પાકિસ્તાનમાં પણ છે હનુમાનજીનું મંદિર,તસવીરો માં કરીલો દર્શન .

0
209

પહેલાના સમયમાં દેશોની કોઈ સીમાઓ ન હતી ત્યારે રાજા રાજવાળાઓની પોતાના રાજ્યની હદો હતો.પરંતુ જ્યારે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયો ત્યારે દરેક દેશની પોતાની અલગ અલગ સરહદો કરી દેવામાં આવી.જેમાં ભારત પાકિસ્તાનમાં સરહદો અલગ પાડવામાં આવી ત્યારે ઘણા ઝગડાઓ થયા હતા અને ત્યાર બાદ બંને વચ્ચે સીમા એક સીમા નક્કી કરવામાં આવી હતી.

આપણા ભારત દેશમાં લાખો મંદિરો છે જેમાં લોકો વિચારે છે કે ચારધામની યાત્રા કરીએ એટલે આપણું જીવન સફળ થયું તેમ માનવામાં આવે છે.ભારતમાં અનેક જાતિઓ રહે છે આ વાત એટલી જ સાચી પડે છે,પાકિસ્તાનની મધ્યે આવેલા હિન્દુ મંદિર વિશે જે હજારો વર્ષોથી અડિખમ ઊભું છે ભાગલાની એને જાણે કશી અસર જ નથી થઇ.ધર્મને કદિ દુનિયાની કોઇ તાકાત નેસ્તનાબુદ કરી શકી જ નથી.

ચાહે પછી ગમે એવા આક્રમણો,લૂંટ ઇત્યાદિ કાંઇપપાકિસ્તાનમાં આજે પણ હિન્દુઓના ઐતિહાસિક મંદિર છે. આ મંદિરોની પોતાની માન્યતા છે. કરાંચીના આ 1500 વર્ષ જૂના પંચમુખી હનુમાન મંદિરમાં આજે પણ ઘણા લોકો જાય છે. પાકિસ્તાનની પત્રકાર રીમા અબ્બાસીએ પાકિસ્તાનમાં રહેલા હિન્દૂ મંદિરો પર એક બુક લખી છે.

એમ જ ભલે સ્પેન અને ઇંગ્લાન્ડએ મધ્ય અમેરીકાના મેક્સિકોની આસપાસ સુગંધ રેલાવી રહેલી દુનિયાની બે મહાનત્તમ સંસ્કૃતિને નષ્ટ કરી નાખી હોય,એનું સુવર્ણ ફ્રાન્સિસ્કો પિઝારોએ વહાણો ભરીને લૂંટી લીધું હોય પણ એ સંસ્કૃતિની ફોરમ તો આજેય યાદ છે.ભલે એ સંસ્કૃતિ ના હોય,એને લગતા વિચારો તો છે ને અને એ જ ઊર્જા છે સૃષ્ટિ સંચાલકની અગણિત શાખાઓની.એમ તો મિસરની સંસ્કૃતિ મીટ્યાને આજે કેટલાં વર્ષો થઇ ગયાં.

હજી એની વાતો-એની ભવ્યતા જીવિત નથી શું.ણ કરી લે ભારત પર થયેલા અગણિત આક્રમણો કદિ ભારતીય સંસ્કૃતિને મીટાવી શક્યા નથી.પાકિસ્તાનમાં છે એક એવું મંદિર જ્યાં ભગવાન રામ પહોચ્યા હતા. 17 લાખ વર્ષ પહેલાં બનેલા આ પંચમુખી હનુમાન મંદિરમાં બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

પાકિસ્તાનનાં સિંઘ પ્રાંતના કરાચીમાં સ્થિત આ મંદિરનું પુર્નનિર્માણ 1882માં કરવામાં આવ્યું હતું. મંદિરમાં પંચમુખી હનુમાનની મનમોહક પ્રતિમા સ્થાપિત છે.અહિં વાત કરવી છે,પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાનના મંદિરની.આ મંદિર પાકિસ્તાનની બીજા નંબરની અને આર્થિક રાજધાની કહેવાતા કરાંચીમાં આવેલ છે.કહેવાય છે કે,આ મંદિર હજારો વર્ષ જુનું છે અને તેમનો સબંદ ત્રેતાયુગ સાથે છે.

ભગવાન હનુમાનના આ મંદિરમાં પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.અને અન્ય ધર્મના લોકો પણ હનુમાનની સામે શિશ ઝુકાવે છે.જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યાં ત્યારે આ મંદિરમાં ભારતભરમાંથી પુષ્કળ સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા.પણ હિજરત પછી અહિં એ સંખ્યા જોવા નથી મળતી.એવું કહેવામાં આવે છે કે, હનુમાનજીની આ મૂર્તિ ડોઢ હજાર વર્ષ પહેલાં પ્રગટ થઇ હતી.

