શા માટે થાય છે બ્રેસ્ટમાં દુઃખાવો,ચોક્કસ તમે નહીં જાણતાં હોય…….

0
185

આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મહિલાઓને અનેકવાર પર્સનલ પ્રોબ્લેમનો પણ સામનો કરવો પડે છે. એમાંથી એક છે બ્રેસ્ટ પેન મતલબ સ્તનનો દુખાવો. સ્તનમાં થનારો દુખાવો માસ્ટાલજિયા પણ કહેવાય છે. દરેક યુવતીને આ પરેશાનીમાંથી પસાર થવુ પડે છે. તેના સામાન્ય લક્ષણ છે બ્રેસ્ટમા હલ્કો દુખાવો, ભારેપન, જકડવુ, બળતરા વગેરે સમસ્યાઓ થાય છે. અમે તમને જણાવવા બ્રેસ્ટમા દુખાવો થવાના શું કારણ છે અને તેને દુખાવો દૂર કરવાના ઉપાય વિશે. કોઈ પણ સ્ત્રી પ્રથમ વખત ટીનેજના દિવસોમાં સ્તનની પીડા અનુભવે છે.

ટીનેજના દિવસોમાં શરીરમાં હોર્મોનલ પરિવર્તન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું હોય છે અને શરીરનો વિકાસ તેના શિખરે હોય છે. આ સમય દરમિયાન, તેમને વિવિધ કારણોસર પીડા સહન કરવી પડે છે. આ પીડા મોટાભાગના કિસ્સાઓમાં સામાન્ય છે, જેને થોડી કાળજીથી સુધારી શકાય છે. અહીં જાણો, કઈ પરિસ્થિતિમાં સ્તન પેઈનને અવગણવું જોઈએ નહીં.

બ્રેસ્ટ પેઈન માટેનું કારણ જીવનના વિવિધ સ્તરોમાં બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, કિશોરવયે શરીરના અંગના વિકાસના કિસ્સામાં બ્રેસ્ટ પેઈનનો સામનો કરવો પડે છે. પીરિયડ્સ શરૂ થયા પછી દર મહિને શરીરમાં થતા હોર્મોનલ પરિવર્તનને કારણે પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે. જો કે, પીરિયડ્સ દરમિયાન, બ્રેસ્ટ પેઈનની સમસ્યા સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળે છે જેમના પીરિયડ્સ સામાન્ય નથી હોતા અથવા જેમને ઓછા કે વધારે રક્તસ્રાવ હોય છે. કિશોરવયની યુવતીઓ અને પીરિયડ્સ દરમિયાન થતાં સ્તન પેઈનથી રાહત મેળવવા માટે તમે કુદરતી પીડા નિવારણ અથવા ઘરેલું ઉપાયનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ વિશે ખબર નથી, તો તમારે કોઈ પણ લેડી ડોક્ટર સાથે વાત કરવી જોઈએ અને તમે તેમના દ્વારા સૂચવેલ ટોનિકસ લઈ શકો છો.

સરસવના તેલમાં 3 કળી લસણની, બે ચપટી અજમો અને થોડા મેથી દાણા નાંખીને ગરમ કરો. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ હળવા હાથે બ્રેસ્ટ ઉપર માલિશ કરો. આ નુસકાથી તમને પીડાથી રાહત મળે તેવી સંભાવના છે. જો આવું ન થાય, તો તમારે તમારા ડોક્ટરને જલ્દી મળવું જોઈએ. જે મહિલાઓ પહેલા બાળકના જન્મ પછી સ્તનપાન કરાવતી હોય છે તેમને પણ ઘણી વાર બ્રેસ્ટમાં દુખાવો અથવા સોજો થવાની સમસ્યા હોય છે.

યોગ્ય સાઈઝની બ્રા ન પહેરવી તે પણ બ્રેસ્ટ પેઈનનું કારણ હોઈ શકે છે. કારણ કે ચુસ્ત બ્રા પહેરવાથી ત્વચા અને સ્નાયુઓ સતત દબાણમાં રહે છે, જેનાથી પીડા વધારે રહે છે. જો કે, ઓવર-સાઇઝની બ્રા પહેરવાથી માંસપેશીઓને જરૂરી સપોર્ટ કરવામાં આવતો નથી, જેનાથી પીડા વધી શકે છે. તેથી બ્રા પસંદ કરતી વખતે હંમેશાં તમારા સાચા કદને ધ્યાનમાં રાખો. મેનોપોઝથી સ્ત્રીઓને બ્રેસ્ટ પેઈન પણ થઈ શકે છે. કારણ કે આ સમય દરમિયાન ફરી એકવાર મહિલાઓના શરીરમાં ઘણા બધા આંતરસ્ત્રાવીય બદલાવ થઈ રહ્યા છે. જેના કારણે સ્તનો ખૂબ સંવેદનશીલ બને છે.

ખાવાની ખોટી ટેવ અને જીવનશૈલીને લગતી કેટલીક પ્રવૃત્તિઓને કારણે પણ સ્તન પીડા થઈ શકે છે. જેમ કે દોડ અને કસરત દરમિયાન યોગ્ય બ્રા પસંદ ન કરવી, સૂવાના સમયે યોગ્ય મુદ્રામાં ન સૂવું, પીરિયડ્સ દરમિયાન ખાટી અને ઠંડી વસ્તુઓનું સેવન કરવું વગેરે. જે મહિલાઓ ચા, કોફી, સોડા અને આલ્કોહોલનું સેવન વધારે પ્રમાણમાં કરે છે તેમને ઘણી વાર સ્તનનો દુખાવો, ભારેપણું, વધારે સંવેદનશીલતાની સમસ્યા થઈ શકે છે.

