પ્રેમી એ જે મોબાઈલ યુવતીને આપ્યો હતો,એ જ મોબાઈલ થી યુવતી પડી ગઈ બીજા યુવક ના પ્રેમ,પણ પછી જે થયું એ જાણીને ચોકી જશો…..

0
357

નમસ્કાર દર્શક મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે જાની ને તમે પણ હોશ ખોઈ બેસશો કારણ કે મિત્રો આજ કાલ એવા કિસ્સા બહાર આવે છે જે જાણી ને આપણ ને વિશ્વાસ ભાગ્યેજ થતો હોય છે.પણ આ વાત સાચી છે મિત્રો પતિ પત્ની નો સબંધ એક વિશ્વાસ ની દોરી ઉપર હોય છે. પણ જ્યારે આ વિશ્વાસ ની દોરી તૂટી જાય છે ત્યારે ભલ ભલા સંબધો પલ વાર માં તૂટી જતા હોય છે.

તેને ટકાવી રાખવા માટે ઘણા સહર્ષ નો સામનો કરવો પડે છે અને ખૂબ તકલીફો પણ આવે છે પણ ઘણા બધા એવા પણ સંબધો છે જે રોજ બરોજ બદલાતા હોય છે. એવોજ કિસ્સો અમે આપણા માટે લઈ ને આવ્યા છે તો ચાલો જાણીએ આજ નો કિસ્સો.

મિત્રો સુરત શહેર નાં પાંડેસરા માં કૈલાસનગર ચોકડી ખાતે રહેનાર એક યુવતી ના એક પ્રેમી એ બીજા પ્રેમી ની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી.અને આરોપી રોહિતે મૃતકન બ્રિજેશન ને મળવાના બહાને બોલાવી ચાકુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યા હતા. આ તમામ મામલા ને પોલીસ અધિકારીઓ ના હસ્તક લેવા માં આવ્યો હતો અને તેની પાછળ કોણો કોણો હાથ છે તેની તાપસ હાથ ધરવા માં આવી રહી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ઉધના-બીઆરસી ખાતે પ્રભુનગરમાં રહેતો બ્રિજેશ રામનયન રાજભર 22 મૂળ યુપી-આજમગઢનો વતની છે.બ્રિજેશ વર્ષ અગાઉ વતન ગયો હતો ત્યારે વતનમાં મમતા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. બ્રિજેશે મમતાને સીમકાર્ડ પણ અપાવ્યો હતો.દરમિયાન રોહિત પારસનાથ ગૌતમ રહિશ.

ઓમનગર બમરોલી રોડ સંચા ખાતામાં નોકરી કરે છે.રોહિતથી ભૂલથી મમતાના મોબાઇલ પર રોંગ નંબર લાગી ગયો હતો.આ રીતે રોંગ નંબર લાગ્યા બાદ તેઓ વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. વીડિયો કોલથી પણ તેઓ સતત સંપર્કમાં રહેતા હતા.

જોકે મમતા અને રોહિત ક્યારેય મળ્યા ન હતા. દરમિયાન બ્રિજેશને મમતા કોઇ રોહિત નામના યુવક સાથે વાતચીત કરતી હોવાની જાણ થઇ ગઇ હતી.જેથી બ્રિજેશે મમતાના મોબાઇલ પરથી કોલ કરી રોહિતને ધમકાવ્યો પણ હતો.થોડા મહિના અગાઉ બ્રિજેશ સુરત આવ્યો હતો ત્યારે તેને ગતરોજ રોહિતને કૈલાસનગર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો.બ્રિજેશ ઝુનુની સ્વભાવનો હતો તેથી મમતાએ રોહિતને સાવચેતી રાખવાની વાત કરી હતી.

જેથી રોહિત પોતાની સુરક્ષા માટે ચાકુ લઇને મિત્ર સાથે બ્રિજેશને મળવા ગયો હતો. અહીં તેઓ વચ્ચે ઝઘડો થયા બાદ રોહિતે ઉશ્કેરાઇને બ્રિજેશને 3-4 ઘા ઝીંકી દીધા હતા. બ્રિજેશનું મોત થતા પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.પોલીસે આરોપી રોહિત ગૌતમને અટકમાં લીધો હોવાનું જાણવા મળે છે.