શનિવાર ના દિવસે આ વસ્તુઓનું સેવન કરવાથી નારાજ થઈ જાય છે શનિદેવ,ક્યારેય ના કરશો એનું સેવન નહીં તો.

0
888

શનિવારે ઘણા કામોને કરવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી શનિદેવ ગુસ્સે થાય છે. શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે, માટે આ દિવસે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ કરશો નહી. આજે અમે તમને કેટલીક એવી માન્યતાઓ વિશે જણાવીએ છીએ કે જેનું ધ્યાન તમે રાખશો તો શનિદેવ તમારાથી ક્યારેય નારાજ નહીં થાય શનિદોષથી બચવા માટે લોકો વિવિધ ઉપાય કરે છે અને શનિવારે શનિદેવની પૂજા પણ કરે છે. તેવી જ રીતે જે લોકોની કુંડળીમાં આ ખામી હોય છે તેઓ આ ખામીને દૂર કરવા માટે શનિવારે અનેક પ્રકારની કાળી વસ્તુઓ અને લોખંડની વસ્તુઓનું દાન કરે છે. દાનની સાથે લોકો આ દિવસે આવી ઘણી વસ્તુઓનું સેવન પણ કરતા નથી જેનાથી શનિદેવ ગુસ્સે થાય છે. તેથી શનિદેવ નો દોષ ટાળવા અને તેમના દોષ ને દૂર કરવા માટે શનિવાર ના દિવશે ભૂલથી પણ નીચે જણાવેલ વસ્તુ ના ખાવી.

કેરીનું અથાણું.

એવું કહેવામાં આવે છે કે શનિદેવને ખાટી વસ્તુઓ પસંદ નથી અને તેથી જ શનિવારે કોઈ પણ પ્રકારની ખાટી ચીજો અને કેરીના અથાણાનું સેવન કરવું નહીં. કારણ કે તેને ખાવાથી શનિદેવ તમારી ઉપર ગુસ્સે થઈ શકે છે.

લાલ મરચું.

ઘણા લોકોને મસાલેદાર ખોરાક લેવાનું પસંદ હોય છે અને તેઓ રાંધતી વખતે લાલ મરીનો ઉપયોગ પણ કરે છે. જો કે આ લોકોએ શનિવારે લાલ મરચાંનું સેવન કરવું જોઈએ નહીં અને રસોઈ બનાવતી વખતે આ મરચાં ને ઉમેરવું જોઈએ નહીં. જો કે લાલ મરચુંને બદલે લોકો શનિવારે ખોરાકની રાંધતી વખતે કાળા અથવા લીલા મરીનો ઉપયોગ કરી શકે છે.

મસુર ની દાળ.

શનિવારે આ ત્રીજી વસ્તુ લોકોએ ન ખાવી જોઈએ તે છે મશૂર ની દાળ. જો તમારે શનિદેવને નારાજ ન કરવા હોય તો શનિવારે મસૂરની દાળનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ.

દારૂનું સેવન.

 

જે લોકો દારૂ પીવે છે તો તેમણે શનિવારે તેનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે શનિ વ્યસનીની કુંડળી ઉપર ખરાબ અસર થવા લાગે છે.

સરસવ નું તેલ.

ભગવાન શનિને સરસવનું તેલ ચળાવવામાં આવે છે અને આ તેલ ચળાવાથી શનિદેવ ખુશ થાય છે. જો કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે તમારે સરસવના તેલમાંથી બનેલી કોઈપણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ અને આ તેલથી કોઈ પણ પ્રકારનું મસાજ ન કરવું જોઈએ. અને શનિવારે વાળ પર પણ આ તેલનો ઉપયોગ કરવો એ સારું માનવામાં આવતું નથી. ખરેખર શાસ્ત્રો મુજબ જે લોકો પાસે શનિદોષ છે તેઓએ આ ખામીને દૂર કરવા માટે શનિવારે સરસવના તેલનો ઉપયોગ ન કરવો જોઇએ. આ તેલના ઉપયોગથી શનિદોષ સમાપ્ત થતો નથી.

સાદૂ દૂધ અને દહીં.

શનિવારે લોકોએ સાદા દૂધ અને દહી નું સેવન ન કરવું જોઈએ. જો તમે આ દિવસે સાદા દૂધનું સેવન કરો છો તો તેમાં હળદર અથવા ગોળ નાખો. આ કરવાથી દૂધ રંગીન થઈ જશે. આવી જ રીતે દહીંનું સેવન કરતી વખતે તેની અંદર કાળા મરી ઉમેરી દો.

મીઠુ.

જો મીઠાની ખરીદી કરવી જ હોય તો પણ શનિવારના દિવસે ના કરો. માનવામાં આવે છે કે શનિવારે મીઠાની ખરીદી કરવાથી ઘરમાં દેવુ આવે છે.શનિવારે રાઈના તેલમાં દીપ પ્રાગટ્ય કરવો જોઇએ.પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, દીપ તેમની પ્રતિમાની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવું જોઇએ.ઘરની આજુબાજુમાં જો શનિ મંદિર ન હોય તો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવું જોઇએ. વહેલી સવારે તાજા દૂધ પણ તેમને અર્પણ કરી શકાય છે.શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ.આ દિવસે કાળા ઉરદ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરી શકાય છે.તે પછી શનિ ચાલીસાનું પાઠ કરવું જોઇએ. છેલ્લે શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.