માઉન્ટ આબુના આ મંદિરો કરે છે,તેમના હસ્ત કલા અને સુંદરતા થી લોકોને હેરાન…જુઓ તસવીરો.

0
673

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ગુજરાતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુ વિશે માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે જે સમુદ્રની સપાટીથી 1220 મીટરની ઉચાઇ પર સ્થિત માઉન્ટ આબુ પણ રાજસ્થાનનું સ્વર્ગ માનવામાં આવે છે તેમજ નીલગિરિ પર્વતો પર વસેલું આ માઉન્ટ આબુનું ભૌગોલિક સ્થાન અને પર્યાવરણ રાજસ્થાનના અન્ય શહેરોથી ભિન્ન છે અને આ સ્થાન રાજ્યના અન્ય ભાગોની જેમ ગરમ નથી તેમજ માઉન્ટ આબુ હિન્દુ અને જૈન ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે અને અહીંના ઐતિહાસિક મંદિર અને પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે.

મિત્રો એવું કહેવામાં આવે છે કે સિરોહીના મહારાજાએ માઉન્ટ આબુને રાજપૂતાના મુખ્યાલય માટે બ્રિટિશરોને ભાડે આપ્યું હતુ અને બ્રિટીશ શાસન દરમિયાન માઉન્ટ આબુ એ મેદાનોની ગરમીથી બચવા માટે બ્રિટીશરો માટે એક પ્રિય સ્થળ હતું અને શરૂઆતથી જ માઉન્ટ આબુ સાધુ સંતોનો વાસ છે જૈન સ્થાપત્યના શ્રેષ્ઠ ઉદાહરણો અને બે પ્રખ્યાત આરસ મંદિરો જેને દિલવારા અથવા દેવાલવારા મંદિર કહેવામાં આવે છે તે આ પર્વત શહેરના સૌથી પ્રખ્યાત સ્મારકો છે અને એક શિલાલેખ મુજબ વિમલાસહ મંદિરનું નિર્માણ વિમલાસહ, રાજા ભીમદેવ ના પ્રધાન દ્વારા કરાવ્યું હતું તેમજ આ મંદિર પર 18 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

જૈન મંદિરો.

મિત્રો માઉન્ટ આબુથી લગભગ અઢી કિલોમીટર દૂર સ્થિત છે દેલવાડાના દેરા આ મંદિર માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણોમાંથી એક છે તેમજ અહીંનું નક્શીકામ અદ્દભુત છે જે દેશના મુખ્ય જૈન મંદિરોમાં આ મંદિરની ગણતરી થાય છે અને આ સિવાય વિમલ વસાહી મંદિર, લૂના વસાહી, પાર્શ્વનાથ મંદિર અને મહાવીર સ્વામી મંદિર સમાવેશ થાય છે.

ગુરુ શિખર પર્વત.

મિત્રો અરવલ્લી રેન્જની સૌથી ઉચું શિખર ગુરુ શિખર છે જે સમુદ્ર સપાટીથી આશરે 1722 મીટરની ઉંચાઇ પર અને શહેરથી 15 કિમી દૂર છે અને અહીં ગુરુ દત્તાત્રેયનું આશ્રમ અને મંદિર છે તેમજ સીડી મંદિરની નજીક બનાવવામાં આવી છે, જ્યાંથી શિખર પર પહોંચી શકાય છે. અહીં એક ઉંચી રોક અને વિશાળ ગોંગ છે. માઉન્ટ આબુ પણ આ ઉંચાઇથી સુંદર લાગે છે.

અચલેશ્વર મહાદેવ મંદિર.

