મુસ્લિમ યુવતીને હિંદુ યુવક ભગાડી ગયો અને ત્યારબાદ કરી હાલત કે જાણી ચોંકી જશો.

0
1234

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે લવ જિહાદ’નું નામ આપે છે.

ધર્મ પરિવર્તન પર યુપીમાં નવા કાયદાના ભંગને ટાંકીને લખનઉમાં બુધવારે સાંજે એક આંતરધાર્મિક લગ્નને રોકી દેવાનો મામલો સામે આવ્યો છે.યુપીમાં લવ જેહાદના કાયદા હેઠળ કેટલાક મુસ્લિમ યુવકો સામે પોલીસે કેસ દાખલ કર્યા છે, ત્યારે આ બધા વચ્ચે હવે હિન્દુ યુવક મુસ્લિમ યુવતીને ભગાડી ગયો હોવાનો એક અલગ જ મામલો પ્રકાશમાં આવ્યો છે. મેરઠમાં રહેતો આ યુવક યુવતી સાથે ભાગીને ઋષિકેશ પહોંચ્યો હતો અને ત્યાં એક મંદિરમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.

બીજી તરફ, યુવતીના પરિવારજનોએ તેને ભગાડી જનારા યુવક વિરુદ્ધ અપહરણ સહિતના વિવિધ આરોપો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસ બંનેને ઋષિકેશથી પકડી લાવી છે.

મેરઠમાં પ્રોવિઝન સ્ટોર ધરાવતો નમન મદાન મુસ્લિમ એરિયામાં રહેતી ફરહાના ઘરે સામાન ડિલિવર કરવા માટે જતો હતો. ફરહાને પણ નમનની દુકાનની કેક ખૂબ ભાવતી હતી, અને આમ બંને વચ્ચે દોસ્તી શરુ થઈ હતી જે સમય જતાં પ્રેમમાં પરિણમી હતી.

જોકે, બંનેના પરિવારજનો આ સંબંધના વિરોધી હોવાથી નમન અને ફરહાએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. આખે 13 ડિસેમ્બરના રોજ તેઓ ઋષિકેશ પહોંચ્યાં હતાં અને ત્યાં એક મંદિરમાં તેમણે લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ ફરહાએ હિન્દુ ધર્મ અપનાવવાનું નક્કી કર્યું હતું અને પોતાનું નામ પણ બદલીને માહી રાખ્યું હતું.એક તરફ કપલ ઋષિકેશમાં લગ્ન બાદ ફરી રહ્યું હતું, તો બીજી તરફ તેમના ઘરોમાં તોફાન મચ્યું હતું. ફરહાના ભાઈએ નમન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો હતો કે તેણે ફરહાનું અપહરણ કર્યું છે.

અપહરણ ઉપરાંત ગેરકાયદે રીતે ગોંધી રાખવા તેમજ લગ્નની ખોટી લાલચ આપવા જેવા આરોપો પણ નમન વિરુદ્ધ લગાવાયા હતા. ફરહાના ભાઈએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના ઘરમાંથી કેટલીક કેશ પણ ગાયબ છે, અને તેમને એક ફોન પણ મળ્યો છે.

ફરહાના પરિવારજનોએ નમને તેનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરાવી તો તેની સામે સ્થાનિક હિંદુવાદી સંગઠનો પણ મેદાને આવી ગયા હતા, અને તેમણે આક્ષેપ કર્યા હતા કે ખરેખર તો નમનનું ફરહાના પરિવારજનો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.

બીજી તરફ, ફરિયાદ નોંધાયાના પાંચ દિવસ બાદ પોલીસે નમન અને ફરહાને ઋષિકેશમાંથી શોધી કાઢ્યા હતા, અને અપહરણના આરોપમાં નમનને લોકઅપમાં પૂરી દીધો હતો.

