પૈસા ગણતી વખતે ક્યારેય નાં કરો, આ ભૂલ નહીં રાતોરાત થઈ જશો કંગાળ……

0
415

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમને જાણવા મળશે કે કઈ ભૂલો ના કારણે લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને કેમ દૂર રહે છે તો ચાલો મારા વાહલા મિત્રો આપણે જાણીએ…દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પૈસા કમાવવા માંગે છે અને ખુશ રહેવા માંગે છે.  પૈસા કમાવવા માટે વ્યક્તિ ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ ઘણી વાર ઘણા પ્રયત્નો કર્યા પછી પણ વ્યક્તિ પાસે પૈસાની કમી હોય છે,.  શહેરના જ્યોતિષી પંડિત જગદીશ શર્મા કહે છે કે પૈસાની અછત હોય ત્યારે વ્યક્તિએ કયારેય પરેશાન ન થવુ જોઈએ.  ઘણી વખત આપણે આવા જ કામો જાતે કરીયે છીએ કે જેને કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને વ્યક્તિ આર્થિક રીતે નબળી પડી જાય છે.  જાણો તે કયા કામ છે…

“થૂંકનો ઉપયોગ કરશો નહીંપંડિત જી કહે છે કે વાસ્તુ મુજબ તમારા ઘરમાં જો તમારી પાસે ઘણા પૈસા છે, પરંતુ સમય આવે ત્યારે તે તમારા હાથમાંથી નીકળી જાય છે, તો સમજી લો કે તેમાં એક મોટી ખામી છે.  આ વાતનું હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે પૈસાની ગણતરી કરતી વખતે થૂંકનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.  જો તમે આ કરો છો, તો પછી તમેં પૈસાની સાથે સાથે લક્ષ્મીજીનો પણ અનાદર કરો છે.  જો પૈસાની નોટ એકસાથે ચોંટી રહી હોય, તો તમે બાઉલમાં થોડું પાણી લઈને પૈસાની ગણતરી કરો.

“પર્સમાં ખાવા-પીવાની વસ્તુ ન રાખવી”પંડિત જી કહે છે કે જે પર્સમાં તમે પૈસા રાખો છો તે પર્સમાં કયારેય કોઈ પણ ખાદ્ય ચીજો રાખશો નહીં . સાથે બાકી બિલ અથવા રસીદ પણ પર્સમાં ન રાખો .  વળી, સુતા સમયે રૂપિયા ક્યારેય પણ બેડની સાઈડ પર રાખશો નહીં.  ઓશીકું નીચે પૈસા મૂકવાને કારણે લક્ષ્મીજી ગુસ્સે થાય છે.ઘરમાં જે તિજોરીમાં પૈસા રાખતા હોવ તેમાં લક્ષ્મીજી ને કૌડી અથવા ગોમતી ચક્ર સાથે રાખો. આ ઉપરાંત, જ્યારે પણ પૈસા હાથમાંથી અથવા પર્સમાંથી પડે છે, ત્યારે તેને કપાળ પર મૂક્યા પછી જ તમારા પર્સમાં રાખો.તયરબાદ ચાલો મિત્રો જાણીએ આ 10માંથી કોઈ એક ઉપાય શુક્રવારના રોજ કરો, દેવી લક્ષ્મીની સદૈવ કૃપા રહેશે : લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો કહેવાય છે. આજના દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો કહેવાય છે. આજના દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જાતકોને ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી. જો તમે પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો આજના દિવસે અહીં જણાવેલા ઉપાયોમાંથી કોઈ એક ઉપાય  કરો તો બરકત આવશે. 1. ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. 2. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.

3. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચવિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાત મંત્રનો 108 વાર જાપ કરો. 4. દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે. 5. શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ઓમ નમ: મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે6. શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.

7. જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ  હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે. 8. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે. 9. જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે. 10. શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.

ધનની આવશ્યકતા કોને ન હોય? જો માણસને ધનની કમી હોય તો નાનામા નાની ઇચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. માણસ નોકરી ધન કમાવવા માટે જ તો કરતો હોય છે. પરંતુ આ પૈસા કાંતો પાણીની જેમ વહી જાય છે કાં પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે, અને પછી અંતમા તમે એવું જ વિચારો છો કે પૈસા બચી શકે અને આર્થિક સ્થિતિ સુધરે તે માટે શું કરવું જોઇએ?ધનની દેવી : માત્ર ઇચ્છા રાખવાથી જ ધન નથી મળી જતું પરંતુ તેના માટે મહેનતની સાથોસાથ ધનના દેવી મા લક્ષ્મીને પણ પ્રસન્ન કરવાં પડે છે. મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવી છે અને શુક્રવારે એમના આ ખાસ ઉપાય કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થતાં હોય છે અને ઘરમા ધનની વર્ષા કરે છે. માટે જ જે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે, એમણે શુક્રવારે મા લક્ષ્મીની પૂજાની સાથે આ ઉપાયો જરૂર કરવા જોઇએ.

મા લક્ષ્મીનો મંત્ર : શુક્રવારે વહેલી સવારથી જ મા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો શરૂ કરી દો. આની સાથે જ તમારા ઘરના મંદિરમાં ઘીનો દિવો પ્રગટાવો અને પછી મા લક્ષ્મીની સામે બેસીને 108 વખત ‘ॐ શ્રીં શ્રીયે નમઃ’નો જાપ કરો.મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો : લક્ષ્મી માતાની પૂજા-અર્ચના કરો અને આની સાથે જ ઘરના મુખ્ય દરવાજા પર હળદર અને પાણીનો છંટકાવ કરો. જો તમને આ ઉપાય કરવામાં કોઇ સમસ્યા સર્જાય તો મુખ્ય દરવાજા પર એક લોટો પાણી પણ નાખી શકો છો.

ઉપવાસ કરો : ધન પ્રાપ્તિ માટે શુક્રવારે ઉપવાસ રાખો. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. સતત ત્રણ શુક્રવાર સુધી ભૂલ્યા વિના આ ઉપાય અજમાવવા.પીપળાના વૃક્ષની પૂજા :ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે તે માટે પીપળાના વૃક્ષના છાયામાં ઉભા રહીને ત્રાંબાના વાસણ વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ ભેળવીને પીપળાના થડમાં આ પાણી ચઢાવો. આવું કરવાથી મા લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહેશે.