વર્ષો થી રસોડા માં લટકતી એક પેઇન્ટિંગે…..મહિલા ને બનાવી દીધી મીનીટો માં કરોડ પતિ

0
374

મિત્રો આજ ના હું ગુજરાતી ના આ લેખ મા અમે તમને જણાવવા જી રહયા છીએ કે એક ખુબ સારો લેખ મિત્રો તમને આ લેખ વાચવા માં ખુબ ગમશે, મિત્રો તમને જાણી ને શેર કરજો, કેટલીકવાર એવું બને છે કે આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે,કે જે ખૂબ જ દુર્લભ(કીમતી) હોય છે, પરંતુ આપણે તેમના વિશે જાણતા નથી હોતા અને જ્યારે આપણને ખબર પડે છે ત્યારે આપણે ચોંકી જઇએ છીએ. આવું જ કંઇક થયું છે ફ્રાન્સના કમ્પેનિયન શહેરમાં રહેતી એક મહિલા સાથે, જેણે વર્ષોથી તેના રસોડામાં પેઇન્ટિંગ લટકાવી હતી,અને પરંતુ તેની કિંમત નથી જાણતી અને જ્યારે તેને ખબર પડી ને ત્યારે તે મીનીટો માં કરોડપતિ બની છે.

મિત્રો તમને જણાવીએ કે હકીકતમાં, ફિલોમિન વોલ્ફે નામની મહિલાએ પેઇન્ટિંગને તેના રસોડામાં ગેસ સ્ટોવ ની ટોચ પર લટકાવી દીધી હતી. તેણે કહ્યું કે તે તેને એક સામાન્ય પેઇન્ટિંગ લાગે છે. પરિવારે તેને ધાર્મિક પ્રતીક રૂપે ઘરમાં રાખ્યો(રાખી) હતો. જ્યારે તેણી પોતાનું મકાન વેચતી હતી ત્યારે તેને આ પેઇન્ટિંગના મહત્વ વિશે જાણ થઈ.આગળ વાચો

મિત્રો તમને જણાવીએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ તેનું જૂનું મકાન વેચવાની અને આ વર્ષે જૂન માં એક નવું બનાવવાની યોજના બનાવી હતી. મહિલાનું ઘર વર્ષ 1960 માં બાંધવામાં આવ્યું હોવાથી, તેણે ઘરમાં રાખેલી માલની કિંમત નક્કી કરવા માટે હરાજી નિષ્ણાતો ને બોલાવ્યા. આ સમય દરમિયાન, નિષ્ણાતો દ્વારા પેઇન્ટિંગનો ભાવ સાંભળીને તે ચોંકી ગઈ.

મિત્રો તમને જણાવીએ કે હરાજીના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પેઇન્ટિંગ 13 મી સદીની છે. એવું માનવામાં આવે છે કે તે વર્ષ 1280 માં બનાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગનું પ્રખ્યાત ઇટાલિયન ચિત્રકાર ચિમાબ્યુનું કાર્ય તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. ચિમાબુને સેની-ડે-પેપો તરીકે પણ ઓળખવામાં આવે છે.

મિત્રો તમને જણાવીએ કે આ પેઇન્ટિંગની કિંમત 31 કરોડ રૂપિયાથી 46 કરોડ રૂપિયાની વચ્ચે નોંધાઈ રહી છે. તેની લંબાઈ 26 સે.મી. અને પહોળાઈ 20 સે.મી. માહિતી અનુસાર, સેની-દ-પેપો એ ખ્રિસ્તી સમુદાયની લાગણીઓને દર્શાવતી કુલ આઠ પેઇન્ટિંગ્સ બનાવ્યાં હતા. આ પેઇન્ટિંગ પણ તેમાંથી એક છે. લંડનની નેશનલ ગેલેરીમાં હાલમાં આવા બે ચિત્રો રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ દુર્લભ પેઇન્ટિંગ વિશે મહિલા કહે છે કે પેઇન્ટિંગ ક્યાંથી આવી, તેના પરિવારજનોને તે કેવી રીતે મળી અને તે ઘરમાં કેટલા વર્ષોથી છે તે તેને ખબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ પેઇન્ટિંગની હરાજી 27 ઓક્ટોબરે થશે. ચાલો તમને જણાવી દઈએ કે મહિલાના ઘરમાંથી આશરે 100 અન્ય અનોખી વસ્તુઓ પણ મળી આવી છે, જેની કિંમત લગભગ ચાર લાખ 65 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.