સતત થતો હોય ગળાની આસપાસ દુઃખાવો તો તરત કરો, આ ઉપાય પાંચ જ મિનિટમાં મળશે રાહત…..

0
227

નમસ્કાર મિત્રો આજે આપણે આજના લેખમાં ગળાની બીમારી દુખાવાના ઉપાયો વિશે જાણીશું એમાં શું કરવું શું ન કરવું તેના વિશે ધ્યાન આપીશું પરિવર્તન સાથે, ઘણી નાની બીમારીઓનું જોખમ પણ વધે છે. ગળામાં દુખાવો પણ આ રોગોમાંનો એક છે. શરદીની સાથે ગળામાં દુખાવો પણ આ મોસમમાં સામાન્ય છે. કોઈપણને ગળાની ખારાશની સમસ્યા થઈ શકે છે. બાળકો અને વૃદ્ધો ગળાના દુખાવાની પકડમાં આવે છે. આજની પોસ્ટમાં, આપણે ગળાની ખારાશ અને દુખાવાના ઇલાજ વિશે શીખીશું.

આજકાલ કોઈપણ સિઝન હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય છે અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ટીબી સુધીનાં કારણો જવાબદાર હોઈ શકે છે,

કેટલીક ઘરેલું ઉપાય અપનાવીને ગળામાં દુખાવો અને ખરાશ સરળતાથી દૂર થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે ગળાના દુખાવાના ઘરેલું ઉપાય શું છે.ગળાના દુખાવાના અને ખરાશ ના ઘરેલું ઉપાય -હળદર વાળુ દુધ :ગળાના દુખાવા માટે હળદરનું દૂધ સૌથી અસરકારક ઉપાય છે. હળદરનું દૂધ ગળાની ખારાશ તેમજ ઠંડીમાં ખૂબ ફાયદાકારક છે. હળદરનું દૂધ ગળાના દુખાવામાં પણ રાહત આપે છે. હળદરનું દૂધ ગળાના દુ:ખાવા અને અનેક પ્રકારના રોગો અને ચેપ સામે લડવામાં મદદગાર છે. હળદરવાળુ દૂધ બનાવવા માટે એક ગ્લાસમાં દૂધમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરો.

મીઠું :ગળાના દુખાવા માટે મીઠું એ ઘરેલું ઉપાય છે. જો ગળામાં દુખાવો થાય છે, તો પાણીમાં મીઠું નાખી કોગળા કરો ગળાના દુખાવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે. જ્યારે મીઠાના પાણીનું સેવન કરવામાં આવે છે, ત્યારે તે ગળામાં હાજર પ્રવાહીને શોષી લે છે, ગળામાં ઘણી રાહત આપે છે.

મધ :મધમાં ઘણા પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. ગળાની ખરાશમાં મધ ખૂબ અસરકારક છે. નવશેકા પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે. મધમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે ગળાના દુખાવા માટે ફાયદાકારક છે.આદું :આદુંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગળાનાં ઇન્ફેક્શન અને દુખાવામાં આરામ આપે છે. એક કપ પાણીમાં આદું નાખી ઉકાળો. ત્યાર બાદ તે પાણી બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી ગળાના ખરાશમાં ઘણી રાહત મળશે.

લસણ :લસણ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. ગળાની ખરાશ દૂર કરવા મોંમાં બંને તરફ લસણની એક કળી રાખીને ધીમે ધીમે ફેરવો. જેમ જેમ લસણનો રસ ગળામાં જશે તેમ તેમ ખરાશમાં આરામ મળી રહેશે.તજવાળું દૂધ :તજ ગળાનો દુખાવો તો ઠીક કરે છે. તજવાળું દૂધ બનાવવા માટે એક પેનમાં દૂધ ગરમ કરો, તેમાં તજના લાકડાનો એક નાનકડો ટુકડો નાખો અને ગેસ બંધ કરી દો. ત્યાર બાદ તેમાં મધ મિશ્રિત કરી ગાળી લો. ગળાની ખરાશ અને દુખાવામાં આરામ મળશે.લીંબું પર મરી લગાવો :લીંબું પણ ગળાની ખરાશથી છુટકારો અપાવી શકે છે. લીંબુંની સ્લાઇસ પર મીઠું અને મરીનો ભૂકો છાંટો અને ત્યાર બાદ ધીમે ધીમે લીબું ચાટવું. ગરમ પાણીની સાથે લીંબુંના રસના મિશ્રણથી કોગળા પણ કરી શકો છો.

