લગ્નના 8 વર્ષે પણ કોઈ સંતાન ના થતા પતિએ પત્નીને પિયર કાઢી મૂકી, પિયરીયા વિધિ કરવાં ભુવા પાસે લઈ ગયા ત્યાંતો ભુવાએ કર્યું એવું કે જાણી ચોંકી જશો……

0
1584

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે અંધશ્રદ્ધા વિશે વાત કરી શું. અંધશ્રદ્ધા એ એક માણસોના મનની માન્યતા છે. આ માન્યતા નક્કર કારણો કે જ્ઞાન પર આધારીત હોતી નથી, પરંતુ લોકવાયકા કે પરાપૂર્વેથી ચાલી આવતી પરંપરાઓ પર આધારીત હોય છે. આદિકાળમાં મનુષ્ય અનેક ક્રિયાઓ તથા ઘટનાઓ પાછળનાં કારણોને સમજી ન શકતો હતો. તેઓ અજ્ઞાનવશ એમ સમજતા હતા કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે.

વર્ષા, વીજળી, રોગ, ભૂકંપ, વૃક્ષપાત, કુદરતી આપત્તિ વગેરે ઘટનાઓને અજ્ઞાત તથા અજ્ઞેય દેવ, ભૂત, પ્રેત અને પિશાચનાં પ્રકોપનું પરિણામ તરીકે માનવામાં આવતું હતું. વર્તમાન વિજ્ઞાનનો પ્રકાશ થઈ જવા છતાં પણ આવા વિચાર વિલીન ન થવા પામ્યા, પ્રત્યુત આ માન્યતાઓની અંધવિશ્વાસ તરીકે ગણના થવા લાગી. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જાણવા જઈ રહ્યા છે જે જાણીને તમને આશ્ચર્ય થશે.

આ ઘટના રાપર તાલુકાના એક ગામમાં રહેતી પરિણિતાના લગ્ન થયાના આઠ વર્ષ સુધી સંતાન ન થતાં સાસરિયાં દ્વારા ગુજારાતા ત્રાસથી કંટાળીને યુવતી પિયર પાછી આવી ગઈ હતી. પિયરમાં આવ્યા બાદ તેના જ કુટુંબના સભ્યોએ સંતાન થાય તે માટે ભુવાની મદદ લીધી હતી. આ પૈકી એક ભુવાએ તેને સાંકળથી માર પણ માર્યો હતો. અન્ય ભુવાઓએ પણ જુદી જુદી રીતે અત્યાચાર ગુજાર્યા છે.

આ ત્રાસ અને તેના કારણે પેદા થતા સતત માનસિક તણાવના કારણે યુવતીએ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આમ છતાં કોઈ ફરક ના પડતાં યુવતીએ કંટાળીને 181 ટીમની મદદ માંગી હતી. યુવતીએ પોતતે હવે પિયરમાં પણ રહેવા માંગતી નથી એ પણ સ્પષ્ટ કર્યું છે.

આ ઘટનાની વિગત એવી છે કે, કચ્છમાં 181 ટીમને રાપર તાલુકાના એક ગામમાંથી યુવતીનો કોલ આવ્યો હતો અને મદદ માંગી હતી. જેના પગલે 181ના કાઉન્સીલર નિરૂપા બારડ અને એ.એસ.આઈ.પ્રેમીલાબેન દોડી ગયા હતા. યુવતીએ કાઉન્સલરને જણાવ્યુ હતુ કે, તેના લગ્ન આઠેક વર્ષ પહેલા રાપર તાલુકાના જ એક ગામમાં થયા છે.

લગ્નગાળાના લાંબા અરસા દરમિયાન તેને સંતાન ન થતા પતિ સહિત સાસરીયા પક્ષના અન્ય સભ્યો નારાજ થઈને શારીરીક માનસિક ત્રાસ ગુજારતા હતા. તેના કરણે કંટાળીને પતિનું ઘર છોડીને પિયરમાં રહેવા આવી ગઈ હતી. છેલ્લા એક વર્ષથી પોતાના પિયરમાં આવ્યા બાદ પિયરના લોકો પણ પોતાને સંતાન થાય તે માટે ભુવાઓ પાસે લઈ જાય છે અને તાંત્રિક વિધિનો સહારો લે છે. આ કારણે કંટાળીને તેણે મદદ માગી હતી.

કાઉન્સેલરે સંતાન માટે તાંત્રિક વિધિનો ઉપયોગ કરવો કાયદાની વિરૂધ્ધ હોવાથી એવું નહીં કરવા પિયરના સભ્યોને સમજણ આપી હતી. મહિલાના પતિ સાથે પણ ટેલીફોન પર વાતચીત કરીને પોતાની પત્નીને સારા ડોકટર પાસે લઈ જવા અને પોતાની સાથે રાખવા જણાવ્યું પરંતુ પતિએ ના પાડી દીધી. મહિલાએ પણ હવે પિયરમાં રહેવુ નથી તેમ કહેતાં તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવ્યો હતો.

આવીજ બીજી ઘટનાહાલમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા એવા કિસ્સાઓ બને છે કે જાણીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. અહીંયા પણ તેવું જ ઘટના બની છે અને જે એક ભુવાએ તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું અહીંયા જણાવવામાં આવ્યું છે અને જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું અને આ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે.

