પત્ની અને ભત્રીજી એક જ યુવક સાથે કરી રહી હતી એક જ રુમમા રોમાંસ, ત્યા અચાનક આવી ગયો તેનો પતિ અને પછી….

0
1353

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે આણંદ જિલ્લાના ભાદરણ માં બન્યો હતો અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના આણંદ જિલ્લાનાં ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રોડ પરથી ગત મંગળવારે ધુવારણનાં યુવકની ગળે ટુંપો આપી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યા કરનાર પરપુરૂષનાં પ્રેમમાં અંધ બનેલી પત્ની અને તેનાં પ્રેમી સહીત પાંચ જણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ગત મંગળવારનાં રોજ સવારમાં મોટી શેરડી ગામથી ધનાવશી રોડની સાઇડ ઉપર આવેલ તલાવડી પાસેથી અજાણ્યા યુવકનાં ગળે ટુંપો આપી હત્યા કરાયેલી મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.

પોલીસે તપાસ કરતા મૃતક યુવાન ધુવારણ ગામનો અજય દિનેશભાઇ તરીકે ઓળખ થતા ભાદરણ પોલીસે તપાસ હાથ ધરી હતી તેમજ પોલીસને અજય ની પત્નીને તેમજ તેઓની ભત્રીજીને અન્ય યુવક સાથે સબંધ હોવાની માહીતી મળતા પોલીસે મૃતકની પત્ની મનિષાબેનનાં પ્રેમી કંકાપુરા ગામનાં અર્જુનભાઈ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર અને મૃતકની ભત્રીજીનાં પ્રેમી ધનશ્યામભાઈ ભાઈલાલભાઈ પરમારને ઝડપી પાડી ઝીણવટભરી પુછપરછ કરતા બંન્નેએ પોતાનાં સાગરીતો સાથે મળી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

મરનાર યુવક અજય ની પત્નીને અર્જુન સાથે પ્રેમ સંબધ હોઈ તેમાં પતિ અજય નો કાંટો નડતો હતો તેમજ મરનારની ભત્રીજી સાથે ધનશ્યામને પ્રેમસંબધ હોઈ આ પ્રેમસંબધમાં પણ અજય નડતરરૂપ હતો અને આ ધટનાનાં ચાર દિવસ પૂર્વે અજય ને પોતાની પત્ની મનિષાને અર્જુન સાથે પ્રેમસંબધ હોવાની જાણ થતા તેણે પત્ની મનિષા ને ઠપકો આપ્યો હતો તેમજ ભત્રીજીનાં પ્રેમસંબધની જાણઁ થતા અજયે તાત્કાલીક ભત્રીજીની સગાઈ અન્ય સ્થળે કરી દેતા અર્જુન અને ધનશ્યામએ મનિષા સાથે મળીને અજય ની હત્યા કરવાની યોજના બનાવી હતી.

યોજના મુજબ મનિષા પોતાનાં પતિ અજયને બદલપુર ગામે લઈને આવી હતી અને ત્યાંથી અજય ને રીક્ષામાં બેસાડીને અર્જુન તેમજ ધનશ્યામએ પોતાનાં માસીયાઈ ભાઈ કુલદિપસિંહ ઉર્ફે કુદો અને મિત્રો ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સિંધા અને લાલજીભાઈ અરવિંદભાઈ ઉર્ફે અનુભાઈને બોલાવી લીધા હતા અને ત્યારબાદ તેઓ ફરતા ફરતા છીણપુરા સીમમાં અજય ને દોરડી વડે ગળે ટુંપો આપી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ યોજના મુજબ અજય ના મૃતદેહને ગંભીરા નદીમાં ફેંકી દેવા રીક્ષા લઈને નિકળ્યા હતા.

