માછીમાર ને લોટરી લાગી દુર્લભ માછલી એ એકજ ઝાટકે બનાવી દીધો અમીર…..

0
96

ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ કંઈક પાકિસ્તાનના બલૂચિસ્તાનના ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર સાથે થયું અને તે રાતો-રાત અમીર બની ગયો તેની જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી ફસાઈ ગઈ હતી જેની હરાજી રવિવારે કરીને તે અમીર બની ગયો ડૉનના રિપોર્ટ અનુસાર આ ક્રોકર માછલીને જે બોટમાંથી પકડવામાં આવી હતી તે બોટના માલિકનું નામ સાજિદ હાજી અબાબકર છે માછલી પકડતી વખતે માછીમાર બોટ ચલાવી રહ્યો હતો.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 26 કિલોની માછલી આજકાલ ખૂબ ચર્ચામાં છે. જેનુ કારણ છે આ માછલીની કિંમત. આ માછલી ક્રોકર જાતિની હતી. આ માછલી 7 લાખ 80 હજાર રૂપિયામાં વેચાઇ છે. ગ્વાદર જિલ્લામાં પકડાયેલી આ માછલી ખૂબ મોંઘી છે. આ સાથે આ માછલી તેના ઘણા ગુણોને કારણે પણ પ્રખ્યાત છે. આ માછલી સિવાય પણ થોડા વર્ષો પહેલા એક ક્રોકર માછલી લગભગ 17 લાખ રૂપિયામાં વેચાઇ હતી.

72 લાખ રૂપિયામાં હરાજી થઈ.ગ્વાદરમાં ફિશરીઝના ડેપ્યુટી ડાયરેક્ટર અહેમદ નદીમે પુષ્ટી કરી છે કે અત્યાર સુધી તેમને ક્યારેય કોઈ માછલીને આટલા ઉંચા ભાવે વેચાયેલી જોઈ નથી આ માછલી 72 લાખ પાકિસ્તાની રૂપિયા ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ 30 લાખ માં વેચાઈ બોટના માલિક અબાબકરે જણાવ્યું કે હરાજી વખતે આ માછલીની કિંમત 86.4 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી પરંતુ અમારી પરંપરા પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેથી આ માછલી માટેની ડીલ 72 લાખ રૂપિયામાં થઈ હતી.

ચાલો તમને જણાવી દઈએ કે ક્રોકર માછલી તેના ઔષધીય ગુણને કારણે ખૂબ જ મોંઘી વેચાય છે. પાણીમાં મળી રહેલી ઘણી માછલીઓ ઘણા પ્રકારના પ્રોટીન અને અન્ય ગુણોથી ખૂબ સમૃદ્ધ હોય છે. પરંતુ ક્રોકર માછલી આ બધાથી તદ્દન અલગ છે. તેમાં રહેલ એયર બ્લૈડરનો ઉપયોગ સર્જરી કરવામાં થાય છે. તેનાથી એવા ટાંકા બનાવવામાં આવે છે જે સર્જરી પછી ઉપયોગી છે. તે આપણા શરીરમાં ખૂબ જ સરળતાથી ઓગળી જાય છે અને તેની કોઈ આડઅસર પણ નથી કરતી. હાર્ટ સર્જરી જેવા મુશ્કેલ કાર્યોમાં તેનો ઘણો ઉપયોગ થાય છે.

યુરોપ અને ચીનમાં આ માછલીની માગ વધારે છેજણાવી દઈએ કે મોટી ક્રોકર માછલીની યુરોપ અને ચીનમાં ઘણી ડિમાન્ડ છે કેટલીક માછલીઓ પોતાના મીટના કારણે મોંઘી હોય છે પરંતુ ક્રોકર માછલીના માંસનો ઉપયોગ મેડિસિન અને સર્જરીમાં થાય છે તેના કારણે તેની કિંમત વધારે હોય છે થોડા સમય પહેલા અબ્દુલ હક નામના એક માછીમારના હાથે પણ ક્રોકર માછલી લાગી હતી પરંતુ તેને માત્ર 7.80 લાખ રૂપિયા જ મળ્યા હતા.

આ સિવાય પણ માછલીમાં અનેક પ્રકારના પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન અને માઇક્રોએલિમેન્ટ્સ હોય છે. આ સાથે, આ માછલીના માંસનો ઉપયોગ એમોનેસિયા (સ્વાદ અને ગંધ ન આવવી), અનિદ્રા, થાક અને ચક્કર આવવા જેવી ગંભીર સમસ્યાઓમાં થાય છે. આ સાથે ડિલિવરી પછી મહિલાઓને આ આપવાથી તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. આ માછલીના ગુણધર્મ વિશે ઘણા સંશોધન પણ કરવામાં આવ્યાં છે. આ કારણોસર આખી દુનિયામાં આ પીળી ક્રોકર માછલીની ઘણી માંગ છે. મેડિકલમાં પણ તેની માંગ વધારે છે. આ માછલી શરીરમાં વધારાના કોષોની રચના બંધ કરીને કેન્સરથી પણ બચાવે છે. આને કારણે શરીરમાં ઇજાઓ અને ચેપની સારવાર પણ ઝડપથી કરવામાં આવે છે.

આ માછલીઓ સામાન્ય રીતે ચીન અને દક્ષિણ પીળા સમુદ્રમાં જોવા મળે છે. માંગ પ્રમાણે આ માછલીઓને પકડવી એટલી સરળ નથી. આનું કારણ એ છે કે આ માછલીઓ તેમના સંવર્ધન દરમિયાન ઉપર તરફ જાય છે. આવું ફક્ત બે મહિના માટે જ થાય છે. આનો અર્થ એ કે વર્ષના 12 મહિનામાંથી તેને ફક્ત 2 મહિનામાં જ પકડી શકાય છે. આવી સ્થિતિમાં માછીમારોએ તેને પકડવા ખૂબ જ મહેનત કરવી પડે છે.

સિત્તેરના દાયકામાં ચીનમાં લગભગ 2 લાખ ટન કોકર માછલી પકડાઇ હતી. તે સમયે આ માછલી ચીન સિવાયના અન્ય દેશોમાં વેચાઇ હતી. ત્યારથી તેમની સંખ્યા ઓછી થવા લાગી. હવે તેને લુપ્ત માછલીની કેટેગરીમાં રાખવામાં આવી છે. આ માછલીઓના પ્રજનનને વધારવા અંગે સંશોધન કરવામાં આવ્યું છે પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. ચીન, તાઇવાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગ તેની અછતથી ભારે પરેશાન છે કારણ કે આ દેશો તેમાંથી દવા તૈયાર કરતા હતા. તાજેતરમાં ચીન પણ બાકીની ક્રોકર માછલીઓને પણ પોતાના કામમાં લઇ રહ્યું છે.