સ્ત્રીઓએ રાત્રે સૂતા પહેલાં આ 1 કામ જરૂર કરવું,ઘરમાં હંમેશા રહશે ધન દોલત…

0
310

પરીવારમાં સુખ જાળવી રાખવાના કામમાં સૌથી મોટું યોગદાન ગૃહિણીનું હોય છે.જ્યારે સ્ત્રીઓ ક્યારેક ક્યારેક નાની મોટી ભુલ કરી જાય છે તો તેની અસર પણ ઘર પર થાય છે.સ્ત્રીના હાથે થતી ભુલ ઘરના સુખને દૂર કરી નાખે છે. એટલા માટે જ એવા કેટલાક વિધાન સ્ત્રીઓ માટે કરવામાં આવ્યા છે જેની મનાઈ કરવામાં આવી છે.મહિલાઓના હાથમાં જ ઘરની સુખ-શાંતિ હોય છે.હિંદૂ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ કેટલાક કામો રાત્રે ક્યારેય ન કરવા જોઈએ. આ કામ કરવાથી ઘરમાંથી રિદ્ધિ-સિદ્ધિ જતી રહે છે.

દરેક લોકો એવી ઈચ્છા રાખતા હોય છે કે તેમની પાસે અઢળક ધન અને સંપત્તિ હોય અને તે પોતાનુ જીવન સુખ શાંતિથી પસાર કરી શકે.જો તમે ગરીબીમાથી પસાર થઇને જયારે ધનવાન થાવ છો તો ત્યારે તમને ખુબ જ હર્ષની લાગણી થશે.પરંતુ જો તમે ધન્વાનમાંથી ગરીબ બની જાઓ તો તમે માનસિક તણાવ હેઠળ ચાલ્યા જાવ.દરેક વ્યક્તિ આ પીડાને સહન કરી શકતો નથી.વધુમા વધુ ધન મેળવવા માટે લોકો રાત-દિવસ ખુબજ પરિશ્રમ કરતા હોય છે પરંતુ, તેમછતા અથાગ પરિશ્રમ બાદ પણ ઘણીવાર ઘરમા ગરીબી આટો લઇ જાતી હોય છે જો તમારી સાથે પણ આવુ થઇ રહ્યુ છે તો સમજી લો કે ક્યાક આ પાછળ તમારુ ભાગ્ય તો જવાબદાર નથી ને ઘણીવાર અપશુકન થવાથી ખરાબ સમયનો સાથ આવી પડે.

રાત્રિભોજન પછી ક્યારેય રસોડામાં ગંદા વાસણો ન છોડો.રસોડાને સંપૂર્ણપણે સાફ કર્યા પછી જ સૂઈ જાઓ. તેનાથી ઘરની સમૃદ્ધિ જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈની વિનંતી પર સાંજે અંધારું થયા પછી દૂધ અથવા દહીં બિલકુલ દાન ન કરો.આમ કરવાથી સ્ત્રીની કુંડળીનો ચંદ્ર ગ્રહ પ્રભાવિત થાય છે અને પૈસાની તંગી થઈ શકે છે.રાત્રે રસોડામાં ક્યારેય ખાલી ડોલ ન રાખો.રસોડામાં ખાલી ડોલ રાખવાથી ઘરમાં તણાવનું વાતાવરણ બને છે તેથી તેને હંમેશા ભરેલી રાખો.ઘરની મહિલાઓએ સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરવો. આમ કરવાથી ઘરમાં તણાવ નથી રહેતો અને પરિવાર હંમેશા રોગમુક્ત રહે છે.

રાત્રે સૂતી વખતે ક્યારેય તમારા વાળ ખુલ્લા ન રાખો. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.સૂતા પહેલા સાવરણી ને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સંતાડીને રાખો. તેનાથી ઘરમાં સમૃદ્ધિ કાયમ બની રહે છે.રાત્રે ક્યારેય પણ પૂજાઘર ના દરવાજા ખુલ્લા ના રાખવા.રાત્રીના સમયે મંદિરને પડદાથી કે કોઇ સ્વચ્છ કપડાથી ઢાંકીને સુઈ જવુ કારણ કે પ્રભુ રાત્રે આરામ કરે છે અને બીજા દિવસે આપણી સંપૂર્ણ સંભાળ રાખે છે. જો તમે આ ના કરો તો રાત્રે તેમને આરામ કરવામા અવરોધો આવી શકે છે. તેથી, રાત્રે સૂતા પહેલા ભગવાનના મંદિરના દરવાજા ખુલ્લા રાખવાની ભૂલ ક્યારેય પણ ના કરાવી. આવુ કરવાથી ઘરમા દુર્ભાગ્યનુ આગમન થઇ શકે છે.

રાત્રે ક્યારેય પણ એઠવાડવાળા વાસણ ના રાખવા કારણકે આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઇ જાય છે અને આપણે આર્થિક નાણાભીડ નો સામનો કરવો પડી શકે છે.આ એઠવાડવાળા વાસણો રાત્રીના રસોઈઘરમા નકારાત્મક ઉર્જાને ફેલાવે છે અને આ નકારાત્મક ઉર્જાને કારણે માતા લક્ષ્મી ક્રોધિત થઈને આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે. માતા લક્ષ્મી સકારાત્મક ઉર્જાવાળા વાતાવરણને પસંદ કરે છે.માટે રાત્રે સૂતા પહેલા બધા જ એઠા વાસણો સાફ કરો. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી આર્થિક સ્થિતિમાં ક્યારેય ઘટાડો થશે નહીં.રાતના સમયે પરીવારના સભ્ય સિવાય અન્ય કોઈ અજાણી વ્યક્તિ દૂધ-દહીં માંગે તો તેને ન આપવું. રાતના સમયે ઘરમાંથી દૂધ બહાર જશે તો તેની સાથે સુખ-શાંતિ પણ જતી રહેશે.

મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા રાખીને સુવું ન જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગશે અને ઘરના સભ્યો સાથેના સંબંધોમાં ક્લેશ વધશે.સ્ત્રીઓએ સૂર્યાસ્ત પછી ક્યારેય કેશ ખુલ્લા રાખવા અથવા ધોવા જોઈએ નહીં. જો તમે આ નિયમનું પાલન કરો છો તો તમારા ઘરમાં સુખ અને શાંતિ કાયમ રહે છે.તમારા કેશને અવારનવાર સ્પર્શશો નહીં.ખાસ કરીને જ્યારે તમે રસોઈ કરો ત્યારે તો નહીં. જ્યારે પણ તમે કેશમાં કાંસકો કરો ત્યારે નીચે પડેલા કેશને ઉપાડો અને તરત જ તેને કચરાપેટીમાં નાખો.