મિત્રો બહુ ઓછા લોકો આ હકીકતથી વાકેફ છે કે માઉન્ટ આબુ જૈનો તેમજ હિન્દુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે અને આ પર્વતીય વિસ્તારમાં અચલગ નામનું એક સ્થળ છે જ્યાં ભગવાન શિવનું અદભુત મંદિર સ્થાપિત થયેલ છે અને હમણાં સુધી તમે ભોલેનાથ અને શિવલિંગની મૂર્તિની પૂજા કરતા સાંભળ્યા હશે પરંતુ આ મહાદેવના આ અદ્ભુત મંદિરમા ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે.અચલેશ્વર મહાદેવ મંદિર આબુ માઉન્ટ પર સ્થિત છે જેના માટે તમારે પહેલા માઉન્ટ આબુ પર પહોંચવું જ જોઇએ અને તમે અહીં ત્રણેય રૂટોથી પહોંચી શકો છો, નજીકનું એરપોર્ટ ઉદયપુર (ડાબોક એરપોર્ટ) પર સ્થિત છે જ્યારે રેલ્વે રૂટ માટે તમે મોરથાળા રેલ્વે સ્ટેશનનો આશરો લઈ શકો છો.

મીરપુર મંદિર.

મિત્રો માઉન્ટ આબુ ઉપર આવેલુ આ મંદિર તેની કલાત્મક માટે ખુબ જ પ્રખ્યાત છે તેમજ રાજપૂત શાસનકાળમાં બાંધવામાં આવેલા આ મંદિરને રાજસ્થાનનું સૌથી જૂનું સંગેમરમરનું સ્મારક માનવામાં આવે છે અને નવમી સદીમાં બનેલા આ મંદિરને 13મી સદીમાં મુગલ બાદશાહ મહમૂદ બેગડાએ ધ્વસ્ત કરી નાખ્યુ હતુ અને ત્યારપછી 15મી સદીમાં આ મંદિરનું પુનરોદ્ધાર કરવામાં આવ્યુ હતું.રાજસ્થાનના સિરોહી જિલ્લાના મીરપુરમાં સ્થિત મીરપુર જૈન મંદિરની સુંદરતા દૂર-દૂર સુધી છે અને તે આરસનું બનેલું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે અને તે 9 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવે છે કે આ મંદિર 1100 વર્ષ જૂનું છે અને આ મંદિર ભગવાન પાર્શ્વનાથને પણ સમર્પિત છે તેમજ આ મંદિરની સુંદરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે વિશ્વ અને આર્ટ જ્ઞાનકોશમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સર્વ ધર્મ મંદિર.

સિરોહી શહેરમાં સર્કિટ હાઉસ પાસે સ્થિત આ મંદિરને દરેક ધર્મને સમર્પિત કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય એકતાને સમર્પિત સ્મારક છે, જે દરેક ધર્મનો આદર કરવાની સલાહ આપે છે.સર્વધામ મંદિર ભારતનું એક અનોખું મંદિર છે જે ધર્મના અર્થને વ્યાખ્યાયિત કરે છે અને તે રાષ્ટ્રની અખંડિતતા અને આપણા મહાન રાષ્ટ્રની કોમી સંવાદિતાનું પ્રતીક છે.હરિયાળી સાથે શુદ્ધ અને ઠંડકપૂર્ણ ઉપજાવી કાઢે છે ફક્ત મંદિર જ નહીં પરંતુ ધાર્મિક એકીકરણની વિભાવના. કલ્પવૃક્ષ અને અશોક સ્તંભ પણ આ મંદિર મા આકર્ષણનુ કેન્દ્ર છે તેમજ પંચત્ત્વનું અર્થઘટન મહાન છે. આપણે અહીં ધર્મનો સાર મળે છે.

અર્બુદા દેવી મંદિર.

મિત્રો અરબુદા એટલે કે આધર દેવી મંદિર પર્વત પર પ્રાકૃતિક ગુફામાં માઉન્ટ આબુથી લગભગ 3 કિમી દૂર આવેલું છે અને પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતીના હોઠ અહીં પડ્યા હતા અને ત્યારથી આ સ્થાન અર્બુદા દેવી એટલૅ કે અર્બુદા એટલે હોઠ તરીકે પ્રખ્યાત છે અને જો કોઈએ મંદિર સુધી પહોંચવા માટે 5 365 પગથિયા ચઢવું પડશે અને અહીં નવરાત્રી નિમિત્તે દેશભરમાંથી ભક્તો ઉમટે છે.