જે મહિલાઓ લાંબા સમયથી એન્ટીડિપ્રેસન્ટ દવાઓ લેતી હોય છે તેમને પણ ઘણી વાર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ આવા કિસ્સાઓ ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે. જે મહિલાઓ આ દવાઓ યોગ્ય રીતે લેતી નથી અને તેમની ઇચ્છા મુજબ દવાઓ બંધ કરે છે અને પછી તે લેવાનું શરૂ કરે છે, તેનાથી બ્રેસ્ટ પેઇનની સમસ્યા વધુ જોવા મળે છે.

સ્ત્રીઓને સૌથી વધુ એ વાતની ચિંતા સતાવે છે ક્યાક તેઓ ન ઈચ્છવા છતા પ્રેગનેંટ ન થઈ જાય. તેનાથી બચવા તેઓ આઈ પિલ કે બીજા ગર્ભ નિરોધકની મદદ લે છે. બર્થ કંટ્રોલ અને હાર્મોન રિપ્લેસમેંટ થેરેપી એવી દવાઓ છે જેના સાઈડ ઈફેક્ટ સ્તનમાં દુખાવાથી થવા શરૂ થાય છે. આ દવાઓની અસર હાર્મોસ પર પણ પડે છે. આ ઉપરાંત અનેક વાર દવાઓ ખાવથી સ્તનમાં કોમળતા બનવી શરૂ થઈ જાય છે. જે દુખાવાનું કારણ બને છે. કેટલીક સ્ત્રીઓ જરૂરિયાતથી વધુ ચા, કોફી સોડા ચોકલેટ જેવી વસ્તુઓનુ સેવન કરે છે. કૈફીન યુક્ત આ પદાર્થ પણ સ્તનોમાં દુખાવાનુ કારણ બને છે. તમે પણ આ ટેવનો શિકાર છો તો ધીરે ધીરે પોતાની ટેવને બદલવાની કોશિશ કરો.

બદલાતી લાઇફસ્ટાઇલની સાથે-સાથે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સમસ્યા પણ વધી રહી છે. એક સર્વે અનુસાર આજના સમયમાં ઓછામાં ઓછી 73 ટકા મહિલાઓ આ બિમારીનો શિકાર થઇ રહી છે ખાસકરીને આ બિમારીની મહિલાને યોગ્ય જાણકારી ન હોવાના કારણે થાય છે. જેમા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે. ખાણીપીણી દ્વારા શરીરમાં કેટલાક કેમિકલ્સ જાય છે. જે બ્રેસ્ટ કેન્સરનો ખતરો પેદા કરી શકે છે. આજે અમે તમને વુમન્સ ડેના દિવસે મહિલાઓમાં વધી રહેલા બ્રેસ્ટ કેન્સરના કારણ, લક્ષણ અને કેટલાક ઘરેલું ઉપાયથી આ બિમારીથી બચી શકે છો. બ્રેસ્ટ કેન્સરના કારણ વધતી ઉંમર, સ્થૂળતા, ખરાબ જીવનશૈલી, દારૂનું વધારે સેવન, જેનેટિક પ્રોબ્લેમ, સ્તન કે ખભાની નીચે ગાંઠ, સ્તનમાંથી રસ જેવા પદાર્થ નીકળવા, સ્તનમાં સૂજન, સ્તનના આકારમાં બદલાવ, સ્તન દબાવવા પર દુખાવો, વધી જશે.

સ્તન કેન્સરના ઘરેલુ ઉપચાર:-દિવસમાં 3 વખત ગ્રીન ટીનું સેવન કરવાથી શરીરમાં કેન્સર સેલ્સ બનવાની સંભાવના કેટલીક હદ સુધી ઓછી થઇ જાય છે. હળદરનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને ખતમ કરે છે. જેનાથી શરીરમાં એકઠી થયેલી ગંદકી પણ બહાર નીકળી જાય છે. તેમા રહેલા મિનરલ્સ શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળવાની સાથે બ્રેસ્ટ કેન્સરના ખતરાથી બચાવે છે. તેનું સેવન કરવાથી શરીરમાં લોહીનું યોગ્ય સર્કુલેશન થાય છે અને ઓક્સીદનનો પ્રવાહ પણ યોગ્ય રહે છે. જે બ્રેસ્ટ કેન્સરના ખતરાને શરીરથી દૂર રાખે છે.

એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર કાળામરીનું રોજ સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસને ઓછા કરી દે છે. કાચી લસણ કે મધ સાથે લસણનું સેવન કરવાથી મહિલાઓના શરીરને બ્રેસ્ટ કેન્સર સેલ્સ લડવામાં મદદ કરે છે. કાળી ચામાં એપિ ગૈલૌ કેટેચિન ગેલેટ નામનું રસાયણ હોય છે. જે સ્તનમાં ટ્યૂમરની કોશિકાઓ વધવાથી રોકે છે. દિવસમાં 2-3 વખત સેવન બ્રેસ્ટ કેન્સરના ખતરાને દૂર કરી શકે છે.