મૃતદેહને નદીમાં ફેંકવા ગયેલા હત્યારાઓને પકડાઈ જવાની બીક લાગતા તેઓ મોટી શેરડી ગામથી ધનાવસી રોડ પર તળાવડી પાસે મૃતદેહને ફેંકીને ફરાર થઈ ગયા હતા અને આ પોલીસે હત્યાનાં બનાવમાં અર્જુનભાઇ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર, ધનશ્યામભાઇ ભાઇલાલભાઇ પરમાર કુલદિપસિંહ ઉર્ફે કુદો દિલીપસિંહ પરમાર, લાલજીભાઇ અરવિંદભાઇ ઉર્ફે અનુભાઇ પરમાર, મનિષાબેન ને ઝડપી પાડયા હતા જયારે ધર્મેન્ર્દસિંહ અમરસિંહ સિંધા ખોડુભાઇ પ્રભાતસિંહ પરમારને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથા હત્યાનાં ગુનામાં ઉપયોગમાં લીધેલ રસ્સો, પીઆગો રીક્ષા નંબર વગરની, મરણજનારનું બાઇક, મરણજનારનો મોબાઇલ ફોન, એક પેન ડ્રાઇવ, મરણજનારનું ચ૫પ્લ-૧, આધાર-ચુંટણી કાર્ડ કબ્જે કરીને ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ નડિયાદ તાલુકાના સલુણ ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા ઠાસરા તાલુકાના મલાઈ ગામના યુવાનને તેની પત્નીના આડાસંબંધની જાણ થઈ જતા પત્નીને પોતાના ઘરે લઈ જતા રસ્તામાં પત્ની,તેણીનો પ્રેમી સહિત ત્રણ જણાંએ બળજબરીપૂર્વક ધતુરાના પાન અને ધતુરાના દૂધ આંખોમાં તથા મોંઢામાં નાખી ઈજાઓ પહોંચાડતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ યુવાનને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેના નિવેદનના આધારે મહુધા પોલીસે પત્ની,પ્રેમી સહિત ત્રણ જણાં સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઠાસરા તાલુકાના મલાઈ ગામમાં રહેતા પુરૂષને નદિયાદતાલુકાના સલુણ ગામમાં રહેતી મહિલા સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ પુરૂષ તરીકે પોતાની સાસરીમાં જ રહેવા લાગ્યા હતા. જે દરમ્યાન તેમની પત્નીને ઉમરેઠ તાલુકાના રતનપુરામાં રહેતા અન્ય એક પુરૂષ સાથે આડોસંબંધ બંધાઈ જતા જેની જાણ પતિને થતા તેઓ ચોંકી ઉઠયા હતા. જેથી પતિ પત્નીને પોતાના વતનમાં લઈ જવા માટે ગત તા.૨૪મીના રોજ તેઓ સલુણ ગામના બસસ્ટેન્ડે આવ્યા હતા. તે વખતે પતિ તેમની પત્ની અને અન્ય એક મહિલા પણ સાથે હતા. જેથી ત્રણેય જણાં રીક્ષામાં બેસી મલાઈ જવાના રવાના થયા હતા.

દરમિયાન નડીયાદ ડાકોર રોડ ઉપર રીક્ષા આવતા રસ્તામાં પત્નીનો પ્રેમી પણ રીક્ષામાં સાથે બેસી ગયો હતો. બાદમાં વણસોલ પાટીયા પાસે રીક્ષા પહોંચતા પત્નીએ પતિની આંખો ઉપર હાથ મુકી મોંઢુ દબાવવા જતા અન્ય સ્ત્રીએ પતિના હાથ પકડી રાખ્યા હતા. જેથી પ્રેમીએ પોતાના ખિસ્સામાંથી ધતુરાના પાન અને ધતુરાના દૂધને પતિની આંખો તથા મોંઢામાં નાખી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.મિત્રો ત્યારબાદ આજુબાજુના લોકોએ પતિને તાત્કાલીક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ અંગે ભાલેજ પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને તેમના નિવેદન લઈ આ બનાવ અંગે પતિની ફરીયાદના આધારે પત્ની, અન્ય સ્ત્રી અને પ્રેમી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.