આ અંગેની ફરિયાદ જ્યાં નોંધાઈ છે તે નૌચાંદી પોલીસ સ્ટેશનના ઓફિસર સંજય વર્માએ જણાવ્યું હતું કે મહિલાએ તેનું અપહરણ કરાયું હોવાનો ઈનકાર કરવાની સાથે તેની સાથે કોઈ જોરજબરજસ્તી નથી કરાઈ તેવું નિવેદન આપ્યું છે. નમને પોતાની સાથે આવવા અને મંદિરમાં લગ્ન કરવા માટે પણ દબાણ ના કર્યાનું ફરહાએ પોલીસને જણાવ્યું છે. પોલીસે બંનેના નિવેદન નોંધ્યા છે, અને કોર્ટના નિર્ણય અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના એક સમારોહમાં લગ્ન થઉ રહ્યા છે. આ લગ્ન પહેલા હિન્દુ પરંપરા અનુસાર અને ત્યારબાદ મુસ્લિમ રિવાજો પ્રમાણે થનારા હતા.

આ લગ્ન હિન્દુ મહાસભાના પ્રમુખની સુચના અને પોલીસના હસ્તક્ષેપ બાદ રોકવામાં આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે જે છોકરીના લગ્ન થઇ રહ્યા હતા તે રૈના ગુપ્તા રસાયણશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે તો તેની સાથે લગ્ન કરવા જઇ રહેલા મો.

આસિફ પણ ફાર્માસિસ્ટ છે. એડિશનલ ડીએસપી સાઉથ સુરેશ ચંદ્ર રાવતે જણાવ્યું કે લખનઉના પરા વિસ્તારમાં લગ્નનું આયોજન સ્થળ હતું.

અહીં પહેલા હિન્દુ રિવાજો પ્રમાણે વિવાહ થયા બાદ મુસ્લિમ રિવાજો પ્રમાણે નિકાહ થનારા હતા. બંને પરિવારો લગ્ન માટે રાજી હતા. પોલીસે લગ્ન રોક્યા છે. પરા પોલીસ ઇન્ચાર્જ ત્રિલોકી સિંહે કહ્યું કે હિન્દુ મહાસભાના જિલ્લા અધ્યક્ષ બ્રિજેશ શુક્લાએ આ લગ્ન વિશે માહિતી આપી હતી.

મિત્રો એડિશનલ ડીસીપી રાવતે જણાવ્યું હતું કે તાજેતરમાં સૂચિત ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ રિલિજિન ઓર્ડિનન્સ, 2020 ની કલમ 3 અને 8 (કલમ 2) મુજબ લગ્ન થતાં અટકાવાયા હતા.

આ વટહુકમમાં જણાવાયું છે કે કોઈ ધર્માંતરણનો પ્રયાસ થવો જોઈએ નહીં. લગ્ન માટે બળજબરીથી કોઈને ઉશ્કેરીને, દગો આપીને, લાલચ આપીને, ખરીદ-વેચાણ કરીને ધર્માંતરણ કરવું ગેરકાયદેસર છે.

દુલ્હનના પિતા વિજય ગુપ્તાએ જણાવ્યું હતું કે લગ્નમાં બળજબરીથી ધર્મ પરિવર્તન થયું નથી અને બંને પરિવારોએ બિનશરતી સંમતિ આપી હતી. તેમણે કહ્યું, મને ખબર નહોતી કે બંને પક્ષો આંતર-ધર્મ લગ્ન માટે સંમત થાય તો પણ લગ્ન ફક્ત જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ જ થઈ શકે છે.

દુલ્હનના પિતાએ કહ્યું કે હવે તેઓ આ લગ્ન માટે પહેલા મેજિસ્ટ્રેટની પરવાનગી લેશે, તો જ તે લગ્ન કરાવી શકશે. અહીં વરરાજાએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ વટહુકમ બહાર પાડ્યો છે અને વિધાનસભા સત્ર શરૂ થયા બાદ તેને કાયદાનું સ્વરૂપ આપવાનો પણ પ્રયત્ન થશે.

ભાજપ વિધાનસભામાં મોટી બહુમતી ધરાવતો પક્ષ છે ત્યારે આ બિલ સરળતાથી પસાર થઇને કાયદાનું સ્વરૂપ લઇ લેશે. આ કાયદા જેવા જ કાયદાઓ બનાવવા બીજા ભાજપ શાસિત રાજ્યો પણ તૈયાર થયા છે. મધ્ય પ્રદેશ, હરિયાણામાં જલદી જ લવ જેહાદ સામે કાયદો બની શકે છે.