મારી પત્નીની નીચેથી સફેદ છાશ જેવો પ્રવાહી પદાર્થ નીકળે છે? શું આ ગૃપ્ત રોગ થવાની નિશાની છે?…

0
309

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

સવાલ.મારી ઉંમર 26 વર્ષ છે. અને પત્નીની ઉંમર 19 વર્ષ છે. મારા લગ્ન થયા ને હજી 30 દિવસ થયા નથી. અમારે એક વર્ષ સુધી બાળક જોઇતું નથી. મેં વાંચ્યું છે કે 18 દિવસ પછી સેકસ કરવાથી ગર્ભ રહેતો નથી. અમે માસિકના 12માં દિવસે સેક્સ માણેલ. મને લાગે છે કે પત્નીને ગર્ભ રહી ગયેલ છે. તેને પેટમાં દુ:ખાવો થાય છે. જો ગર્ભ રહી ગયેલ હોય તો તેને મટાડવા શું કરવાનું? ડોક્ટર પાસે ગયા વગર જ ગર્ભ પડી જાય તેવી દવા જણાવશો.

જવાબ.સૌ પ્રથમ તો આપ માસિકની તારીખ સુધી રાહ જોવો. જો સાતેક દિવસ ઉપર ચઢી ગયા હોય તો પેશાબની તપાસ કરાવી લો. જો તેમાં પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવે તો સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લો. હા, હવે એવી દવાઓ ઉપલબ્ધ છે કે જેનાથી શરૂઆતના દિવસોનો ગર્ભ દૂર કરી શકાય છે, પરંતુ આ બધી દવા સ્ત્રીરોગ નિષ્ણાતની દેખરેખ નીચે જ લેવી પડે. જો આપ ગર્ભ ના જ ઇચ્છતા હોવ તો નિરોધનો ઉપયોગ કરી શકો છો અને નિરોધ માફક ના આવતો હોય તો ગર્ભનિરોધક ગોળી પણ આપની પત્ની લઇ શકે છે.

આ ગોળીઓ નિયમિત લેવાથી સો ટકા અસરકારક નિવડે છે અને હવે તેની પહેલા જેવી આડઅસર પણ જોવા નથી મળતી. આ બંને માફક ના આવે તો ત્રીજો રસ્તો પણ છે. તે સમાગમપૂર્વે સ્ત્રીના યોનિમાર્ગમાં મૂકવાની દવા. મે ક્યારેય એમ નથી લખ્યું કે માસિકના અઢારમાં દિવસ પછી સંબંધ રાખવાથી બાળક નથી રહેતું. આ દિવસો રિલેટીવલી ગર્ભ ના રહે તેવા દિવસો છે. માસિકના બારમા દિવસથી સોળમાં દિવસમાં જાતીય સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતાઓ મહિનાના બીજા દિવસો કરતા વધારે રહેલ હોય છે.

સવાલ. મારી ઉંમર 36 વર્ષની છે. પત્નીની ઉંમર 30 વર્ષની છે. અમારે બે બાળકો છે. ડૉક્ટર સાહેબ મારી પત્નીની નીચે સફેદ છાશ જેવો પ્રવાહી પદાર્થ નીકળે છે? શું આ ગૃપ્ત રોગ થવાની નિશાની છે? શું મને પણ આ ચેપ લાગી શકે છે? ખૂબ જ મુંઝાયેલ છું. કોઇ ને કહી પણ શક્તો નથી. પત્નીને પણ પૂછી શક્તો નથી. યોગ્ય માગદર્શન આપવા વિનંતી.

જવાબ.આપનાં પત્નીના યોનિમાર્ગમાંથી સફેદ છાશ જેવો પ્રવાહી પદાર્થ વહે છે તે ગુપ્ત રોગની નિશાની નથી. આને લ્યુકોરિયા અર્થાત્ શ્વેતપ્રદર કહે છે. આ એક ફંગલ ચેપ છે, જે મોટાભાગની સ્ત્રીઓ તેમની જિંદગીમાં અનુભવતી હોય છે. ઘણી વાર ટેન્શન, ગુસ્સો, ગરમી અથવા તો ટ્રાવેલિંગના કારણે સફેદ પાણી પડવાનું વધી જતું હોય છે. સ્ત્રી-પુરુષ બેમાંથી એકને ગુપ્ત રોગ થયો હોય અને જાતીય સંબંધ નિરોધના પ્રયોગ વગર રાખે તો તેનો ચેપ બીજાને ચોક્કસ લાગી શકે છે. આના માટે આપનાં પત્નીને તેમના સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પાસે લઈ જાવ અને યોગ્ય એન્ટિ ફંગલ દવાઓનો કાર્સ કરાવજો. આ ગુપ્ત રોગ નથી. આપને થવાની શક્યતા નથી, માટે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

