મુજબ લક્ષ્મી ઉપાસના કોઈ પણ ખાસ દિવસ જેમ કે શુક્રવારે , નવમી , નવરાત્રિ કે અમાવસ્યાની રાત્રિ પર કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ હોય છે.

જે ભક્ત દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમના માટે સંસારમાં કઈ પણ અપ્રાપ્ય નહી. ગૃહ લક્ષ્મી દેવી ગૃહણીઓ એટલે કે ઘરની મહિલાઓમાં લાજ , ક્ષમા શીલ સ્નેહ અને મમતા રૂપમાં વિરાજમાન હોય છે. શુક્રવારે લક્ષ્મી દેવી માટે ખાસ દિવસ ગણાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા – અર્ચના પુષ્પ ચંદન થી કરી ચોખાની ખીરથી.ભોગ લગાવાય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. જો તમે ઈચ્છો છો કે તમે ધનમાં બમણો , ત્રિગણુ ચોગણુ વગેરે વૃદ્ધિ કરવી છે તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરો અને શુક્રવારે આ ખાસ ઉપાય કરો.

જ્યોતિષમાં શુક્રવારના ઉપાય ધન-સમૃદ્ધિની સાથે-સાથે દરેક પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.શુક્રવારના દિવસે શુક્ર ગ્રહનો હોય છે અને શુક્ર ગ્રહ સૌંદર્ય, એશ્વર્ય, વૈભવ, કળા, સંગીત, કામ વાસના અને દરેક પ્રકારના સાંસારિક સુખોનું કારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો શુક્રવારની રાતે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો જાતકને તેના અનેક લાભ મળે છે. તેની ઉપર માતા લક્ષ્ણીનો આશીર્વાદ સદૈવ રહે છે. આવો જાણીએ માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શુક્રવારે શું કરવું જોઇએ.ધનની દેવી મા લક્ષ્મીની કરો આરાધના, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારની કાતે 9-10 વાગ્યાની વચ્ચે માતા લક્ષ્મીની વિધિ અનુસાર પૂજા કરવી જોઇએ. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઇ જશે અને તમારા જીવનમાં ક્યારેય ધનમાં ઘટાડો થશે નહીં.

ધાર્મિક માન્યતા અનુસાર ગુલાબી રંગ શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મીજીનો પ્રિય રંગ છે. જેથી રાતે માતા લક્ષ્મીના પૂજાના સમયે ગુલાબી રંગના વસ્ત્ર પહેરી પૂજા કરવી જોઇએ. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કુંડલીમાં શુક્ર ગ્રહ બળવાન હોય છે.જ્યોતિષ અનુસાર દેવી અષ્ટ લક્ષ્મીની પ્રતિમાને પણ ગુલાબી રંગ પર રાખવી જોઇએ સાથે જ માતાની પ્રતિમાની સાથે શ્રીયંત્ર પણ જરૂર રાખવું જોઇએ. પૂજાની થાળીમાં ગાયના ઘીના 8 દીવા પણ પ્રગટાવો અને ગુલાબની સુગંધ વાળી અગરબત્તી પ્રગટાવીને માતાને માવાની બરફીનો ભોગ લગાવો.

માતા લક્ષ્મીના પૂજા સમયે શ્રીયંત્ર અને અષ્ટ લક્ષ્મીની પ્રતિમા પર અષ્ટ ગંધથી તિલક કરવો જોઇએ. તે બાદ કમળના ગટ્ટની માળાથી એં હ્રીં શ્રીં અષ્ટલક્ષ્મીયે હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છ નમ: સ્વાહા! મંત્રને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે 108 વખત જાપ કરવો જોઇએ.પૂજામાં રાખવામાં આવેલા 8 દીવાને ઘરની આઠ દિશાઓમાં રાખો, જ્યારે કમળની માળાને તિજોરીમાં રાખો પૂજામાં જાણતા અજાણતા કોઇપણ ભૂલ થઇ હોય તો ક્ષમા માંગો અને માતાથી વિનંતી કરો કે તે તમારા પર કૃપા દ્રષ્ટિ સદૈવ બનાવી રાખે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન તેમજ એશ્વર્યની વૃદ્ધિ કરે.

ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. શુક્રવારના દિવસે કાર્યસ્થળ જવાથી પહેલા આ મંત્રનું એક માલા જપ કરો. ‘ॐ હ્રીં ક્રીં ક્લીં શ્રીં મહાલક્ષ્મી મમ ગૃહ ધન પુરય પુરય ચિંતાયૈ દુરય દુરય સ્વાહા” એનાથી ધંધામાં અદભુત લાભ થશે. ધનની વૃદ્ધિ માટે શુક્રવારે પીળા કપડામાં પીલી કૌડી અને થોડી કેસર ચાંદીના સિક્ક્સા સાથે બાંધી જ્યાં તમારા પૈસા રાખ્યા હોય છે ત્યાં મૂકવાથી એમનો સારો પ્રભાવ સામે આવે છે. શુક્રવારના દિવસે સાંજે કાળી હળદરની ગાંઠને સિંદૂર અને તડકાથી  ધૂપથી પૂજન કરી ચાંદીના બે સિક્કા સાથે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી આર્થિક સમસ્યાનો ઉકેલ થાય છે.

શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ સફેદ રંગના ખાદ્ય પદાર્થનો દાન કરવું શુભ ગણાય છે અને જેટલું થાય એ દિવસે ગરીબોને દાન આપો. શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો. જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ  હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.