મોદી ના ગુજરાત કાળ દરમિયાન ટોચના મંત્રી હતાં,આજે ખેતરમાં મારી રહ્યાં છે હડ, જોઈલો તસવીરો…..

0
196

વાત કરવી છે ગુજરાતના એક એવા પૂર્વ મંત્રી વિશે જે આજે પણ જાત મહેનત કરી જીવવામાં માને છે જાતે ખેતી કરે છે ટ્રેક્ટર ચલાવે છે અને પોતાનું દરેક કામ પણ જાતે જ કરે છે એટલું જ નહીં તેમને આ કામ કરવામાં કોઈ નાનપ કે શરમ પણ નથી અને સ્થાનિક લોકોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધારવા પ્રયાસો કરે છે.ખેતરમાં અનેક પ્રકારના વૃક્ષો ઉગાડ્યા.આપણે વાત કરી રહ્યા છીએ પૂર્વ વન મંત્રી શબ્દસરણ તડવીની જેઓ આજે પોતાના બાપ-દાદાની દૈન એવી પરંપરાગત ખેતી કરે છે જાતે ખેતરમાં ટ્રેક્ટર ચલાવી ખેડ કરે છે.

જાતે નીંદવાનું કામ કરે છે જાતે બીજ રોપવાનું પણ કામ કરે છે પોતાના ખેતરમાં અનેક પ્રકારના વૃક્ષો પણ ઉગાડ્યા છે.તેમનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬પના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ડેકઇ ગામ ખાતે થયો હતો. તેઓ નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જીત મેળવી ૧૩મી વિધાનસભાના સભ્ય બન્યા હતા, પરંતુ વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.

વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૩ દરમિયાન ભાજપના નાંદોદ તાલુકા યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે તેમ જ વર્ષ ૨૦૦૩ થી ૨૦૦૭ દરમિયાન નાંદોદ તાલુકા પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. તેઓ ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય પણ છે. વર્ષ ૨૦૧૨માં તેઓ પ્રથમ વાર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અને જીત્યા હતા.

શબ્દશરણ તડવીના પિતા ભાઈલાલભાઈ આજીવન સર્વોદય કાર્યકર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમની જેમ જ શબ્દશરણ તડવી પણ સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષ ૧૯૯૫ થી વડોદરા ગ્રામવિકાસ સંઘ ખાદી પ્રવૃત્તિ ખાતે પણ કાર્યરત રહ્યા છે.

આ સંસ્થામાં જ તેઓ મંત્રી, ટ્રસ્ટી અને ઉપપ્રમુખપદે પણ રહી ચૂક્યા છે.તેમનો મુખ્ય વ્યવસાય ખાદી-પ્રવૃત્તિ અને ખેતી છે. તેમણે સહકારી ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેઓ ખાદી પ્રવૃત્તિ અને વાંચનનો શોખ ધરાવે છે.

જોઈને તમને પહેલા તો એક સામાન્ય ખેડૂત પોતાના ખેતરમાં ખેડ કરતો હોય તેવો આભાષ થશે પરંતુ હકીકત એ છે કે જે વ્યક્તિ ખેતરમાં પરસેવો પાડી રહ્યો છે તે પૂર્વ વન મંત્રી શબ્દસરણ તડવી છે જોકે તેઓ પોતાના કામને લઈને શું કહી રહ્યા છે જરા તે પણ સાંભળો.નરેન્દ્ર મોદીની સરકારમાં હતા મંત્રી.શબ્દસરણ તડવીના રાજકીય ઈતિહાસ અંગે વાત કરીએ તો તેઓને ખેતીની જેમ રાજનીતિ વારસામાં મળી છે.

2012-13માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નાંદોદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવી હતી અને તેમાં તેમનો વિજય થયો હતો ત્યાર બાદ તત્કાલીક મુખ્યમંત્રી અને હાલના આપણા પ્રધાનમંત્રી મોદીએ તેમની સરકારમાં સીધા જ રાજ્યકક્ષાના વન મંત્રી બનાવ્યા હતા આ દરમિયાન તેમણે ઓર્ગેનિક ખેતીના ક્ષેત્રમાં ખુબ કામ કર્યું જોકે 2017માં સ્થાનિક ભાજપની જૂથબંધીમાં તેઓ ફરી વિધાનસભા ચૂંટણી ન જીતી શક્યા.

મહત્વનું છે કે પૂર્વ વનમંત્રી હાલ ખેતીમાં વ્યસ્ત છે અને પોતાના આસપાસના વિસ્તારોમાં લોકોને ઓર્ગેનિક ખેતી માટે જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે આ સાથે જ તેઓ આગામી ગ્રામ પંચાયતની અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પણ કરી રહ્યા છે તેવામાં જોવું એ રહ્યું કે આગામી 2022માં ફરી વિધાનસભામાં તેમને સ્થાન મળે છે કે નહીં.તડવીના પિતા ભાઈલાલભાઈ આજીવન સર્વોદય કાર્યકર રહ્યા હતા.

તેમના પગલે ચાલતા સર્વોદય કાર્યકર એવા શબ્દશરણ તડવી વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. તેઓ ૧૯૯૫થી વડોદરા ગ્રામવિકાસ સંઘ ના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થામાં જ તેઓ ટ્રસ્ટી અને ઉપપ્રમુખપદે પણ રહી ચૂક્યા છે આ ઉપરાંત, તેમણે ૧૯૮૬થી ૨૦૦૮ સુધી ગરૂડેશ્વર વિસ્તારની લેમ્પસ સેવા સહકારી મંડળીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી છે શ્રી તડવીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬પના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ડેકઇ ગામે થયો હતો. તેમનો મુખ્ય વ્યવસાય ખાદી બનાવટનો અને ખેતી છે. તેમણે સહકારી ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમને ખાદી પ્રવૃત્તિ અને ધાર્મિક સાહિત્ય વાંચનનો ખૂબ શોખ છે.

ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં શ્રી તડવીએ જણાવ્યું હતું કે દેશસેવા અને સમાજસેવાની પ્રવૃત્તિ તેમને વારસામાં જ મળી હતી તેમના પિતા સમાજમાં ‘ભગત’ના નામે જાણીતા હતા તેમણે ૧૯૪૨ની ‘ભારત છોડો ચળવળ’માં ભાગ લીધો હતો અને આજીવન ખાદી પહેરવાનો સંકલ્પ કર્યો હતો અને પાળ્યો પણ હતો મંત્રાલયની કામગીરી વિશે તેઓ કહે છે કે રાજ્યમાં વસતા બાવન લાખ આદિવાસી ભાઈ-બહેનોનો વિકાસ થાય અને અન્ય સમાજની સાથે કદમ મિલાવીને ચાલે તે ખૂબ મહત્ત્વનું છે.

કારણ કે તેમનો વિકાસ થશે ત્યારે જ સમગ્ર રાજ્યનો વિકાસ થયો ગણાશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વિકાસના પરિણામો દેખાઈ રહ્યા છે. આદિવાસી સમાજ પણ વનબંધુ કલ્યાણ યોજનાના અમલીકરણથી વિકાસની ચરમસીમાએ છે. આજે રાજ્યમાં IAS-IPS અને ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી થકી હરણફાળ સફળતા હાંસલ કરીને સમાજ એક તબક્કે ખૂબ જ પરિપક્વ અને નીડર બન્યો છે, વિવિધ યોજનાઓ અમલી બનાવીને તેમના વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી થઈ રહી છે.

તેમણે ઉમેર્યું કે આદિવાસી વિસ્તારમાં સીકલસેલ એનિમિયા નામની બીમારી વધુ જોવા મળે છે. તેના દર્દીઓને પૂરતી સારવાર મળે અને તેમને કોઈ તકલીફ ન પડે તેમજ આ રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે તેઓ કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત, આ વિસ્તારના ખેડૂતો આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવીને વધુ ઉત્પાદન મેળવીને સમૃદ્ધ બને તે માટે પોતે કાર્યશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ શિક્ષણ પર ખાસ ધ્યાન આપીને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ પ્રોત્સાહન આપી રહ્યા છે.