પોતાની હવસ ના સંતોષતા આ નરાધમ યુવકે યુવતીની એવી હાલત કરી નાખી કે જાણીને પગ નીચે થી જમીન ખસકી જશે….

0
785

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક પાડોશી યુવક આવી પરણિત મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો અને આ વાતનો વિરોધ કરતા મહિલા અને તેની 12 માસની બાળકી પર દાતરડાથી હુમલો કર્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સાણંદ વડનગરની છે જેમાં એક પરણિત મહિલા પર જબરદસ્તી કરતા મહિલાએ આ વાતનો વિરોધ કર્યો હતો તો આરોપી ઉશ્કેરાઈ ને મહિલા અને તેની 12 માસની બાળકી પર દાતરડા ના ઘા મારી લોહી લુહાણ હાલતમાં કર્યા હતા.તમને જણાવી દઈએ કે આ યુવક તેમના પડોશમાં રહેતો હતો અને આ યુવતીનો પતિ નોકરી કરવા માટે ગયો હતો જે હાલમાં જ પોતાના વતનથી પાછા ફર્યા હતા.

સાણંદ વડનગરમાં રહેતા યુવકે પોતાની હવસ ન સંતોષાતા 22 વર્ષીય યુવતી અને તેની 12 માસની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારો આરોપી પકડાઇ જતાં સમગ્ર પ્રકરણ ખૂલ્યું હતું.આ અંગેની વિગતો એવી છે કે, વડનગરમાં મૂળ બિહારનો પરિવાર રહેતો હતો. 22 વર્ષીય પરણીત યુવતી અને 12 માસની પુત્રી ઘરે એકલા હતા ત્યારે પરિચીત યુવક ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસીને તેણે યુવતી સાથે બળજબરી શરૂ કરી હતી. જોકે, પરિણીતાએ યુવકનો પ્રતિકાર કરતાં જ તેને દાતરડાના ઘા ઝીંકી દીધા હતા. યુવતીના ખભે 12 માસની બાળકી હતી તેને પણ આ શખ્સે દાતરડું ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધી.

નોંધનીય છે કે, મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રણેક વર્ષથી સાણંદ તાલુકાના વડનગર ગામમાં ભાડાના મકાનમાં રહીને નજીકની ફેક્ટરીમાં કામ કરતા રોહિત સવારે નોકરીએ ગયા હતા. ઘરે પત્ની સીતા અને 12 માસની પુત્રી પ્રિયા એકલા હતા. બપોરે સ્થાનિકનો રોહિત પર ફોન આવ્યો કે તેમના ઘરે પોલીસ આવી છે.રોહિત ઘરે આવ્યા અને જોયું તો તેમની પત્ની અને પુત્રી લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. હત્યા થઇ હોવાનું માલૂમ થતાં જ રોહિત ભાંગી પડ્યા હતા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકોએ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી પ્રદીપ પહેલા આ જ મકાનમાં નીચેના ભાગે રહેતો હતો અને મૃતક યુવતી અને તેનો પરિવાર ઉપરના માળે રહેતો હતો.બપોરે યુવતીની બૂમાબૂમ સંભળાતા જ લોકો દોડી આવ્યા હતા. દરમિયાન આરોપી પ્રદીપ દાતરડું લઇને ભાગવા જતો હતો, પણ લોકોએ તેને ઝડપીને પોલીસને સોંપી દીધો હતો. નોંધનીય છે કે, કોરોનામાં ફેક્ટરી બંધ હોવાથી રોહિત તેમના પરિવાર સાથે વતન ગયા હતા.તેમજ સોમવારે પરત આવ્યા હતા.

રોહિતે આરોપી પ્રદીપ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાવતા આક્ષેપ કર્યો કે તે પહેલા તેમની સાથે જ ફેક્ટરીમાં કામ કરતો હતો અને ક્યારેક ઘરે આવતો હોય બન્ને પરિવાર એક બીજાથી પરિચીત હતા. અમીન્દરે છેલ્લા પંદરેક દિવસથી નોકરી પણ છોડી દીધી છે. રોહિતે આશંકા વ્યક્ત કરી છે કે, તે પત્ની સીતા સાથે બળજબરી કરવા ગયો હતો. સીતાએ ના પાડતા તેની અને દીકરીની હત્યા કરી નાખી. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળી તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદમાં દિનપ્રતિ છેડતીના બનાવ સતત વધી રહ્યા છે. મહિલા ઘરની બહાર તો સુરક્ષિત નથી જ પરંતુ હવે તો મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. જી હા, મહિલાઓ સાથે થતી છેડતીના કિસ્સોમાં વધુ એક કિસ્સો નોંધાયો છે. નિકોલમાં રહેતી એક મહિલાએ તેના ભાઇની રીક્ષા યાસીન નામના વ્યક્તિને ભાડે આપી હતી. આ દરમિયાન ભાડું આપવાના બહાને યાસીને તેના ઘરે આવ્યો હતો.

આ શખ્સે ભાડું આપવાના બહાને મહિલાની એકલતાનો ગેરલાભ લઇને તેની સાથે બળજબરી કરી હતી. મહિલાએ બૂમાબૂમ કરતા આખરે આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો, નિકોલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.નિકોલમાં રહેતી ૪૯ વર્ષીય મહિલા પુત્રો અને પુત્રી સાથે રહે છે. મહિલાએ બે લગ્ન કર્યા હતા. મહિલા હાલ બંને પતિના બાળકો સાથે રહે છે. મહિલાના ભાઇએ તેની રીક્ષા તેને આપી હતી.

થોડા સમય પહેલા મહિલાએ તેના ભાઈએ આપેલી રીક્ષા શાહઆલમના યાસીન છીપાને આપી હતી. યાસીન છીપા નિયમિત રીક્ષાનું ભાડું પણ આ મહિલાને ચૂકવતો હતો. ભાડું આપવાના બહાને યાસીન મહિલાના ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ યાસીન મહિલા સાથે બળજરબી કરવા લાગ્યો હતો. યાસીનની હરકતથી ડરી ગયેલી મહિલાએ પોતાના પર બળાત્કાર થશે તેવા ડરથી બૂમાબૂમ કરતા યાસીન ત્યાંથી ભાગી ગયો હતો.

યાસીન ફરી મહિલાના ઘરે આવ્યો અને તેના તાબે થવા ધમકી આપી હતી. આ ઉપરાંત તાબે નહીં થાય તો વિચાર્યું નહીં હોય તેવું થશે તેમજ કોઈને કહેશે તો તેના દીકરાઓને મારી નાખશે એવી ધમકી પણ આપી હતી. મહિલાએ આખરે સમગ્ર વાત પોતાના સંતાનોને કરતા આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં યાસીન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદમાં પોલીસે યાસીનની ધરપકડ કરી હતી.