પતિએ લગ્નના સાત મહિના પછી પત્ની ને તુ બોવ જાડી છે તેવુ કહીને કર્યુ એવુ કામ,જાણી ને તમે પણ ચોકી જશો….

0
411

આપણા ભારત દેશમા અવારનવાર મહિલાઓ ઉપર થતા અત્યાચારના કેસો સામે આવ્યા કરે છે જેના કારણે સરકાર ઘણા બધા પગલા ભર્યા છે પરંતુ હજુ સુધી તેની ઉપર કોઈ રોક લગાવી શકિ નથી અને આજ કારણે લોકો મહિલાઓ ઉપર અત્યાચાર કરતા રહે છે જેમા બળાત્કાર અપહરણ, હત્યા, ગેંગરેપ, જેવા કિસ્સા સામે આવે છે અને આવો જ એક કીસ્સો સામે આવ્યો છે અમદાવાદ શહેર માથી જ્યા એક પતિએ લગ્નના 7 મહિના બાદ તેની પત્નિને તેવુ કહીને ઘરમાથી કાઢી મુકી કે તુ બોવ જાડી છુ અને જો તારે હવે આ ઘરમા રહેવુ હોય તો તારા પિયર માથી 5લાખ રુપિયા લઈને આવ તો જ રાખીશું તો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સામાં બન્યુ છે એવુ કે અમદાવાદ શહેરના મહિલા પોલીસસ્ટેશનમાં એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે અને તે યુવતીનો આક્ષેપ છે કે તેનો પતિ લગ્નના 7જ માસમાં તે જાડી છે અને ગમતી નથી તેમ કહી ત્રાસ આપવા લાગ્યો હતો અને સાસુ સસરા અને પતિ પિયરમાંથી પાંચ લાખ રુપિયા લાવવા માટે પણ દબાણ કરતા હતા અને આ બધું સારું થાય તે માટે અનેક માસ પિયરમાં રોકાયા બાદ યુવતી સાસરે આવી તો પતિએ મરી જવાની ધમકી આપી હતી અને એક દિવસ યુવતી રિક્ષામાં પરત આવી તો રિક્ષાવાળો ધણી થાય છે તેમ કહી પુત્રવધુનું સસરાએ અપમાન પણ કર્યું હતું.

મિત્રો આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે જેમા મળતી માહિતી મુજબ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીના વર્ષ 2019 માં લગ્ન થયા હતા અને લગ્નના છ માસ બાદ આ યુવતીને તેના પતિએ ત્રાસ આપવાનું શરૂ કરી તું જાડી છે મને ગમતી નથી મારા મા બાપે જબરદસ્તીથી લગ્ન કરાવ્યા છે તેમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ અને ત્યારબાદમાં પતિએ નવો ફ્લેટ લેવો છે તેમ કહી પત્નીને પિયરમાંથી પાંચ લાખ લાવવા દબાણ કર્યું હતું.

મિત્રો તમને જણાવી દઇએ કે યુવતીએ પિયરજનોની પરિસ્થિતિ સારી ન હોવાથી ના પાડી દીધી હતી જેથી એક દિવસ પિયરમાં કોઈની તબિયત પૂછવા યુવતી ગઈ ત્યારે ઓફિસથી પરત ફરતી વખતે પતિને લઈ જવા કહ્યું હતું જોકે આ બધા કારણોસર તે પત્નીને લઈ ગયો ન હતો અને યુવતીને ભાડે રીક્ષા કરીને આવવું પડ્યું હતું અને રિક્ષામાં આવતા જ યુવતીના સસરાએ જાહેરમાં રિક્ષાવાળો તારો ધણી થાય છે તેમ કહી યુવતીનું અપમાન કર્યું હતું.