અન્ય ઉપાયો : કાળા મરી શરદી અને તાવ માટે ખૂબ જ ગુણકારી હોય છે. છ કાળા મરી ઝીણા વાટીને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં છ પતાસા સાથે મિક્સ કરી થોડા દિવસ સતત રોજ રાત્રે કોગળા કરવાથી ખાંસી-શરદી તેમજ ગળાનો દુખાવો દૂર થઈ જાય છે.ગળાની બળતરાથી છુટકારો મેળવવા માટે તમાલપત્રને પાણીમાં ઉકાળીને કોગળા કરવા જોઈએ. આ સિવાય ડુંગળીને વાટીને સંચળ અને જીરુ મિક્સ કરી ખાવુ જોઈએ. આવુ કરવાથી ગળાની બળતરા સારી થઈ જાય છે. આખા ધાણા સૂકા ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. અને ગળાના સોજામાં પણ રાહત થાય છે.

ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાનો સ્વાદ બન્યો રહે છે.ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે. દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ ભેળવીને જીભ ઉપર ચોપડવાથી ગળાના દુખાવામાં રાહત મળશે. લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.ડુંગળીના કચુમ્બરમાં જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. અને કફની ખરેટી બાજતી નથી.તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.

મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે. ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.ગરમ પાણીમાં નમક-હળદર નાખી ગરમ પાણીના કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે. પાણીમાં જાયફળ ઉકાળી કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે.ગળામાં દુખાવો કે તકલીફ હોય ત્યારે.મસાલેદાર વાનગીઓથી દૂર રહો.

યાદ રાખો કે જ્યારે ગળામાં તકલીફ હોય તો વધુ મસાલેદાર ભોજન ન કરવું જોઈએ. ગળામાં ખરાશ નિયંત્રિત કરવા માટે ઠંડા પાણી અને આઇસ્ક્રીમથી દૂર રહેવું.ગળામાં થતો દુખાવો અને ઇરિટેશન આમ તો ખૂબ સામાન્ય જણાતી તકલીફ છે, જે લગભગ બધાને થતી હોય છે. મોટા ભાગે આ તકલીફમાં દવાઓ કે મેડિકલ હેલ્પની જરૂર પડે જ એવું હોતું નથી, પરંતુ આ સામાન્ય દેખાતા લક્ષણને સાવ ન ગણકારવાનું પણ યોગ્ય નથી. ઘણી વાર આ સામાન્ય લક્ષણ ઘણા ગંભીર રોગોની તાકીદ કરતું હોય છે અને એને અવગણવાથી રોગ વધી જઈ શકે છે.

ઘણી વાર ગળામાં દુખાવાની સાથે-સાથે ગળું સૂકું થઈ જવું કે ગળામાં સોજો આવવો, અવાજ ભારે થઈ જવો જેવાં લક્ષણો પણ એમાં ભળે છે. ગળામાં દુખાવો કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, પરંતુ ઘણા લોકોમાં આ રિસ્ક વધારે પણ હોય છે. તમારા ગળાના દુખાવા પાછળ કયાં કારણો છે એ જાણવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે જો કારણ જાણીએ તો જ એનો યોગ્ય ઇલાજ શક્ય બને છે. ખાસ કરીને જો દુખાવો વારંવાર થતો હોય અથવા ત્રણ અઠવાડિયાંથી વધુ સમય સુધી થતો હોય તો ડૉક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે.