કિંજલ દવેના કાર્યક્રમમાં નોટોના વરસાદની સાથે સાથે ઉછળી પ્લાસ્ટિકની ખુરશીઓ

0
118

ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાધનપુર ખાતે લોક ગાયક કિંજલ દવેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક ચાહકો બેકાબૂ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે લોક ગાયક કિંજલ દવેના સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિંજલ દવે પર ચલણી નોટનો વરસાદ શરૂ થયો હતો.

જોકે, કેટલાક ચાહકો ઝૂમી ઉઠ્યા હતા અને ખુરશી ઉપર ચડી પડાપડી કરવા લાગ્યા હતા. જેને લઈ કેટલીય ખુરશીઓ તૂટી ગઈ હતી. કેટલાક યુવાનો ખુરશીઓ ઉછાળતા અફરાતફરી મચી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા આઝાદી કા અમુત મહોત્સવ અંતર્ગત રાધનપુરની અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે લોક ગાયક કિંજલ દવેના સંગીતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ દરમિયાન કિંજલ દવે પર ચલણી નોટનો વરસાદ થયો હતો. જોકે, બીજી તરફ કેટલાક યુવાનો ખુરશીઓ ઉછાળતા નજરે પડ્યા હતા.

જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. યુવાનોએ ખુરશીઓ ઉછાળતા કેટલીય ખુરશીઓ તૂટી ગઈ હતી.ગીત સંગીતનો આ કાર્યક્રમ મોટાભાગના શ્રોતાઓએ શાંતિપૂર્વક સાંભળ્યો હતો, પરંતુ કેટલાક તોફાની તત્વોએ કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ ઉછાળી તોડી નાખી હતી. જે દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.મળતી માહિતી અનુસાર રાધનપુર કિંજલ દવેના ડાયરાનું આયોજન કરાયું હતું, કિંજલ દવેના ગીત ચાલુ થતાં કેટલાક અસામાજીક તત્વોએ રીતસરની કાર્યક્રમમાં પ્લાસ્ટિકની ખુરશીઓ ઉછાળી હતી અને કાર્યક્રમની મજા બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા તે અંગે હજી કોઈ માહિતી મળી નથી.

સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ હજી કોઈ માહિતી સામે આવી નથી.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કિંજલ દવેના કાર્યક્રમમાં આ પ્રકારનો વિવાદ થઈ ચૂક્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમુક વર્ષો પહેલા માઉન્ટ આબુ પાસે એક સંગીત કાર્યક્રમ દરમિયાન કિંજલ દવે પર હુમલાના પ્રયાસની ઘટના સામે આવી હતી. જેને લઈને આબુરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. એટલું જ નહીં, કોરોના દરમિયાન પણ સરઘસને લઈને કિંજલ દવે વિવાદમાં આવી હતી.