નવજાત બાળકને કેદ પર લઈને ડ્યુટી કરે છે આ મહિલા ટ્રાફીક પોલીસ,આ દ્રશ્ય જોઈ દરેકલોકો કરી રહ્યાં છે વાહ વાહ….

0
76

આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેમાં સ્ત્રીને તેની નોકરી પ્રત્યેનો લગાવ જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા.જેને પણ આ આ મહિલા ને જોઈ એ લોકો આ મહિલા ની વાહ વાહ કરતા નથી થાકતા.ઘણીવાર તમે લોકોને એશો આરામની જિંદીગી જીવતા જોયા હશે.અને એમ ઘણા એવા લોકો એવા પણ છે જેઓ તેમની નોકરી પ્રત્યે ખૂબ બેદરકારી રાખે છે.પરંતુ આજે અમે જે મહિલા કોન્સ્ટેબલની વાત કરી રહ્યા છીએ.

એમને પોતાની ઈમાનદારી થી લાખો લોકોને દિલ જીતી લીધા છે.જણાવી દઈએ કે આ મહિલાની કામગીરી લોકો સુધી પહોંચાડનાર આ અભિનેત્રી છે.વાત એમ છે કે બોલિવૂડ ની સ્વરા ભાસ્કરેતાજેતરમાં જ એક મહિલા ટ્રાફિક પોલીસ પર કૉમેન્ટ કરી હતી જેના હાથમાં તેનું બાળક દેખાય છે.અને હાલ સ્વરા એ શેર કરેલો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.લોકો આ મહિલાનું કામ જોઈ એના અને એના બાળક માટે દુવા કરે છે.

જણાવી દઈએ કે જ્યારે આ મહિલા નું કામ સ્વરા એ જોયું તો એને પણ આ મહિલાસલામ કરી.અને એનો એક વીડિયો જે સોસીયલ મીડિયા પર વાયરલ હતો એને પણ શેર કર્યો હતો.સ્વરા ભાસ્કરે આ વાયરલ વીડિયો ફરીથી શેર કર્યો છે,જે ચંદીગઢની મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકાનો છે.આ વિડિઓમાં તેણીના ખોળામાં નાના બાળક સાથે કામ પર પોસ્ટ થઈ છે અને ટ્રાફિકને નિયંત્રિત કરતી જોવા મળે છે.આ વીડિયોને શેર કરતાં લખ્યું છે કે, ચંદીગઢ પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકા તેના ખોળામાં બાળક સાથે ટ્રાફિક નિયંત્રિત કરે છે. તે સેક્ટર 23-24 માં પોસ્ટ છે.તેમની ભાવનાને સલામ.

તમને જણાવી દઈએ કે મહિલા કોન્સ્ટેબલનો આ વીડિયો થોડા સમય માટે વાયરલ થઈ રહ્યો છે.પરંતુ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ જ વીડિયો ફરીથી શેર કર્યો છે.પરંતુ તેણે વીડિયો પર કોઈ કેપ્શન આપ્યું નથી.તેણે હમણાં જ કેટલાક ઇમોજીનો ઉપયોગ કર્યો હતો.પરંતુ મહિલા કોન્સ્ટેબલની આ ભાવના લોકોને ખૂબ પસંદ આવી રહી છે.અને આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી સ્વરા ભાસ્કરે કોઈ મુદ્દો ઉઠાવ્યો હોય.આ અગાઉ તે ખેડૂત આંદોલનમાં પણ ખેડૂતોની વચ્ચે રહી ચુકી છે.અને તેઓ જે કહે છે તે બધું કરે છે.