પણ જ્યારે ફરિયાદી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ એક જાણીતો ભુવો હતો અને આ ભુવો ઘણો જૂનો હતો માટે તેની પાસે તાંત્રિકની બધી વિધિ કરવાની ગોઠવણ કરી હતી પણ તેમણે ખબર ન હતી કે આ તાંત્રિક ભુવો આવો હતો એમ પણ આ તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી હતી અને ત્યારબાદ તની સાથે વાતચીત પણ કરી હતી અને વાત કર્યા બાદ આ જ આશ્રમમાં જ આ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે વાતની ઘર પરિવારના કોઈપણ વ્યક્તિને ખબર ન હતી અને જ્યારે તની સાથે આ દુષ્કર્મ રચાયું હતું અને ત્યારે જ તે ખૂબ ચિંતિત હતી અને તે હેરાણ પરેશાન થઈ ગઈ હતી અને એવું પણ કહેવાય છે કે આ માહિતી આપ્યા મુજબ રાધનપુરમાં (ગામનું નામ બદલેલ છે) અને આ ગામમાં તાંત્રિક વિધિના બહાને ભુવાએ 19 વર્ષની સગીરાને આશ્રમમાં બોલાવી હતી પણ તે એકલી ન હતી આવી તેની સાથે તેની માતા પણ આવી હતી પણ જ્યારે બંને આશ્રમમાં પહોંચ્યા હતા ત્યારે જ તાંત્રિક ભુવાએ એવું કીધું હતું કે તેની માતાની ત્યાં કોઈ જરૂર નથી અને તેની માતાને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી.

અને ત્યારબાદ તે 19 વર્ષની યુવતીને આશ્રમમાં બંધ કરવામાં આવી હતી અને પછી લગભગ અડધા કલાક પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આવું કરતા જ કોઈ પરિવારજનોને ખબર ન હતી કારણ કે પરિવારજનોનો આ ખૂબ જાણીતો અને જૂનો ભુવો હતો એટલા માટે તેની કોઈ જાતની શંકા ન હતી પણ કહેવાય છે કે આવું દુષ્કર્મ આચરતા જ જ્યારે આ યુવતી ત્યાંથી ભાગી છૂટી હતી અને પછી આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો અને તેને તે તાંત્રિક ભુવા વિશે બધું જ કહી દીધું હતું અને હાલમાં પણ આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એવીજ એક બીજી ઘટના ૨૧મી સદીના વિજ્ઞાાનયુગમાં અંધશ્રધ્ધામાં આખો પરિવાર બરબાદ થઇ ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાડજ વિસ્તારમાં રહેતી યુવતીને ઘરમાં અનેક આત્માઓ હોવાનું કહી ડરાવ્યા બાદ તાંત્રિક મકાન વેચાવી લાખો રૃપિયા પડાવીને ફરાર થઇ ગયો છે, જો કે પિતા ગુજરી ગયા બાદ માતા પણ મરી જશે કહી ડરાવીને બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે.

વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયામાં ગોપાનગર ખાતે રહેતા દોલતરામ રૃપરામ સુથાર સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી સુભાષબ્રિજ ખાતે એક મહિલાની સાર સંભાળ રાખવા જતી હતી તેમના પરિવારના સભ્ય દ્વારા ઉપરોક્ત શખ્સનો પરિચય થયો હતો અને આરોપીએ પોતે મોટો તાંત્રિક હોવાની વાત કરી હતી ત્યારબાદ તે યુવતીના ધરે આવતો જતો હતો.

દરમિયાન આ તાંત્રિકે તમારા મકાનમાં અનેક આત્માઓ રહે છે અને તમે વિધિ નહી કરાવો તો તમારો સત્યાનાશ થઇ જશે તેમ કહ્યું હતું. જો કે તે સમયે યુવતીના પિતા આકસ્મિક રીતે ચાલુ નોકરીએ ગુજરી ગયા બાદ માતાની તબિયત સારી રહેતી ન હોવાથી તમારા ઘરમાં વિધી કરાવો નહીતર માતા પણ ગુજરી જશે તેમ કહેતા પરિવારના સભ્યો ડરી ગયા હતા. ત્યારબાદ ઘરમાં લીંબુ સહિતની સામગ્રી મંગાવીને તાંત્રિક વિધીનું નાટક કર્યું હતું. ત્યારબાદ રિવરફ્રન્ટ પર એકાંતમાં વિધી કરવાનું કહીને અવાર નવાર વિધી કરતો હતો.

એટલુ જ નહી વિશ્વાસ કેળવ્યા બાદ પિતાના મરણ પછી સરકારી ખાતામાં જમા થયેલા રૃા. સાત લાખ પર દાનત બગાડીને એનકેન પ્રકારે રૃપિયા પડાવ્યા હતા તેમજ મકાનમાં મેલી વિધ્યા અને ચંડાળ ચોકડી હોવાનું કહીને મકાન પણ વેચાવી દીધું હતું અને ખોટા ખોટા બહાના બતાવીને મકાનના આવેલા રૃપિયા મળી કુલ ૧૭ લાખ પડાવી લીધા હતા અને લગ્ન કરવાનો વિશ્વાસ આપીને યુવતી તેમજ તેની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાઆવ્યો છે. યુવતીએ વિરોધ કરતાં જો કોઇને વાત કરીશ તો વિડિયો વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો પોલીસમાં ફરિયાદ કરતાં તે ઘર છોડીને ફરાર થઇ ગયો છે. આ ઘટના અંગે વાડજ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.