અને બાદમાં યુવતીના સસરાએ યુવતીના મોટાભાઈને તે હજુ આવી નથી તેવું તેની હાજરીમાં જ ખોટું બોલી તેના ચારિત્ર્ય પર શંકાઓ કરાવી હતી અને આ બધી બાબતો વચ્ચે એક દિવસ યુવતીને તેની સાસુએ પણ કહ્યું કે મારા દીકરાને તું ગમતી નથી પાંચ લાખ લઈ આવે તો જ રાખીશું તેમ કહી પુત્રવધૂને બીભત્સ શબ્દો બોલ્યા હતા અને બાદમાં યુવતીના પતિએ પણ કહ્યું કે, તું અહીં આવીશ તો હું મરી જઈશ. આશરે સાત એક માસ પિયરમાં રોકાયા બાદ યુવતીથી સાસરિયાઓ નો ત્રાસ સહન ન થતા તેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મિત્રો આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે અને એક આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જે ઉત્તર પ્રદેશ ના આઝમગઢ મા જોવામાં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે અને આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

દોસ્તો ઉત્તર પ્રદેશ ના આઝામગઢ મા એક પતિને તેની પત્ની એ શારિરિક સબંધ બનાવવાની ના પાડી તો તે પતિ એ તેની પત્નીની હત્યા કરી દીધી અને આટલુજ નહી પરંતુ આ ઘટના પછી આરોપીએ પત્ની ની હત્યાને આત્મહત્યા નુ રૂપ આપવા તેના શવ ને ફાસી ના ફંદા ઉપર લટકાવી પોલિસને ગુમરાહ કરવાની પણ કોશિશ કરી પરંતુ પોલિસ ની તપાસ દરમિયાન આરોપીની ચતુરાઈ કામે ના આવી અને તેની ધરપકડ કરી લીધી

મિત્રો રાજુ આઝમગઢની કોઇ પ્લાસ્ટીકની કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નના થોડા સમય સુધી પતિ પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ લગ્નના થોડા સમય બાદથી રાજુ વારંવાર તેની પત્ની પર વહેમ રાખી અવાર નવાર મારઝૂડ કરતો હતો આઝમગઢ જિલ્લા ના મેહનાઝ પોલિસ સ્ટેશન ના એક ગામમા બે દિવસ પેહલા શંકાસપ્દ પરિસ્થિતિ મા એક મહિલાનું મૃત્યુ થયુ હતુ અને પોલિસ ની શરુઆતની તપાસમા મહિલા ના પરિવારો તેને આત્મહત્યા બતાવી રહ્યા હતા પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આવવાથી સાચી હકીકત બધાની સામે આવીજ ગઈ.

આઝમગઢ ના એસપી ત્રિવેણી સિંહે મામલા ની તપાસ કરતા કહયુ કે આરોપી રાજુ ની પત્ની નો કોઈ બીજા વ્યક્તિ સાથે ગેરકાયદેસર ના સબંધ હતા અને આજ કારણો થી તેમની બંન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા પણ થતા હતા અને આજ કારણ થી તેની પત્ની તેના પતિ સાથે શારિરિક સબંધ બનાવવાની ના પાડતી હતી છેલ્લા દિવસે જ્યારે રાજુએ તેની પત્ની સાથે શારિરિક સબંધ બનાવવાનું કહયુ તો તેની પત્ની એ તેને ના પાડી દીધી તો રાજુ એ ગુસ્સામા આવી ને તેની પત્ની ની હત્યા કરી દીધી.

પોલિસે તપાસ દરમ્યાન જણાવ્યુ કે પત્નીની હત્યા કર્યા પછી રાજુએ પોલિસ ને ગુમરાહ કરવાના ઇરાદા થી હત્યા ને આત્મહત્યા નુ રૂપ આપવાની કોશિશ કરવામા આવી તેણે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ શવ ને ફાસી ના ફંદા સાથે લટકાવી દીધુ અને ત્યારબાદ પોલિસ ની તપાસ દરમિયાન તેમણે પન એવુ જ જણાવ્યુ કે તેમણે આત્મહત્યા કરી છે પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ થી તેના પતિ ની ચતુરાઈ નો પર્દાફાશ થઈ ગયો અને ત્યારબાદ પોલિસે આરોપી ની ધરપકડ કરી ને મામલા ને યોગ્ય રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે