શારીરિક સંબંધ બાંધ્યા બાદ ભૂલ્યા વગર આટલું કામ જરૂર કરજો નહીં તો મૃત્યુ પણ થઈ શકે છે.

0
88

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણા સ્વાસ્થ્યને લઇને તમામ નિષ્ણાંતો નિયમિત શોધમાં લાગેલા રહે છે. આ શોધથી તમારા માટ ઘણી એવી ટિપ્સ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે. જોકે શારીરિક સંબંધ બનાવ્યા બાદ મહિલાઓ તેમના ખાનગી અંગોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ. તો સંભોગ બાદ મહિલાઓએ આ ભૂલો ક્યારેય ન કરવી જોઇએ. જો મહિલાઓ આ વાતનું ધ્યાન ન રાખે તો સંક્રમણનો ખતરો વધી જાય છે અને તમને તેમાંથી મોટી બીમારી પણ થઈ શકે છે.

સામાન્ય રીતે સુંદર દેખાવા માનુનીઓ પોતાની ત્વચા, વાળ, ચહેરા ઇત્યાદિની વિશેષ કાળજી લે છે. જયારે ખરેખર તો તેમને તેમના શરીરના કેટલાંક આંતરિક ભાગોની સ્વચ્છતા અને સ્વાસ્થતાની કાળજી રાખવાની વધુ જરૂર હોય છે. નિષ્ણાતો કહે છે કે મહિલાઓએ તેમના યોનિ માર્ગની સ્વચ્છતા પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઇએ. યોનિમાર્ગને સ્વસ્થ રાખવા કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ તેના વિશે માહિતી આપતાં તેઓ કહે છે કે મોટાભાગની મહિલાઓને યોનિ પાસે ઉગતા વાળ શેવ કરવાની ટેવ હોય છે. તેઓ એમ માને છે કે આ ભાગની સ્વચ્છતા માટે અહીંના વાળ દૂર કરવા આવશ્યક છે. પરંતુ આ તેમની ગેરસમજ છે. હકીકતમાં જઘનાસ્થિના વાળ યોનિમાર્ગને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે.

પરસેંવો શોષી લે છે અને આંતરવસ્ત્રો તેમ જ આ ભાગની ત્વચા વચ્ચે થતાં ઘર્ષણથી પણ બચાવે છે.ઘણી મહિલાઓ સંબંધ બનાવ્યા બાદ સાફ-સફાઇને લઇને ખૂબ સતર્ક રહે છે. એવામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે પ્રાઇવેટ પાર્ટની સફાઇ દરમિયાન સાબૂનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઇએ. નિષ્ણાંતોએ આ અંગે જણાવ્યું છે કે સાબુમા રહેલા કેમિકલ્સ પ્રાઇવેટ ભાગમાં ઇર્રિટેશન અને ડ્રાયનેશ જેવી સમસ્યા થઇ શકે છે. પ્રાઇવેટ પાર્ટ પોતાની રીતે સ્વતઃ સાફ રાખનારું અંગ છે. જેથી સાબુનો ઉપયોગ પ્રાઇવેટ પાર્ટની સફાઇ માટે પણ ન કરવું જોઇએ.

નિષ્ણાતો વધુમાં કહે છે કે બહુ ઓછી સ્ત્રીઓ એ વાતથી વાકેફ હોય છે કે યોનિમાં રહેલા લેક્ટોબેસિલી નામના બેક્ટેરિયા સ્વયં યોનિની સફાઇ કરે છે. તેથી યોનિને સાફ રાખવા માટે પરફ્યુમ્ડ શાવર જેલ્સ, બબલ બાથ, મોઇશ્ચરાઇઝર કે વાઇપ્સની કોઇ જરૂર નથી. તેને કારણે તેનું પીએચ લેવલ ખોરવાય છે અને જે તે મહિલાને યોનિમાં ચાંદા પડી જવા જેવી સમસ્યા સર્જાવાની શક્યતા રહે છે. આમ છતાં જો તમે આ પ્રકારના ઉત્પાદનો ઉપયોગમાં લેવા માગતા જ હો તો તે પરફ્યુમ વિનાના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

જ્યાં સુધી પેડુના ભાગની વાત છે ત્યાં સુધી ચોક્કસ પ્રકારના આંતરવસ્ત્રો આ ભાગને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેમ કે સુતરાઉ આંતરવસ્ત્રો. તેમાં પરસેવો શોષાઇ જાય છે. આ ફેબ્રિકમાં હવાની અવરજવર થઇ શક્તી હોવાથી ત્વચાને નુક્સાન નથી પહોંચતું. વળી તે ત્વચા પર ચોંટી પણ નથી જતાં. તેથી ચામડી પર ચોંટી જાય એવા ટાઇટ અને સિન્થેટિક ફેબ્રિકના આંતરવસ્ત્રો પહેરવાનું ટાળવું. આવા અંડરગારમેન્ટને કારણે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન (યુટીઆઇ) થવાની ભીતિ રહે છે.

આપણે સૌ જાણીએ છીએ કે શરીર માટે ભરપૂર પાણી પીવું અત્યાવશ્યક છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે યોનિ માટે પણ પૂરતું પાણી પીવું એટલું જ જરૂરી છે. નિષ્ણાતો તેનું કારણ સમજાવતાં કહે છે કે ઓછું પાણી પીવાથી યોનિમાર્ગમાં શુષ્કતા આવી જવી , ચેપ લાગવો, બળતરા થવી, ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ પેદા થઇ શકે છે.

જો તમને વારંવાર સાદુ પાણી પીવું ન ગમે તો લીંબુ શરબત, નાળિયેરનું પાણી, રસવાળા ફળો, કાકડી ઇત્યાદિ પણ લઇ શકો. પરંતુ તમારા શરીરમાં દરરોજ બેથી ત્રણ લીટર જેટલું પ્રવાહી જવું જ જોઇએ. સંભોગ કર્યા પછી તરત જ મૂત્રવિસર્જન કરવાથી પણ યોનિ સ્વસ્થ રહે છે. તેનું કારણ એ છે કે સમાગમ પછી તરત પેશાબ કરવામાં આવે ત્યારે તેની સાથે યોનિમાં રહેલા બેક્ટેરીયા પણ બહાર ફેંકાઇ જાય છે. અને તમે યોનિ માર્ગમાં લાગતા ચેપથી બચી શકો છો.

જીમમાં ભાગ્યે જ કોઇ માનુની સુતરાઉ વસ્ત્રો પહેરે છે. સામાન્ય રીતે જીમમાં લેટેક્સ કે પોલિયેસ્ટરના ચુસ્ત વસ્ત્રો પહેરવામાં આવે છે. વળી વર્કઆઉટ કરતી વખતે પુષ્કળ પરસેવો થાય છે. તેથી વર્કઆઉટ થઇ ગયા પછી તરત જ સ્નાન કરીને બીજા વસ્ત્રો પહેરી લેવા. પરસેવાવાળા ચુસ્ત અને સિન્થેટિક કપડાં પહેરી રાખવાથી પમ યોનિમાં ચેપ લાગવાની ભીતિ રહે છે.

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે વધતી વય સાથે પેડુના સ્નાયુઓ શિથિલ બને છે. જ્યારે હકીકત એ છે કે તેમાં કોઇપણ વયમાં શિથિલતા આવી શકે છે. તેથી નિયમિત રીતે પેડુના સ્નાયુઓની કસરત કરતાં રહો. જો યુવાન વયમાં આ ભાગના સ્નાયુઓ શિથિલ થઇ જાય તો જે તે સ્ત્રી સમાગમ દરમિયાનની સંવેદના ગુમાવી બેસે છે.

માસિક વખતે લાંબા કલાકો સુધી એક જ સેનિટરી પેડ પહેરી રાખવું સલાહભર્યું નથી. જરૂર ન હોય તોય દર ચાર કલાકે સેનિટરી પેડ બદલી નાખવું. જો તમે ટેમ્પોનનો ઉપયોગ કરતાં હો તો શક્ય એટલી નાની સાઇઝના ટેમ્પોનનો ઉપયોગ કરવો. તેવી જ રીતે એ જ ટેમ્પોન આઠ કલાકથી વધુ સમય માટે અંદર રાખી મૂકવાથી ટોક્સિક શોક સિન્ડ્રોમ થવાનું જોખમ ઊભું થાય છે.

સંભોગ દરમિયાન બેક્ટેરિયા મુત્રાશયમાં પ્રવેસી શકે છે. જેથી બાદમાં મુત્રાશયમાં સંક્રમણની સંભાવના વધી જાય છે.આ સમસ્યાથી બચવા માટે સેક્સ બાદ બાથરૂમ ન જવું જોઇએ. જેથી મુત્રાશયમાં રહેલા બેક્ટેરિયા યુરીનની સાથે બહાર આવી જાય છે અને સંક્રમણથી બચી શકો છો.વધારે પડતા અન્ડરવેર રેયોન કે પોલિસ્ટરના બનેલા હોય છે.એવામાં સંબંધ બનાવ્યા બાદ શરીરની ગરમીના કારણથી અંડર ટ્રેપ થઇ જાય છે. જે બહાર નથી આવતી. જે બાદમાં યીસ્ટ ઇન્ફેક્શનનું કારણ બને છે. એવામાં સાફ કોટનના અંડરવેર પહેરવા યોગ્ય હોય છે.