જુદી જુદી ભાજીઓ ખાવાથી શરીરમાં આવે છે અલગ અલગ બદલાવ, જાણો કઈ ભાજી છે સૌથી લાભદાયક.

0
200

લીલા પાનવાળી ભાજીઓ ખાવાની મોસમ એટલે શિયાળો. આમ તો મોટા ભાગની ભાજીઓ બારેમાસ ખાઈ શકાય એવી હોય છે, પણ ગરમી અને વરસાદમાં ગંદા પાણીને કારણે ઉનાળા-ચોમાસામાં ભાજી ઓછી ખાવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તાંદળજો, ડોડી (જીવંતી) અને કુમળા મૂળાની ભાજીને સદાપથ્ય ભાજીના વર્ગમાં મૂકી છે. જોકે આપણે ત્યાં જીવંતી કે મૂળાની ભાજી ખૂબ જ ઓછી મળતી હોવાથી એનો વપરાશ પણ ઓછો છે. ચરક સંહિતાના ૨૭મા અધ્યાયમાં શાકવર્ગના ગુણદોષ અને પ્રયોગોનું સુંદર વર્ણન છે. એમાં ઉપરોક્ત ત્રણ ભાજીઓ પછીના નંબરે ક્રમશ: મેથી, પાલક અને સુવાની ભાજીને સ્થાન આપ્યું છે.

શરીરમાં કાર્બોહાઈડ્રેટસનું પ્રમાણ જાળવવા તથા તેની સફાઈ સુચારૂ રીતે થાય તે માટે પાંદડાવાળી ‘ભાજીઓ’નું વિશેષ મહત્વ છે. જેમાં ‘રેસા’ઓનું પ્રમાણ હોવાથી શરીરની સફાઈ કરે છે અને કબજીયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. અળવીના પાન, તાંદળજાની ભાજી, મેથીની ભાજી વગેરે પાંદડા યુક્ત ભાજીઓ દ્વારા બનાવવામાં આવતી વિવિધ વાનગીઓ જેમ કે, રસપાત્રા, મેથીના મુઠીયા, મેથીના ગોટા તથા શાક વગેરે સ્વાદપ્રિય લોકોની પ્રથમ પસંદ છે. આ સિવાય વિવિધ ભાજીઓ પૈકીની એક એવી પાલકની એકમાત્ર ભાજી છે જેનો ‘સલાડ’ તરીકે પણ ભોજનમાં ઉપયોગ થાય છે.

ભોજનમાં ‘ભાજી’નો ઉપયોગ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે. તેનાથી ચયાપચયની ક્રિયા પણ વ્યસ્થિત થાય છે. ‘ભાજીઓ’નો અન્ય એક ગુણ એ છે કે, તેનાથી આંખને ઠંડક મળે છે અને ત્વચા પણ નિખરે છે.અળવીના પાંદડા: વિટામિન-એ અને કેલ્શિયમ માટે તેનું સેવન કરવામાં આવે છે. અળવીના પાંદડામાં વિટામિન-એ, ઇ, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટિઓક્સિડન્ટી ભરપૂર હોય છે. તેના પાંદડાનો ખાવામાં ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. તેનું શાક પણ બનાવવામાં આવે છે તો ક્યાંય તેમાં ચણાનો લોટ લગાડીને રાંધવામાં આવે છે.તેના ભજીયા પણ બનાવવામાં આવે છે. માર્કેટમાં સરળતાી મળી જાય છે તેમ છતાં ઘણા લોકો અળવીના પાંદડા ઓછા ખાય છે.

તાંદળજાની ભાજી: આંખોને સવસ્થ રાખવાની સાથે વાળને સફેદ થતા અટકાવે છે. તાંદળજામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન-એ, ખનીજ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના મૂળ અને પાંદડાને ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આંખોને સવસ્થ રાખવા માટે, લોહી વધારવા માટે, લોહીને સાફ કરવા, અકાળે સફેદ થતાં વાળી બચાવવાની સાથે માંસપેશીઓના નિર્માણ અને શરીરમાં ઉર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. તાંદળજાની ભાજીના પકોડા, સૂપ, મિસ્સી રોટલી, ચટપટી તાંદળજો વગેરે વાનગીઓ બનાવી શકાય છે. તે ૧૨ મહિના સુધી માર્કેટમાં મળે છે.

લીલી મેથી તીખી, કડવી, હળવી, લૂખી, ગરમ, ગ્રાહી અને જઠરાãગ્ન પ્રદીપ્ત કરે છે. આહારના પાચનમાં એ મદદરૂપ થાય છે. ગરમ તાસીરને કારણે પિત્ત, સોજો, રક્તપિત્ત, બ્લડ-પ્રેશર, ચક્કર આવવા, લોહી પડવાની તકલીફ, દૂઝતા હરસની તકલીફ હોય ત્યારે મેથીની ભાજી કે દાણાનું સેવન સંભાળીને કરવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે કડવા રસની પણ એટલી જ જરૂર હોય છે. કડવાશ માટે મેથી અને હળદર જેવાં દ્રવ્યો રોજિંદા વપરાશમાં વાપરવા જોઈએ.મેથી આમપાચક હોવાથી આમવાત એટલે કે રૂમેટિઝમનો દુખાવો, સોજો મટાડે છે. રૂમેટિઝમમાં મેથીના દાણા જેટલી જ ભાજી પણ ગુણકારી છે.

