મારો 13 વર્ષનો દીકરો છે મને શંકા છે કે તેણે હસ્ત-મૈથુન કરે છે મારે આ વિશે શું કરવું જોઈએ?…

0
387

સવાલ.મારો 13 વર્ષનો દીકરો છે જે દિવસમાં 2 થી 3 વખત સ્નાન કરે છે. મને શંકા છે કે તેણે હસ્ત-મૈથુન કર્યું હશે. મારે આ વિશે શું કરવું જોઈએ?

જવાબ.આ એ ઉંમર છે જ્યારે હોર્મોનલ ફેરફારો થાય છે અને બાળકો તેમના શરીરની શોધ કરવાનું શરૂ કરે છે. તે બાળપણના વિકાસનો એક સંપૂર્ણ સામાન્ય ભાગ છે અને એક માતાપિતા તરીકે તમે જાતીય શિક્ષણ આપીને અને વિષય પર ચર્ચા કરીને બાળકને કોઈપણ અપરાધ, શરમ કે શરમ વગર મદદ કરી શકો છો. વૈકલ્પિક રીતે, તેણીને સે*ક્સ-સંબંધિત મુદ્દાઓ પરના કેટલાક પુસ્તકો આપો જે તે પોતે વાંચી અને સમજી શકે. અત્યારે બની શકે છે કે તે કોવિડના જમાનામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખી રહ્યા હોય.

સવાલ.મારી છાતીથી લઈને પેટ સુધી નાના નાના વાળ ઊગી નીકળ્યા છે. એનાથી છુટકારો મેળવવાનો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવશો. હોઠ ઉપર પણ નાના નાના વાળ પણ છે. આમ તો હું ઉબટણનો નિયમિત ઉપયોગ કરું છું. એનાથી ખાસ ફેર પડયો નથી.તો હું શું કરું?

જવાબ.આછાં રૂંવાં ઊગી આવવાં એ સામાન્ય બાબત છે. એને લઈને મન પર ભાર ન રાખવો. આવા વાળ દરેકના શરીર પર જોવા મળે છે. જો તમારા કિસ્સામાં કોઈ ખાસ કારણને લીધે આ વાળ તમને પરેશાન કરી રહ્યા હોય, તો તમે તેમનાથી છુટકારો મેળવવા અથવા તેમને છુપાવવા માટે આ પ્રમાણેના ઉપાય અપનાવી શકો છો. હોઠ ઉપર દેખાતા વાળને થ્રેડિંગથી દૂર કરી શકાય છે અથવા બ્લીચિંગથી છૂપાવી શકાય છે.આનાથી વાળનો રંગ સોનેરી પણ થઈ જશે અને તે દેખાશે નહીં. બીજો વિકલ્પ ઈલેક્ટ્રોલિસિસ કરાવવાનો છે. પેટ પર ઊગી આવેલા વાળને એમ ને એમ જ રહેવા દો. જો તે ન ગમતા હોય તો ત્યાં ઈલેક્ટ્રોલિસિસ કરાવવું એ જ ઉત્તમ ઉપાય છે.

સવાલ.હું એક એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોેકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી જ શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ પણ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો.

જવાબ.દરેક વ્યક્તિમાં સે*ક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ જ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ પણ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

સવાલ.મારી એક સહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું?.

જવાબ.તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું જ હોય છે.