સવાલ.ડોક્ટર સાહેબ, હું ખરેખર ખૂબ જ મૂંઝાઈ ગયો છું. શું કરવું તે ખબર પડતી નથી. મારા વિવાહ બે મહિના પહેલાં મુબઈમાં રહેતી એક છોકરી સાથે નક્કી થયા છે. મને એ છોકરી ખૂબ જ ગમે છે. ગયા અઠવાડિયે તે મારા ઘરે આવેલી. એ દરમ્યાન મને ખ્યાલ આવ્યો કે તેના પેટના ભાગમાં ચામડી ઉપર સફેદ પટ્ટાઓ દેખાય છે. મેં મારા મિત્રની પત્નીને આ વિશે પૂછી જોયું તો તેણે જણાવ્યું કે પ્રસૂતિ પછી આ પટ્ટા મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળે છે. તો મારી થનારી પત્નીને પહેલાં ગર્ભ રહ્યો હશે? આપ જ કહો આ વાત ઘરના વડીલોને કેવી રીતે કહું? અને જો ના કહું તો આખી જિંદગી મનમાં ને મનમાં જ દુ:ખી થતો રહું. આ વાત જાણ્યા પછી મને રાતે ઊંઘ નથી આવતી કે કોઈ જ વાતમાં રસ પડતો નથી. મારી મૂંઝવણનો સચોટ જવાબ આપવા વિનંતી.

જવાબ.તમારા મિત્રનાં પત્નીએ તમને જે જણાવ્યું કે પ્રસૂતિ પછી સ્ત્રીના પેટ ઉપર સફેદ પટ્ટાઓ દેખાય એ વાત સાચી છે, પરંતુ આવા પટ્ટાઓ પડવાનું આ જ માત્ર એક કારણ નથી. આજના જમાનામાં છોકરીઓ પોતાની કમર પેન્સિલ જેટલી પાતળી હોય તેમ ઇચ્છતી હોય છે, જેથી તેઓ ડાયટિંગ કરી વજન ઉતારે છે. એટલે પહેલાં ખેંચાયેલી ચામડીને અવકાશ મળે છે અને તેના કારણે પણ આવા પટ્ટાઓ દેખાઈ શકે છે. શક્ય છે આ નિશાનીઓ શરીરના બીજા ભાગ પર પણ દેખાય. આવા પટ્ટાઓ ડાયટિંગ કરી વજન ઉતારેલ પુરુષોમાં પણ જોવા મળે છે. કેટલીક વાર સ્ત્રી હોર્મોન્સના પ્રમાણમાં અસાધારણ વધઘટ થાય તો પણ આવા પટ્ટા દેખાઈ શકે છે. માટે તમારી ભાવિ વાગ્દત્તાના પેટ ઉપર જોયેલા પટ્ટાને શંકા અને ચિંતાનો વિષય બનાવવાની જરૂર નથી. લગ્નજીવનની શરૂઆત વિશ્વાસથી થાય તે જરૂરી છે.

સવાલ.હું 30 વર્ષની વિવાહિત મહિલા છું. મને બે સંતાન છે. માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે. અને માનસિક તણાવનો અનુભવ થાય છે. આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.આ સમસ્યાને તબીબી ભાષામાં ‘પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ’ કહે છે. આ સમસ્યા સામાન્ય છે. આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે. તાજી હવામાં ચાલવાનું રાખો. રોજ પૌષ્ટિક આહાર લો. ફણગાવેલા કઠોળ, તાજા ફળ, શાકભાજી, સોયાબીન, જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. પાણી ખૂબ જ પીઓ, ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો. સંગીત સાંભળો. મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.

સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સેક્સ રિલેશન્સ છે. અનેક વખત કોન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સેક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી. હું બીજા કોઈની સાથે સેકસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સેક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કોન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સેક્સ કરું તો એમને સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

જવાબ.ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારીરિક સંબંધ છે એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો? એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે? આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કોન્ડોમ પહેર્યા વગર સેક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે. એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી.ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કોન્ડોમ વગરના સાહસો ન કરશો.

સવાલ.મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?

જવાબ.પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો, કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.