શું હસ્તમૈથુન કરવાથી ગાલ બેસી જાય, જાણો શું કહે છે એક્સપર્ટ….

0
609

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે.

સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી. દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે. જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થામાં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં. અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે.બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી.

એ વાત ખોટી છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે.હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ (વ્રજોલી, અશ્વિની મુદાષી) અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે.અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે. ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ)થી સંતોષ આપવો.

સવાલ.હું 18 વર્ષની છું અને માસ્ટરબેશનની ટેવ પડી ગઈ છે.જો હું માસ્ટરબેશન નહીં કરું તો હું રાત્રે સૂઈ શક્તિ નથી. હું જાણવા માંગુ છું કે ભવિષ્યમાં આ ટેવની મને કેવી અસર કરશે?

જવાબ.તે સાચું છે કે હસ્તમૈથુન દરમિયાન બહાર નીકળતું કેમિકલ શરીરને આરામ આપે છે. પરંતુ તમે તમારું મન એવી રીતે તૈયાર કર્યું છે કે તમે હસ્તમૈથુન કર્યા વગર ઉઘ નહીં આવે. પરંતુ આ બહુ ગંભીર સમસ્યા નથી તમે તમારા મગજને બીજી જગ્યાએ ડ્રાઈવેટ કરી શકો છો અથવા વૈજ્ઞાનિક રીતે તમારા મનને તૈયાર કરી શકો છો. હા,યોનિંના સરેરાશ કદ વિશે યોગ્ય માહિતી વિના તમારા યોનીના કદ સંબંધિત કોઈપણ નિર્ણય પર પહોંચશો નહીં.

સવાલ.હું ૨૭ વર્ષની છું. મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

સવાલ.હું 21 વર્ષનો છું. અમારું કુટુંબ જૂની વિચારધારા વાળો છે. હું છેલ્લા બે વર્ષથી એક છોકરી સાથે પ્રેમમાં છું. તે 18 વર્ષની છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ તે મારી કાકીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુદ્ધ છે. મને એ છોકરી ખૂબ ગમે છે. મને શું કરવું તે જણાવો.

જવાબ.તમે 21 વર્ષે નિર્ણય લઈ શકશો નહીં. ફક્ત સમય જ કહેશે. અત્યારે તમારે અભ્યાસ કરીને સારી કારકિર્દી બનાવવાનો વિચાર કરવો પડશે. સમય જતાં તમારા નિર્ણયમાં પરિવર્તન થવાની સંભાવના છે અને જો તમે લગ્નની ઉંમરે આ સંબંધમાં અડગ છો, તો સંભવ છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારા પક્ષમાં હશે. તેથી તમારી ચિંતાઓને બાજુ પર રાખો અને કંઈક વધુ મહત્વપૂર્ણ પર ધ્યાન કેન્દ્રિત કરો.

સવાલ.હું 17 વર્ષ નો છું. હું સ્પષ્ટવક્તા છું. મારી આ આદતથી મને મુશ્કેલીમાં મુકાઈ છે. મારા કેટલાક જૂના સંબંધીઓએ મારા વિશે ખરાબ અફવાઓ પણ ફેલાવી છે. તેનાથી મને ખૂબ ટેન્શન થાય છે. હું માત્ર સમજી શકતો નથી કે શું કરવું. યોગ્ય સલાહ આપો.

જવાબ.મે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી. આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક છે. ‘કાણાને કાણો કહે વરવું લાગે વેણ’ એ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખો.

સવાલ.હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સેક્સી છું.મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે.

જવાબ.હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને?એક બહેન (બોરીવલી-મુંબઈ)પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.

સવાલ.હું ૨૫ વર્ષની પરિણીતા છું અને એક 3 વર્ષની પુત્રી છે. મારા સ્તનો પહેલાથી નાના હતા, પરંતુ ડિલિવરી પછી ખૂબ જ લબડી ગયા છે. મેં સાંભળ્યું છે કે એવી દવાઓ છે જેનો ઉપયોગ સ્તનના પુનર્વસન માટે થઈ શકે છે. કૃપા કરી આ વિશે સંપૂર્ણ માહિતી આપો જેથી મારા સ્તનો સુંદર અને વળાંકવાળા થઈ શકે.