જ્યાંથી મૂર્તિ પ્રગટ થઇ હતી ત્યાંથી માત્ર 11મુઠ્ઠી માટીને હટાવવામાં આવી અને મૂર્તિ સામે આવી ગઇ. જોકે, આ રહસ્યમય મૂર્તિનો સંબંધ ત્રેતાયુગથી છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરના દર્શન ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને જસવંત સિંહ પણ કરી ચૂક્યા છે.અર્થાત્ એવું પણ નથી કે અહિં સાવ પાંખી હાજરી હોય છે દર્શનાર્થીઓની.અનેકધર્મી લોકો અહિં આવે છે દર્શનાર્થે અને પોતાની માંગણીઓ સ્વીકારવા વિનંતી કરે છે.અને કહેવાય છે કે,હનુમાન બધાંની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

આ મંદિર અત્યંત પુરાણુ હોવાનું કહેવાય છે.અમુકના કહેવા પ્રમાણે આ મંદિર ૧૫૦૦ વર્ષ જુનું છે.પણ મોટે ભાગે આ મંદિર એથી પણ વધારે પુરાણુ હોવાનું કહેવાય છે.તેત્રાયુગ સાથે તમનો સબંધ હોવાની પ્રચલિત માન્યતા છે.ભગવાન રામે પણ આ પવિત્ર ભૂમિ પર ચરણ મુક્યા હતાં એ વાત પણ બહુ પ્રખ્યાત છે.એ માટે આ મંદિરને રામયુગ સાથે જોડવામાં આવે છે.આ મંદિર અત્યંત પુરાણુ છે.

પણ હાલ જે મંદિર છે તે ઇ.સ.૧૮૮૨માં બનાવેલ હોવાનું કહેવાય છે.આ મંદિરનું પુન:નિર્માણ આ વખતે થયેલું એમ માનવામાં આવે છે.કરાંચીમાં આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરના દર્શન કરવા માટે ભારતમાંથી પણ લાખો લોકો જાય છે.અહીંયા ભગવાનના દર્શન કરી લોકો પોતાના દુઃખ સંકટમાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરે છે.મંદિરમાં રહેલી હનુમાનની મૂર્તિને ચમત્કારિક માનવામાં આવે છે.

કહેવાય છે કે,આ મૂર્તિ સ્વયં ભૂ રીતે ધરતીમાંથી પ્રગટ થઇ છે.એની પાછળનો ઇતિહાસ કંઇક આવો છે.કહેવાય છે કે,પ્રાચીન વખતમાં એક સાધુ ભક્તએ અહિં ભગવાન હનુમાનની આરાધના કરેલી.તેમના તપથી પ્રસન્ન થઇને હનુમાને એક દિવસ સપનામાં તેમને દર્શન આપ્યા અને કહ્યું કે,અહિં જમીનમાં મારી મૂર્તિ રહેલી છે.તેને બહાર કાઢજે.
આ મંદિરનો ઇતિહાસ ૧૭ લાખ વર્ષ જૂનો છે.

અને આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા ઘણી ભીડ લાગેલી હોય છે.એવું કહેવામાં આવે છે કે પાકિસ્તાનમાં રહેલા સુરક્ષિત મંદિરોમાંથી એક આ પંચમુખી હનુમાનજીનું મંદિર છે.હનુમાનજી એ પોતે કહ્યું હતું કે એમાં હું સ્વયંભૂ રીતે સમાયેલો છું.એ પછી જમીનમાં ૧૧ હાથ ખોદવાથી આ મૂર્તિ નીકળી આવી હતી.કહેવાય છે કે,મંદિરને અને ૧૧ના અંકને પણ પરસ્પર કોઇ જાતનો સબંધ છે.

મંદિરના ગર્ભગૃહની ફરતે પણ ૧૧ પરાક્રમા કરવાનો ધારો છે.એમ કરવાથી યાચકની માંગણી પૂર્ણ થાય છે.દર વર્ષે હજારો ભક્તો આ સ્વયંભૂ પંચમુખી હનુમાનની આગળ શિશ ઝુકાવવા આવે છે.કોઇ ધાર્મિક ભેદભાવ વિના ! આવીને શિશ ઝુકાવીને પોતાના દુ:ખો હનુમાનની સમક્ષ મુકે છે.અને કહેવાય છે કે કૃપાનાથ એમની માંગણીઓ સંતોષે છે.પાકિસ્તાનની ધાર્મિક રીતે ઝંઝાવાતી ભૂમિ પર અહિં મીઠી વીરડી સમાન નારો ગુંજી ઉઠે છે.