જુના વાગેલા અથવા દાઝી ગયેલાનાં નિશાન ફક્ત 6 દિવસમાં થઈ જશે ગાયબ,બસ કરીલો આ ઉપાય.

0
70

લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પોશાખ લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતા નથી.ઘા માંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું નથી. ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય ત્યારે તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.તલના તેલનું પોતું મુકી પાટો બાંધવાથી જખમ જલ્દી રૂઝાય છે. વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.

હળદરને, તેલમાં કકળાવી તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલ્દી રૂઝાઈ જાય છે. ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાંખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે. લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો જાડો ચુનો ચોપડી તેના પર તેલનું પોતું મુકી પાટો બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે. રાઈના લોટને ઘી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.

મધમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટી ઓક્સીડેન્ટ અને એમિનો એસિડની ઘણી માત્રા હોય છે, જે ઘાવને ભરવામાં તથા બેક્ટેરિયાને નષ્ટ કરવામાં ખૂબ જ મદાદરૂપ થાય છે. આ ઉપરાંત તે ઘા ના નિશાનને પણ દૂર કરે છે. એટલે પ્રયત્ન કરો કે બજારમાંથી હંમેશા સારી ક્વોલિટીનું જ મધ ખરીદો.લેવેન્ડર ઓઇલ આ તેલ ના ફક્ત ઘા ને ભરે છે, પરંતુ દુખાવામાં પણ રાહત અપાવે છે. જો કે કાચા લવન્ડર તેલને લગાવવાથી સ્કિન પર થોડી ચટપટી થઇ શકે છે એટલે જરૂરી છે કે તેને લગાવતા પહેલા તમે તેને બીજા તેલની સાથે મિક્સ કરી લો. જો કે, કાચું લવન્ડર તેલ ત્વચામાં બળતરા પેદા કરી શકે છે. આ તેલ પાતળું છે અને તેનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે એક આધારના રૂપમાં જૈતૂનના તેલનો ઉપયોગ કરો અને એક મિશ્રણના રૂપમાં ઉપયોગ કરી શકો છો. કપાયેલા અને સ્કેપ્સ માટે પ્રાકૃતિક ઉપાય.

દાઝેલાં ઘા પર કકડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાયદો થાય છે. દાજેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટાને કાપી ઘસવાથી ફોડલો થશે નહિં. દાઝેલા ઘા પર તાઝણીયાનો રસ ચોપડવાથી આરામ થાય છે.દાઝેલા ઘા પર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે. દાઝેલા ઘા પર ખુબ પાકા કેળાને બરાબર મસળી ચોંટાડી, પાટો બાંધવાથી તરત જ શાંતિ થાય છે ને આરામ થાય છે.દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે.અને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.

જૂના જમાનાથી જ આ તેલને મોંઢાના છાલા, ઘા, દાઝવું, સિયાટિકા અને મસાના ઉપચાર માટે યૂઝ કરવામાં આવતું હતું. તેની સાથે જ આ એક્જિમા અને કીડાના કરડવાથી થનાર ઘા ને પણ દૂર કરે છે.આ તેલમાં ખુબ જ અસરદાર એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઘાને ઠીક કરવામાં મદદરૂપ થાય છે.

જયારે શરીરના કોઈ નાજુક અંગમાં ઘા પડે તો તેને સહેજ પણ ઇગ્નોર ન કરવો. કારણે આને ઇગ્નોર કરતા આપણે તેની સારી રીતે સારવાર નથી કરતા જેથી તે ઘા માં બેક્ટેરિયા જમા થવા લાગે છે અને બાદમાં ડોક્ટર્સ પાસે ડ્રેસિંગ કરાવવું પડે છે.ઘા થાય એટલે સૌપ્રથમ તેને ઠંડા પાણીથી સાફ કરો અને જો વધારે લોહી નીકળતું હોય તો તેને અટકાવવા નો પ્રયાસ કરી કોટન થી ક્લીન કરવું. બાદમાં તેને પટ્ટીથી બાંધી લેવું જેથી કચરો જેમકે ધુડ, બેક્ટેરિયા કે અન્ય હાનિકારક ગંદગી તેમાં ન જાય.

ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે. દાઝેલા ઘા પર ઇંડાની સફેદી લગાડવાથી ઘા રૂઝાઈ જાય છે અને ડાઘ રહેતો નથી.જખમ, ઘા, ગુમડા, ચાંદા, શીતળા જેમાંબહુ બળતરા થતી હોય તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા પર લગાડવાથી દહ બળતરા મટે છે. દાઝેલા ઘા પર છુંદેલો કાંદો તરત જ લગાડવાથી તરત જ આરામ થાય છે.ઘા માટે સિરકા (એપ્પલ વિનેગર) પણ ઉપયોગી છે. જોકે, જયારે તમે આને લગાવશો ત્યારે થોડી બળતરા થશે. જો ઘાવમાં લોહી જામેલ હોય કે કાળી પોપડી જામી હોય તો તેના પર સીરકાના બે થી ત્રણ જેટલા ટીપા નાખીને રૂ ના માધ્યમે સાફ કરવું.

કપાયેલ ભાગમાં એલોવેરા નો ચીકણો રસ લગાવવો જોઈએ. આનાથી તમને ફાયદો થશે.ઘા ને સાફ કરવા માટે તમે ગૌમૂત્ર નો પણ ઉપયોગ કરી શકો છો. બાદમાં આની અંદર હળદર ભરીને પટ્ટી બાંધી દેવી.ખાંડ ને વાગેલા ભાગ પર લગાવવાથી ઇન્ફેકશન નહિ થાય અને ઘાવ પણ દુર થશે.આ સમસ્યા માં લીંબડા નો રસ પણ ઉપયોગી છે. આના માટે કડવા લીંબડાના રસમાં એક ચમચી હળદર નાખી પેસ્ટ બનાવવી. બાદમાં આને ઘા પર લગાવવી અને જયારે આ લેપ સુકાય ત્યારે નવશેકા ગરમ પાણીથી તેને ઘોઈ લેવું. આ પ્રક્રિયા ત્યાં સુધી કરવી જ્યાં સુધી ઘા રૂઝાય નહિ.

જો તમારા ઘર અથવા નજીકના બગીચામાં દાડમનો છોડ છે, તો તે તમારા હાથની બળતરા માટે અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે, તમારે દાડમના બે પાંદડા લેવા પડશે. હવે તેમને ધોઈને સાફ કરો. હવે આ પાંદડાને પત્થરની મદદથી પીસી લો અને જાડી પેસ્ટ બનાવો. હવે જો તમે આ પેસ્ટ તમારા બળી ગયેલા હાથ પર લગાવો તો તમને ઘણો આરામ મળશે. દિવસમાં બે થી ત્રણ વાર આ કરવાથી તમારું ઘા ઝડપથી મટાડશે.

ટૂથપેસ્ટ દાઝેલા હાથના દર્દને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. તેથી જ્યારે તમારો હાથ દાજી જાય છે, ત્યારે તરત જ ઘરના બાથરૂમમાં જાઓ અને ટૂથપેસ્ટને તે ઘાવ પર લગાવો. આનાથી તમે બળતરા થવાને બદલે ઠંડકનો અનુભવ કરશો.પેટ સાફ કરવા માટે ફુદીનો ખૂબ ઉપયોગી છે, આપણે લગભગ બધા જ આ જાણીએ છીએ. પરંતુ, તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે ફુદીનો માત્ર પેટ સાફ કરતું નથી, પરંતુ દાઝેલા ઘાને પણ મટાડે છે. ફુદીનાનો છોડ આપણા પાચનતંત્રને પણ નિયંત્રણમાં રાખે છે. તેથી જ્યારે પણ તમારો હાથ દાજી ગયો હોય ત્યારે ડરશો નહીં અને ફુદીનાના પાંદડા પીસો અને તેની પેસ્ટ બનાવો અને તેને તમારા દાઝેલા ઘાવ પર લગાવો. આ થોડા કલાકોમાં તમારું દર્દ દૂર કરવામાં મદદરૂપ થશે.