જવાબ.તે કુદરતી છે કે ડિલિવરી પછી સ્તનપાન કરાવવાથી સ્તનના આકારમાં કેટલાક ફેરફાર થાય છે. કોઈ પણ દવા દ્વારા આવા ફેરફારોને ટાળી શકાય નહીં અથવા દૂર કરી શકાતા નથી.

સવાલ.મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારાં લગ્ન બે મહિનામાં થવાનાં છે. છેલ્લાં ૬ વર્ષથી હસ્તમૈથુન કરવાથી મારા મોઢાના ગાલ ચપટા થઇ ગયા છે. જે ઉપસેલા કરવા માટે યોગ્ય દવા, ઘરગથ્થુ ઉપચાર જણાવશો. હસ્તમૈથુનની ટેવ છોડવા માટે ઉપાય પણ જણાવશો.

જવાબ.આપની તકલીફ અજ્ઞાનને કારણે છે. સેક્સ અંગે મનમાં ઘર કરેલી ગેરમાન્યતાને કારણે છે. હસ્તમૈથુન કરવાથી ખીલ થાય, નબળાઇ આવે, નપુંસકતા આવે, વૃદ્ધત્વ જલદી આવે વગેરે વગેરે ગેરમાન્યતાઓ છે.લગભગ નવ્વાણુ ટકા પુરુષોએ તેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો હસ્તમૈથુન કરેલું જ હોય છે. જેણે ક્યારેય હસ્તમૈથુન કરેલું નથી તેમનામાં ઘણીવાર લગ્ન પછી ઉત્તેજનાથી તકલીફ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે.ખીલ થવાનાં ઘણાં કારણો છે. સૌથી સામાન્ય કારણ કબજિયાત છે.

પેટ સાફ આવે તેવી દવા કરવાથી ઘણી વાર ખીલ મટી જાય છે. જો ફાયદો ન થાય તો સારા ચામડીના ડોક્ટર પાસેથી તપાસ કરાવી ઇલાજ કરાવશો.હસ્તમૈથુન કરવાથી ગાલ ચપટા થતા નથી. ગાલ ઉપસાવવા શરીરનું વજન વધે તેવો પૌષ્ટિક આહાર લેવો જોઇએ. હસ્તમૈથુન એ કોઇ બીમારી નથી. ઊલટું લગ્ન પહેલાં જાતીય આવેગ શાંત કરવાનો હસ્તમૈથુન સૌથી સરળ અને સલામત રસ્તો છે. તેથી ઇલાજની જરૂર નથી. લગ્ન બાદ હસ્તમૈથુન આપોઆપ છુટી જાય છે.

સવાલ.ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિઓમાં જોવા મળતી સૌથી સામાન્ય જાતીય તકલફો કઇ હોય છે? તેનો ઉપચાર શું?

જવાબ.ડાયાબિટીક દર્દીઓમાં ઉત્થાનની ખામી સામાન્ય છે. આના કારણો લોહીની નળીઓને લગતાં, ચેતાતંત્રને લગતાં અથવા માનસિક હોઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓનો ઈતિહાસ બતાવે છે કે તેમનામાં ઇચ્છા તો હોય છે પરંતુ વારંવાર ઉત્થાનની ખામી જોવા મળે છે.આ ખામી સામાન્ય રીતે ૫૦ વર્ષની ઉંમર પછી દરેક બે પુરુષે એકમાં જોવા મળે છે. કેટલીક વ્યક્તિઓમાં તેનું લક્ષણ શીઘ્રપતન પણ હોય છે.ડાયાબિટીસના તમામ દર્દીઓ નપુંસક બની જાય છે તે ગેરમાન્યતા પોતે કદાચ માનસિક જાતીય અસમાન્યતા તરફ દોરી જઇ શકે છે. આની સારવાર પહેલાં આ તકલીફ માનસિક છે કે શારીરિક છે તે જાણવા રિજીસ્કેન પ્લસ તપાસ જરૂરી છે.તપાસ બાદ યોગ્ય નિદાન દ્વારા ઉપચચાર શક્ય છે. આમાં નવી ઘણી ગોળીઓ ફાયદાકારક સિદ્ધ થઇ શકે છે. પરંતુ આ દવા યોગ્ય ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઇએ.

સવાલ.સંભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારીરિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સંભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે.પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે. વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે.પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમાગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.

જવાબ.કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે.

સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે.આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી.

તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો.તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો. વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી.

જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે.તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.