શુ ખરેખર કોન્ડમ સિવાય, મહિલાઓ ને સંભોગમા વધુ મજા અને સંતોષ આવે છે….

0
14583

સવાલ:હું 31 વર્ષનો છું અને મારી અનેક પાર્ટનર રહી છે. તેમની સાથે સેક્સ કરતા સમયે મેં હંમેશા કોન્ડોમ પહેર્યું છે. પરંતુ મારી હાલની ગર્લફ્રેન્ડ સાથે તેવું કરવામાં મુશ્કેલી પડી રહી છે. તે મને ભાર દહીને કોન્ડોમ પહેરવા નથી દેતી, તે કહે છે કે, સેક્સ દરમિયાન કોન્ડોમ પહેરવાથી મળતો આનંદ ઓછો થઈ જાય છે. હું તેની આ વાત પર વિશ્વાસ નથી કરતો. કારણ કે, મને લાગે છે કે, હકીકતમાં પ્રેગનેન્ટ બનવા માગે છે. જેથી અમે લગ્ન કરવા માટે મજબૂર બની જઈએ. શું તેવું શક્ય છે કે, જો પુરૂષ કોન્ડોમ ન પહેરે તો મહિલાને સેક્સમાં વધુ મજા નથી આવતી?

જવાબ:તમારી ગર્લફ્રેન્ડને તમારી મુશ્કેલી અંગે અને તમને લાગતા ડર અંગે જણાવો. કોઈપણ સંબંધમાં ઈમાનદારી જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં કોન્ડોમ ન પહેરવું ઘર્ષણનું કારણ બની શકે છે, જેનાથી વધુ એક મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેની સાથે વાત કરો અને પૂછો કે, શું તચે પ્રેગ્નેન્સીને રોકવાની અન્ય રીતો જેમ કે ગોળીઓ કે, આઈયૂડી માટે તૈયાર છે કે નહીં.

આવા કિસ્સામાં પહેલા તમારી ગર્લફ્રેન્ડની સંમત્તી જરૂરી છે. કારણ કે, જો તે ઈચ્છતી હોય કોન્ડોમ વીના સેક્સ માટે અને તેને તેમાં સંતોષ મળતો હોય તો કરી શકાય. પરંતુ તે પહેલા પ્રેગનેન્સીને લઈને તમારે ચોખવટ કરી લેવી જોઈએ અને એક વખત ચોખવટ કરવાથી બંને વચ્ચે સહમતી પણ સધાશે. અને સંપૂર્ણ આનંદ સાથે સેક્સની મજા પણ માણી શકાશે. પરંતુ બંને પક્ષે ચોખવટ જરૂરી છે્.

સવાલ:મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર ૧૭ વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે.એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી.મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી.તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમાગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી.પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે.આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ:જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સંભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે.આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી સાથે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો.આવા છોકરાઓ ફક્ત તમારી સાથે સમાગમ કરવા જ પ્રેમનું નાટક કરતા હોય છે માટે તમારે તેની સાથે સંપૂર્ણ સબંધ રદ કરી દો.

પ્રશ્ન:હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે.પરંતુ છેલ્લા ૮ વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે અને અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો.અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી.અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ:તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે.લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.તમે કહો છો કે તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારીરિક સુખ શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.

સવાલ;હું એક પરણિત મહિલા છું મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે અને મારી ઉંમર ૨૪ વર્ષ છે અને મારા પતિની ઉંમર ૨૭ વર્ષ છે.મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે.તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી.કોઈ કામ માટે બહાર પણ જવા નથી દેતા તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી.નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે. લતેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી.હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.પરંતુ તેઓ સમજતા નથી.હવે હું કંટાળી ગઇ છું શું કરવું એ મને સમજ પડતી નથી.મારા પતિના આ શંકાસ્પદ ને દૂર કરવા માટે યોગ્ય સલાહ આપશો.

જવાબ:લગ્ન જીવનમાં દરેક પુરુષ અને સ્ત્રીને કંઈક ને કંઈક સમસ્યા હોય છે અને એક બીજા પર શંકા કરવી તે આજના સમયમાં એક સામાન્ય વાત છે.પરંતુ તમારે શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો પછી તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે.તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે. એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે આ બધો વિચાર કરીને જ આગળ વધજો.અને કાનૂનની મદદ પણ લઈ શકો છો માટે તમે જે કાંઈ પગલાં ભરો તે સમજી વિચારીને ભરજો.

સવાલ:આ સમય એવો છે કે કોઈ પણ છોકરી પ્રેમ માં પડી જાય છે અને હું ૨૧ વરસની એક યુવતી છું અને મને મારી જ ઉંમરના એક છોકરા સાથે ખૂબ પ્રેમ છે.અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને એક બીજા વગર રહી શક્તા નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી.તેના પર તેના પરિવારની જવાબદારી છે. લમારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી અને તેઓ મારે માટે છોકરો શોધે છે.પરંતુ હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે.અને અમે બંને એક બીજા વગર રહી શકતા નથી અને હવે શું કરવું તે જસમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:અત્યારના સમયમાં લવમેરેજ કરવા એક નાની વાત છે છોકરા અને છોકરીઓ પોતાની પસંદ એટલે કે પોતાના પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવા ઈચ્છતા માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે. આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે.આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.