મોરબી પુલ તૂટ્યો એ પહેલાંના વીડિયો આવ્યો સામે,જોઈને આંખો ભીની થઇ જશે…

0
1316

ગુજરાતનું પેરિસ કહેવાતા મોરબીની આગવી ઓળખ સમો રાજાશાહી વખતનો 140 વર્ષ જુનો ઝુલતો પુલ રવિવારની ઢળતી સાંજે તેની ક્ષમતા કરતાં વધારે સંખ્યામાં સેંકડો લોકો તેના પરથી પસાર થવાની મોજમસ્તી માણી રહ્યા હતા.

ત્યારે ઓચિંતો કડાકા ભેર તૂટી પડતાં 100 થી વધુ વ્યક્તિઓનાં કરુણ મોત થયાં છે, જેમાં 25 જેટલાં બાળકો અને 15થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

અનેક હોસ્પિટલોમાં ઘાયલોને સારવાર અપાઈ રહી છે જેથી ઘાયલોની ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. આ પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેબલ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. કેટલાક લોકો કેબલ કૂદતા અને લાત મારતા જોવા મળ્યા હતા.

અહીં સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકોને પુલ પરથી કેવી રીતે જવા દેવામાં આવ્યા.જેની પરવાનગીથી લાંબા સમયથી બંધ પડેલા પુલને નવા વર્ષના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પાલિકાના ચીફ ઓફિસર ઓરેવા કંપની પર જવાબદારી નાખી રહ્યા છે. હવે આ સમગ્ર ઘટનાની જવાબદારી ઓરવા કંપનીના માલિક જયસુખ પટેલ પર આવશે તેવું લાગી રહ્યું છે.

ત્યાં હાજર એક તબીબનું કહેવું છે કે 40-45 બાળકોના મોત થયા છે અને આ સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના છે. બાળકોના મોત વધારે થયા છે.મોરબી દુર્ઘટનામાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે, પાલિકા દ્વારા આ પુલના ઉપયોગની મંજૂરી આપવામાં આવી ન હતી પરંતુ તેને ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ બ્રિજનું સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બંધ હતો. તેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. તેના સમારકામની કામગીરી છેલ્લા 7 મહિનાથી ચાલી રહી હતી.

નવીનીકરણ ચાલી રહ્યું હતું અને તાજેતરમાં ફરી શરૂ કરવામાં આવ્યું હતું. હવે સવાલ એ છે કે જો ફિટનેસ સર્ટિફિકેટ વિના જ શરૂ કરવામાં આવ્યું હોય તો તેની જવાબદારી કોની. આટલા બધા લોકો તેની પાસે કેવી રીતે પહોંચ્યા?

મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાની મોટી દુર્ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો છે અને રાજકીય આગેવાનો શોક વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે નદીમાંથી 80થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને અમે 60 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.

જ્યારે ગુજરાત સરકારના મંત્રીનું કહેવું છે કે 35 લોકોના મોત થયા છે.આ લટકતા પુલ પર 300 થી વધુ લોકો હાજર હતા. ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, મોરબી નગરપાલિકાએ પુલને ખુલ્લો મુક્યો હોવા છતાં તેનું પ્રમાણપત્ર આપ્યું ન હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી જવા રવાના થયા છે. તંત્ર અને અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે તેઓ જવાબદારી માટે એકબીજા પર આક્ષેપ કરવાનું શરૂ કરી દેશે.

ગુજરાતના મોરબીમાં આવેલો ઝુલતો પુલ તુટી પડ્યાના સમાચાર સામે આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો પાણીમાં ગરક થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે, એક અંદાજ મુજબ ઝુલતો પુલ જોવા આવેલા 300થી વધારે લોકો બ્રિજ પર હાજર હતા. જો કે હજુ સત્તાવાર કોઇ આંકડો સામે આવ્યો નથી.

પરતું ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, 80થી વધારે લોકોને જીવતા બહાર કાઢી લેવામાં સફળતા મળી છે, પરંતુ કમનસીબે 60 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ઘટનાની જાણ થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યકત કરી છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે,મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે.

આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.એક અન્ય ટ્વીટમાં મુખ્યમંત્રીએ લખ્યું છે કે,મોરબીની દુર્ઘટનાને પગલે પ્રધાનમંત્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું.

ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.

જાણવા મળેલી માહિતી મુજબ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ મોરબી પહોંચી રહ્યા છે અને NDRFની 2 ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી છે.

મોરબીની ઘટનાની જાણ થતા PM મોદીએ પણ ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યકત કરી છે. કેન્દ્ર સરકારે મોતને ભેટેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્ત લોકો માટે 50,000 રૂપિયાની જાહેરાત કરી છે.

અરવિંદ કેજરીવાલે પણ મોરબીની ઘટના અંગે દુખ વ્યકત કરીને ટ્વીટ કર્યું છે. કેજરીવાલે કહ્યું છે કે મોરબીની ઘટનાની જાણ થઇ છે. હું ભગવાનને તેમના જીવ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

દુનિયામાં પ્રખ્યાત મોરબીનો આ ઝુલતા પુલના રિનોવેશન માટે 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને હજુ તો બેસતા વર્ષના દિવસે જ આ પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રવિવારે પુલના બે કટકા થઇ ગયા હતા. દિવાળીના તહેવારની ઉજવણીમાં હજુ લોકો વ્યસ્ત છે ત્યારે મોરબીમાં એક ગોઝારી ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે.

ઘટનાની જાણ થતા જ ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

મોરબીના મચ્છી નદી પર આવેલા ઝુલતા પુલને 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો અને તેના રિનોવેશન માટે 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો આ ઝુલતા પુલને ઓરેવા ગ્રુપના MDએ બેસતા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મુક્યો હતો.

પરંતુ શું ખબર કે થોડા જ દિવસોમાં પુલ પર ગોઝારી ઘટના બની જશે.હજુ 3 દિવસ પહેલાં જ ખુલ્લાં મુકાયેલા આ ઝુલતા પુલને નિહાળવા માટે બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર હતા.

પુલ અચાનક તુટી પડતા મોટી સંખ્યામાં લોકો પાણીમાં ગરક થઇ ગયા છે. કેટલાંક લોકો જીવ બચાવવા માટે વાયરને પકડીને બહાર આવ્યા હતા. ઘટનાની જાણ થતા આખું તંત્ર દોડતું થઇ ગયું છે.

ફાયર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને ઝડપથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.ગુજરાતના મંત્રી બ્રિજેશ મેરજા પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીની સૂચના આપી રહ્યા છે.

ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે 100થી વધારે લોકો આ ઝુલતા પુલ પર હાજર હતા. મોરબીનો ઝુલતો પુલ તુટી પડવાને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ ગંભીર બેદરકારી સામે લાગતા વળગતા સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.