પાલકને આયુર્વેદમાં વિષ્ણુ અને મધુસૂદની પણ કહી છે. આ બન્નેનો અર્થ થાય છે લક્ષ્મી. પાલકનું નામ એના ગુણ પરથી પડ્યું છે. એના માટે સંસ્કૃત શ્લોક છે – ‘પાલકાયે માંસવદ્ધયે હિતા.’ મતલબ કે માંસ વધારવામાં મદદરૂપ અને પોષક હોવાથી એનું નામ પાલક પડ્યું છે. મતલબ કે પાલક ખાવાથી શરીરમાં માંસ ધાતુની વૃદ્ધિ થઈ શકે છે. ચીકણી, ભારે, વાયુકારક, ઠંડી છે. બધી જ ભાજીઓ પેટ સાફ લાવે છે અને એ મળશુદ્ધિકારક છે.

પાલકના શાકમાં લસણ, આદું, હિંગ પૂરતા પ્રમાણમાં નખાય એ જરૂરી છે. પાલકને બાફીને એના પાણીમાં ઉપરોક્ત મસાલા નાખીને ઘીમાં વઘારી લેવામાં આવે તો આ પાણી વાયુને કાબૂ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.આજની આપણી પાલકના સૂપની રેસિપીમાં જો લસણ, આદું અને હિંગનો સમાવેશ કરવામાં આવે તો એ ગુણકારી સાબિત થઈ શકે.ત્વચા અને રક્તના દોષમાં મીઠું, ખટાશ અને ગળપણ નાખ્યા વિનાની બાફેલી પાલકમાં ધાણા, જીરું, હળદર મેળવીને લેવાથી એ ઔષધ બની શકે છે.પાલકના પાનને પીસીને એની લુગદી સહેજ ગરમ કરી ગૂમડાં કે સોજા પર લગાવવાથી ગાંઠ, ગૂમડું પાકીને ફૂટી જાય છે

સુવાની ભાજીઆ ભાજી પણ બહુ ઓછી જોવા મળે છે, પણ એની વિશિષ્ટ સુગંધથી એ અન્ય ભાજીઓથી અલગ તરી આવે છે. સુવાની ભાજી ઉષ્ણ, તીક્ષ્ણ, લૂખી, તીખી, કફનાશક, વાયુનાશક અને પિત્તકર છે. પિત્તકર ગુણને કારણે એકલી સુવાની ભાજી ખાવાને બદલે એને બટાટા અથવા પાલકની સાથે ઉમેરણ તરીકે વાપરી શકાય.ખાંસી, મસા, કરમિયાં અને પેટના દુખાવામાં સુવાની ભાજી ફાયદો કરે. આફરો ચડે, ગર્ભાશયમાં દુખાવો હોય ત્યારે પણ સુવાની ભાજી ખાવી. સ્તનપાન કરાવતી મહિલાઓને આ ભાજીના સેવનથી દૂધ ઓછું આવવાની સમસ્યા મટે છે

બથુંઆની ભાજી તેમાં વિટામીન એ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ મુખ્ય રીતે હાજર છે. સાથે અનેક પોષકતત્વોની ભરમાર હોય છે. તેને નિયમિત રીકે ખાવાથી તમે ઘણા રોગોને મુળમાંથી ખતમ કરી શકો છો. ખાસ કરીને તે ગેસ, પેટમાં દુખઆવો, કબજિયાત અને પથરીમાં ફાયદાકારક છે.આ સિવાય સરસો સરસોનું શાક ઠંડીમા ગજબના ફાયદા અને સ્વાદ આપે છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, પોટેશિયમ, ફેટ, શુગર, ફાઇબર, આયરન, વિટામીન એ, સી, ડી, બી12, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સાથે એન્ટીઓક્સિડન્ટની માત્રા પણ ભરપુર હોય છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે પાચનક્રિયાને બહેતર બનાવે છે અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

લીલા ચણા તમને માત્ર આજ સીઝનમાં મળે છે. તે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ હોય છે. તે તમને પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, આયરન અને વિટામીન જેવા પોષકતત્વો આપે છે. તે કબજિયાત, ડાયાબીટીસ, કમળો જેવી તકલીફોમાં ફાયદાકારક છે. આ સિવાય ચોલાઈની ભાજી તેમાં આયરન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેડ, વિટામીન-એ, મિનરલ વગેરે પ્રચુર માત્રામાં હોય છે. તેને ડાયેટમાં સામેલ કરીને તમે વિટામીનની કમીને દુર કરી શકો છો. કફ, પિત્ત વિકારને દુર કરીને તે પેટની અને કબજિયાતની સમસ્યાઓમાં ઉપયોગી થાય છે. તે ત્વચા અને રક્ત સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.