નારિયેળ વધેરતા ખરાબ નીકળે તો શું હોય છે ભગવાન ના સંકેત, એકવાર જરૂર જાણી લેજો……

0
5118

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે અમે આ પોસ્ટમા આજે આપણે વાત કરીશુ નાળિયેર વિશે તમને જણાવી દઇએ કે આપણા હિંદુ ધર્મમા વિશેષ મહત્વ છે કારણ કે તે દરેક શુભ કામ મા ઉપયોગ મા લેવામા આવે છે અને કદાચ તેથી જ તેને શ્રી ફળ કહેવામા આવે છે અને દરેક લોકો મંદિર મા પૂજા કરતા સમયે તેને ભગવાન સામે તેનુ અર્પણ કરે છે પરંતુ અમુક સમયે નાળિયેર ભગવાન ને અપર્ણ કરતા સમયે ખરાબ નિકળે છે અને તેનાથી અમુક લોકો ખુબજ નિરાશ થઈ જાય છે પરંતુ તે પાછળ નુ સાચુ કારણ ભાગ્ય જ કોઇને ખબર હશે અને જો તમને પણ આ વાત ની નથી ખબર કે ભગવાન ને અર્પણ કરાયેલા શ્રીફળ જો ખરાબ નિકળે તો તેનો શુ અર્થ હોય શકે તો તેના માટે આજે અમે તમને આ લેખમા જણાવીશું.

મિત્રો ઘણી વાર આપણે જોવા મળે છે કે જ્યારે આપણે મંદિરમાં પૂજા કરીએ છીએ અથવા નાળિયેર ચઢાવીએ છીએ તો આ સમય દરમિયાન ઘણી વખત નાળિયેર બગડે છે જેના કારણે આપણું મન નિરાશ થઈ જાય છે અને આપણે ચિંતા થવા લાગે છે પરંતુ શું તમે જાણો છો કે નાળિયેરનું બગડવુ અશુભ માનવામાં આવતુ નથી પરંતુ સારું માનવામાં આવે છે.હા તે સાચું છે કે જો મંદિરમાં પૂજા માટે ચઢાવવામાં આવેલો નાળિયેર અંદરથી ખરાબ આવે છે તો તે શુભ માનવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જો નારિયેળ ભલે બાર થી સારું હોય પણ અંદરથી કેવું હોય એ કોઇને ખબર પડતી નથી અને અમુક વાર ખરાબ નારિયેળ નીકળવા થી આપણે એવું થાય છે કે આપણી સાથે કઈ ખરાબ થવાનું છે. પણ વાસ્તવ માં એવું હોતું નથી.ખરાબ નારિયેળ નીકળવા થી ભગવાન આપણ ને અમુક એવી વાત નો સંકેત આપે છે. જેના વિશે આપણે અજાણ છે અને તે કારણે આપણે ખોટી ગલત ફેહમી નો શિકાર બનીએ છે તો ચાલો જાણીએ તે સંકેત વિષે.

મિત્રો આપણા હિન્દુ ધર્મ અનુસાર એવુ કહેવામા આવે છે કે જો પૂજા કરતી વખતે તમારું નાળિયેર ખરાબ નીકળે તો તેનો અર્થ એ થાય છે કે ભગવાન એ તમારા પ્રસાદનો જાતે જ સ્વીકાર કરી લીધો છે અને એજ કારણે છે કે તમારું નાળિયેર ખરાબ નીકળ્યૂ છે.એટલે કે જો તમારું નાળિયેર અંદરથી ખરાબ નીકળે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.પરંતુ તમારે ખુશ થવાની જરુર છે કારણ કે ખરાબ નાળિયેર નિકળવા પાછળ ભગવાન આપણ ને ઘણા બધા શુભ સંકેત આપે છે.

મિત્રો એવુ કહેવામાં આવે છે કે પૂજા કરતાં સમયે જો ખરાબ નાળિયેર નીકળે તો તેનો મતલબ એ છે કે તમારી ઇચ્છા થોડા સમય માં પૂરી થવાની છે અને એવું માનવમાં આવે છે કે પૂજા સ્થાન પર જો ખરાબ નારિયેળ નીકળે તો જલ્દીથી તમારી મનોકામના પૂર્ણ થઈ જશે. એટલે કે ખરાબ નાળિયેર નીકળવા પર ઉદાશ ના થવું જોઈએ તેને ભગવાનના આશીર્વાદ તરીકે ગ્રહણ કરી લેવું જોઈએ.જેનાથી ભગવાન ખુશ થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

મિત્રો આ બધી વાત પરથી હવે તમારા મગજ માં એક સવાલ ઉભો થતો હશે કે જો ખરાબ નાળિયેર ને શુભ માનવામાં આવે છે તો સારું નાળિયેર નીકળે તો શું થાય છે? તો તમને જણાવી દઈએ કે સારું નાળિયેર નીકળવું એ પણ શુભ માનવમાં આવે છે.જ્યારે આપણી પૂજા થઈ જાય પછી તે નાળિયેર ને ક્યારેય પ્લેટ માં રાખવું જોઈએ નહીં તેને પ્ર્ષાદ ના સ્વરૂપ માં બધા ને વહેચી દેવું જોઈએ.જેનાથી તેમા રહેલી સકારાત્મક ઉર્જા થી તમારા ઘરમા સુખ શાંતી બની રહે છે.

