પોલીસ સ્ટેશનમાં કેસ કરવા ગયેલી મહિલાનો નંબર લઈને કોન્સ્ટેબલ એ તેની સાથે એવું કર્યું કે વાંચી ને શરમ આવશે….

0
334

બોટાદના પોલીસ કોન્સ્ટેબલ મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે દુષ્કર્મ આચર્યા બાદ તેણે મહિલાનો અશ્લિલ વીડિયો બનાવ્યો તેવા પીડિતાએ આક્ષેપ કર્યા છે રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે વધુંમાં ફરી અમદાવાદમાં એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે સાંભળીને આપને નવાઈ લાગશે કે દુષ્કર્મ આચરનાર શખ્સ કોઈ બીજુ નહી પરંતું બોટાદનો પોલીસ કોન્સ્ટેબલ છે.

જે કોન્સ્ટેબલ સામે પીડિતાએ ફરીયાદ નોંધાવી છે. તે કોન્સ્ટેબલનું નામ મહેન્દ્રસિંહ ડોડીયા હોવાનું સામે આવ્યું છે. મહિલાએ ઘરેલું હિંસાનો કેસ નોંધાવ્યો હતો, જેની મદદને બહાને કોન્સ્ટેબલે તેને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ મામલે મહિલાએ અગાઉ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેને ન્યાય ન મળ્યો.

લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું.પીડિતાનું કહેવું છે કે કોન્સ્ટેબલ પહેલાથી પરિણીત હતો. તેમ છતા તેણે લગ્નની લાલચ આપી હતી. લગ્નની લાલચ આપીને તેણે દુષ્કર્મ આચર્યું અને બાદમાં પીડિતાનો અશ્લિલ વીડિયો બનાવી લીધો હતો તેવું પીડિતાનું કહેવું છે. સમગ્ર મામલે પીડિતાએ કંટાળીને કોન્સ્ટેબલ સામે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મહિલા PSI સામે ગંભીર આક્ષેપ.પોલીસે ફરિયાદ પીડિતાની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ આરંભી છે. પીડિતાએ આ મામલે મહિલા PSI શ્વેતા જાડેજા ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેનું કહેવું છે કે તેણે અગાઉ મહીલા પોલીસમાં કોન્સ્ટેબલ સામે અરજી કરી હતી. પરંતુ તેમણે કોન્સ્ટેબલ પાસેથી રૂપિયા લઈને આ મામલો રફેદફે કરી દીધો હતો.

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી ઉલ્લેખનીય છે કે પીડિતાએ એવો આક્ષેપ કર્યો છે કે આરોપી કોન્સ્ટેબલે તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. સાથેજ અગાઉ તેણે પીડિતાને માર પણ માર્યો હતો. જેથી સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ભરૃચ તાલુકાના એક ગામમાં રહેતી એક યુવતીને ત્રણેક વર્ષ અગાઉ યુવતીને તેની સખીના લગ્નમાં યુવક સાથે મુલાકાત થઇ હતી જે મુલાકાતથી યુવક યુવતી વચ્ચે મિત્રતા બંધાઈ હતી.યુવતીના પિતાની યુવતીના લગ્ન માટે અંકલેશ્વર તાલુકાના એક ગામ ખાતે એક યુવક સાથે લગ્ન માટે વાતચીત ચાલતી હતી જેની જાણ લંપટ યુવકને થતા યુવકે યુવતીને હું તારી સાથે લગ્ન કરીશ તુ અન્ય યુવક સાથે લગ્ન કરવાનુ કેમ કહે છે.

ત્યારબાદ યુવકે યુવતીના ઘરની બાજુમાં આવેલા એક ભાઈના ગભાણમાં યુવતીને મળવા બોલાવી લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે શરીર સુખ માણવા યુવતીની મરજી વિરૃધ્ધ માંગણી કરી હતી.ત્યારબાદ ત્રણથી ચાર વાર યુવતી સાથે શરીર સુખ યુવકે માણ્યા બાદ યુવતી સગર્ભા બનતા યુવકે યુવતીને તરછોડી દઈ ભરૃચ તાલુકાના એક ગામની યુવતી સાથે યુવકે લગ્ન કરી લીધા હતા.

જે બાબતે યુવતીએ યુવકને પુછતા યુવકે યુવતીને તારાથી થાય તે કરી લે તારી સાથે લગ્ન નહીં કરૃ અને તું આ બાબત કોઈને કહીશ તો યુવતીને બદનામ કરી નાંખવાની ધમકી પણ લંપટ યુવકે આપી હતી યુવતીને પોતાની તથા પોતાના પરિવારની આબરૃ જવાની બીકે યુવતીએ જાણ ઘરમાં કરી ન હતી.પરંતુ યુવતી સગર્ભા બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા યુવતીના માતા-પિતાએ યુવકના માતા-પિતાને સમગ્ર હકીકત જણાવતા લંપટ યુવકના માતા-પિતાએ યુવતીના માતા-પિતા સાથે ઉધ્ધતાઈભર્યુ વર્તન કરી મારો પુત્ર તમારી પુત્રી સાથે લગ્ન ઔનહીં કરે થાય તે કરી લેજો એમ પણ યુવતીએ પોલીસ ફરિયાદમાં લખાવ્યુ છે.

જે સંદર્ભે ભોગ બનનાર યુવતીએ લંપટ યુવક વિરૃધ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઉતરપ્રદેશના હાથરસની સામુહિક દુષ્કર્મની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી ગયો છે. બીજી તરફ દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે. ગઇકાલે જામનગરમાં સગીરા સાથે સામુહીક દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ રાજકોટમાં પણ દુષ્કર્મનો એક બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જસદણમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી જામનગરના શખ્સે તેને રાજકોટ તથા દિવની હોટલમાં લઇ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ લગ્નની ના કહી યુવતી સાથે ઝઘડો કરી તેને બેફામ ગાળો આપી હતી. બનાવ અંગે યુવતીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.દુષ્કર્મના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જસદણમાં રહેતી અને રાજકોટમાં પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરનાર યુવતીએ તાલુકા પોલીસ મથકમાં આરોપી તરીકે જામનગરમાં એરપોર્ટ રોડ પર સત્યમ કોલોનીમાં રહેતા કેતન દામજીભાઈ કાસુન્દ્રાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી રાજકોટમાં પીજીવીસીએલમાં નોકરી કરતા હોય તેમજ આરોપી કેતન પણ રાજકોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંને સાથે બસમાં આવતા જતા હોય તે દરમિયાન બંને વચ્ચે પરીચય થયા બાદ પ્રેમ પાંગર્યો હતો. આરોપી યુવતીને મળવા આત્મીય કોલેજ પાસે બોલાવતો હતો. બાદમાં લગ્નની લાલચ આપી આરોપી કેતન તેણીને રાજકોટની અલગ અલગ હોટલમાં તેમજ દીવમાં ઘોઘલા બીચ પાસે આવેલી હોટલમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.યુવતીએ લગ્નની વાત કરતા કેતને પોતાનો અસલ ચહેરો દેખાડ્યો હતો. લગ્નની સ્પષ્ટ ના કહી યુવતી સાથે ઝઘડો કરી તેને બેફામ ગાળો આપી હતી. જેથી યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અનુભવ થયો હતો. બાદમાં યુવતીએ આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી કેતન કાસુન્દ્રા સાથે આઈપીસીની કલમ 376, 406, 509 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ મામલે પીઆઇ જે.વી. ધોળાની રાહબરીમાં પીએસઆઈ એ.જી. અંબાસણા તથા પી.એમ.રાઠવા તપાસ ચલાવી રહ્યા છે.