મહિલા ગર્ભવતી થતા યુવકે કહ્યું કે આ બાળક મારું નથી, તારે તો કેટલાય સાથે સબંધ છે જાણો પછી મહિલાએ શું કહ્યું……

0
309

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરની છે જેમાં અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક મહિલાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ છૂટાછેડા લઈને મહિલા એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં પ્રેમીએ પ્રેમિકા સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તે ગર્ભવતી થઈ હતી. પ્રેમીને આ વાતની જાણ કરતા તેણે તુછ વર્તન કરીને મહિલા પર આક્ષેપ કર્યો કે તેના અનેક પુરુષો સાથે સબંધ હોઈ શકે છે, જેથી આ બાળક તેનું નથી.

ત્યાર બાદ એવી ઘટના સામે આવી કે વું મેમનગરમાં રહેતી 33 વર્ષીય મહિલા હાલ તેની માતા સાથે રહે છે. વર્ષ 2012માં મણીનગર ખાતે એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. પણ મનમેળ ન બેસતા બે વર્ષ પહેલા તેણીએ છૂટાછેડા લીધા હતા. 10 વર્ષ પહેલા એક યુવક જોડે તેની મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતા પરંતુ યુવતીના લગ્ન થઈ જતા તેણે તે યુવક સાથેના સબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતું.

યુવક પણ પરિણીત હતો અને તેને પણ બાળકો હતા. પ્રેમિકાના લગ્ન થઈ ગયા બાદ પણ તેણે તેની સાથે વાતો ચાલુ રાખી હતી. આખરે યુવતીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં વર્ષ 2020માં જાન્યુઆરી માસમાં યુવક રાત્રે યુવતીના પિયર જતો હતો. યુવતીની મનાઈ હોવા છતાં તે શારીરિક સંબંધ બાંધતો હતો અને આવું તેણે ઘણીવાર કર્યું હતું. બીજી તરફ બે ત્રણ માસથી યુવતીને માસિક ન આવતા તેણે ચેકઅપ કરાવ્યું હતું જેમાં તે ગર્ભવતી હોવાનું ખબર પડતાજ યુવતીએ યુવકને આ અંગે જાણ કરી તો યુવકે તેને જવાબ આપ્યો કે, “આ બાળક તેનું ન હોઈ શકે. તારે અનેક લોકો સાથે સબંધ હશે.

જેથી બીજા કોઈનું બાળક હોઈ શકે છે.” આ વાત કહેતા જ યુવતીને મનમાં લાગી આવ્યું હતું. યુવતી આઘાતમાં આવી જતા તે વસ્ત્રાપુર લેક જતી રહી હતી. ત્યાં વસ્ત્રાપુરની શી ટીમ આ મહિલાને જોઈ જતા તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં ઘાટલોડિયા પોલીસનો સંપર્ક કરાવી આપતા યુવતીએ આ અંગે યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી બંનેના મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આમોદતાલુકામાં આવેલાં સરભાણ ગામે રહેતાં એક શખ્સે તેની પત્નીને અન્ય પુરૂષ સાથે કઢંગી હાલતમાં જોતાં આવેશમાં આવી જઇ તેના માથામાં કુહાડીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિ અને સાસુ- સસરાએ મૃતકના પરિવારજનોને જાણ કર્યા વિના ગણતરીની વ્યક્તિઓની વચ્ચે તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં હતાં. દરમિયાન મૃતકની માસીને ઘટનાની જાણ કરતાં તેણે ત્રણેય સામે આમોદ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

ભરૂચ તાલુકાના દયાદરા ગામે તળાવ ફળિયામાં રહેતી સુમન અરવિંદ વસાવાની ભત્રીજી હંસાના લગ્ન તાલુકાના સરભાણ ગામે રહેતાં ખોડા બાબુ વસાવા સાથે થયાં હતાં. દરમિયાનમા 22મી જાન્યુઆરીના રોજ ખોડા વસાવાએ તેની પત્ની હંસાને વેડચા ગામના લાલીયા નામના વ્યક્તિ સાથે કઢંગી હાલતમાં જોઇ જતાં તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ખોડા વસાવા કાંઇ કરે તે પહેલાં લાલિયો ત્યાંથી નાસી છુટ્યો હતો. ઘટનાને પગલે ખોડાને તેની પત્ની હંસા સાથે ઉગ્ર ઝઘડો થતાં આવેશમાં આવી જઇ તેણે નજીકમાં પડેલી કુહાડીથી હંસાના માથામાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

હત્યાને અંજામ આપ્યાં બાદ ખોડાએ તેની માતા મધુ તેમજ પિતા શંકર પ્રભાત વસાવા સાથે મળી ગણતરીના લોકો સાથે બીજા દિવસે હંસાની અંતિમવિધિ કરી દીધી હતી. પિયર પક્ષને જાણ કર્યા વિના તેમણે અંતિમ વિધિ કરી લેતાં પિયર પક્ષમાં ભારે શંકાકુશંકા જન્મી હતી. દરમિયાન તેમને ખોડાએ હંસાની હત્યા કરી હોવાનું તેમને માલુમ પડયું હતું.