મિત્રો વિદ્વાનોનું મંતવ્ય એવુ કે છે કે પૂજામાં ચઢાવવામાં આવતા નાળિયેરને ખરાબ નિકળવું અર્થ અશુભ નથી પરંતુ તે ભગવાનની નિશાની છે કે તેઓએ પૂજા અને તમારી ઇચ્છા પણ સ્વીકારી લીધી છે અને આ બગડેલા નાળિયેરનો અર્થ એ છે કે જે ઇચ્છા માટે પૂજા કરવામાં આવે છે તે ચોક્કસ પૂર્ણ થશે અને આ સમયે તમે ભગવાન પ્રત્યેની તમારી ઇચ્છા વ્યક્ત કરો છો તે નિશ્ચિતરૂપે પૂર્ણ થશે.

આની સાથે બધા લોકોને પૂજા-અર્ચનાનું ફળ મળે છે.તો પણ ભક્ત અને ભગવાન વચ્ચે ભાવનાનો સંબંધ છે.અને તેથી જો નાળિયેર ખરાબ થઈ જાય, તો પણ ભક્તોએ માનવું જોઈએ કે ભગવાન હંમેશા આશીર્વાદ આપે છે.તો પણ, ભક્ત અને ભગવાન વચ્ચે ભાવનાનો સંબંધ છે. તેથી જો નાળિયેર ખરાબ થઈ જાય તો પણ ભક્તોએ માનવું જોઈએ કે ભગવાન હંમેશા આશીર્વાદ આપે છે.

મિત્રો આ સિવાય પણ નાળિયેર ના અમુક એવા ઉપાયો છે જેને કરવાથી તમે તમારા જીવનમા આવતી દરેક મુશ્કેલીઓ નો અંત લાવી શકો છો તો આવો જાણીએ મિત્રો તમને જણાવી દઇએ કે જો કોઈ કાર્ય ઘણા પ્રયત્નો છતાં પણ સફળ થઈ શકતું નથી તો તમે લાલ સુતરાઉ કાપડ લો અને તેમાં રેસાવાળા નાળિયેર લપેટી લો અને પછી તેને વહેતા પાણીમાં વહેતુ કરી દો તે નાળિયેર માંથી તમારા દુશ્મનનું નામ સાત વાર લો જ્યારે તમે તેને પાણીમાં વહેતા હોવ અને તેને વહેતા કરો.

મિત્રો જો તમે પણ ધંધામાં ખોટ સહન કરતા રહો છો, તો ગુરુવારે પીળા કપડામાં લપેટાયેલું નાળિયેર અને પાવ મીઠાઈ ભેળવીને તમારા સંકલ્પ સાથે નજીકના કોઈપણ વિષ્ણુ મંદિરમાં અર્પણ કરો તેનાથી તમને તાત્કાલિક લાભ મળી શકે છે.તે સિવાય તમે આખુ પાણીયુક્ત નાળિયેર લો અને તેની ઉપર 21 વખત ફેરવીને તેને દેવસ્થાનની અગ્નિમાં નાખો. તમારે આ ઉપાય ફક્ત મંગળવાર અને શનિવારે જ કરવો જોઈએ અને આવુ તમે પાંચ વાર કરો અને જો તમે ઘરના બધા સભ્યોની ઉપર જો તમે આવું કરો તો સારું રહેશે.

મિત્રો શુક્રવારે જટાવાળૂ નાળિયેર, ગુલાબ, કમળના ફૂલની માળા, બે મીટર ગુલાબી, સફેદ કાપડ, બે જાસ્મિન, દહી, સફેદ મીઠી સુગંધ શુક્રવારે માતાને એક જોડી જાનેયુ સાથે અર્પણ કરો અને આ પછી માતાની કપૂર અને દેશી ઘી થી આરતી ઉતારો અને શ્રીકાંકધારા સ્તોત્રનો જાપ કરો તમને જણાવી દઇએ કે જો તમે આ ઉપાય કરો છો તો તમે નાણાકીય સમસ્યાઓથી મુક્તિ મળે છે.