પત્નીને અન્ય પુરૂષ સાથે કઢંગી હાલતમાં જોતાં ખોડાએ તેની પત્ની હંસાની હત્યા કરી હોવાની રાવ સાથે મૃતકની માસીએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતાં તેમણે હત્યાની કબૂલાત કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેમાં.પતી લોકડાઉન દરમિયાન દુબઈમાં ફસાઈ જાય છે અને અહીંયા પત્ની અન્ય પુરુષ સાથે રંગરલીયા મનાવતી હતી.દુબઈમાં નોકરી કરતા એક શખ્સને ત્યારે ભારે આઘાત લાગ્યો કે જ્યારે તેના હાથમાં તેની પત્નીની અન્ય પુરુષ સાથે રંગરલીયા મનાવતી તસવીરો આવી ગઈ. આ ઘટના વડોદરા શહેરની છે.

બોગસ ડીએસઓએ ફસાવી પ્રેમજાળમાં, હકિકતમાં વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેલી એક પરિણીતા તેના પતિ સાથે દુબઈ રહેતી હતી. પણ, પુત્રને ભણાવવા તે વડોદરા આવી હતી. દરમિયાનમાં તેની નજીકમાં રહેતા એક બોગસ ડીએસઓ (ડેપ્યુટી સપ્લાય ઓફિસર) તેમજ ડે. મામલતદાર કિરીટ અમીનના સંપર્કમાં આવી હતી. કિરીટે લાગ જોઈને આ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. બંને અવાર-નવાર પરિણીતાના ઘરે તેમજ હોટલોમાં એકાંત માણતા હતા. પતિના આક્ષેપ મુજબ, એકવખત તો પાંચ વર્ષના પુત્રને ઊંઘની ગોળીઓ ખવડાવી સૂવડાવી દીધો અને બંનેએ સેક્સ માણ્યું હતું.બંને વચ્ચેનો આ આડોસંબંધ એટલો આગળ વધી ગયો હતો કે પરિણીતા તેના પતિ કરતા કિરીટ સાથે વધુ સંપર્કમાં રહેવા લાગી.

પત્નીને ન હતી આ વાતની જાણ, દરમિયાનમાં પત્નીનો મોબાઈલ સતત વ્યસ્ત આવવા લાગતાં પતિને શંકા ગઈ હતી. પત્ની જ્યારે દુબઈથી વડોદરા આવી રહી હતી ત્યારે પતિએ તેને આપેલા સ્માર્ટફોનમાં ગુગલ ઈમેલ આઈડી ડાઉનલોડ કરી લીધું હતું. જેની આ પરિણીતાને જાણ ન હતી. એટલે, પરિણીતા અને કિરીટે અંગત પળોના જે ફોટા પાડ્યા હતા, તે તેમાં સેવ થઈ ગયા હતા.

પત્નીનો મોબાઈલ ચેક કર્યો તો જ્યારે પતિ દુબઈથી પાછો આવ્યો ત્યારે તેણે પત્નીનો મોબાઈલ ચેક કર્યો. ગુગલ ડ્રાઈવ ઓપન કરતાં જ તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ. તેમાં તેની પત્ની અને કિરીટના અશ્લીલ ફોટા જોઈ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પછી તો બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને આખરે પતિને તેને છૂટાછેડા આપવાનું નક્કી કરી લીધું. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

કાર પર ડીએસઓ લખીને ફરતો હતો, ઉલ્લેખનીય છે કે, કિરીટને તાજેતરમાં જ પાણીગેટ પોલીસે વાઘોડિયા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. તેની વેગનઆર કાર પર ડીએસઓ લખેલું હતું. તેમજ ડે. મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું આઈકાર્ડ અને એક પ્લાસ્ટિકની લાકડી પણ મળી આવી હતી. કિરીટ અમીન પહેલા મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો અને હાલ બેકાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગર્ભવતી પત્ની અન્ય યુવક સાથે વાત કરી રહી હતી જેની જાણ તેના પતિને થઈ તો તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ ઘટના દક્ષિણ દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારનો છે જેમાં પત્ની અને પતિ સાથે રહેતા હતા.તે સમયે પત્ની 5 મહિનાની ગર્ભવતી હતી. પોલીસે આપેલી મહીતી અનુસાર પતિનું નામ તારક(નામ બદલેલ છે.) છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ઘરે પરત ફરતી વખતે મનોજને તેની પત્ની દક્ષિણપુરી સ્થિત ઘરે મળી ન હતી.

તે તેની પત્નીની શોધમાં નજીકની સુસરાલમાં ગયો હતો, પરંતુ ત્યાં પણ મળી શક્યો ન હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. દરમિયાન, જ્યારે તેણે તેની પત્નીને શેરીમાં કોઈની સાથે વાત કરતા જોઇને ગુસ્સો આવ્યો. તેમની વચ્ચે ભારે દલીલ થાય છે, ત્યારબાદ મનોજ તેની પત્નીને મારી નાખે છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે આરોપીની પહેલા તેની પત્ની સાથે દલીલ થઈ હતી જે ઝઘડામાં ફેરવાઈ હતી અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. ડીસીપી ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ પલંગ પરથી મળી આવ્યો હતો અને તેના ગળા પર ગળું દબાવવાનાં નિશાન છે. તેમણે કહ્યું કે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પતિએ ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને બીજા જ દિવસે તે જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.ઓટો રિક્ષા ચલાવનાર તારક કુમાર રવિવારે રાત્રે આંબેડકર નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કબૂલ્યું હતું કે તેની પત્નીની શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી.

બીજી એક ઘટના સામે આવી છે જે આનાથી બિલકુલ વિરુદ્ધ છે આ ઘટનામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.

પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર  તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.

આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.  તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી.

જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.