જો તમે પણ પાણી પીતી વખતે કરો છો આ ભૂલો તો થઈ શકે છે ગંભીર બીમારીના શિકાર

0
55

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો ચેતી જજો, સાંભળવામાં નાની લાગતી આ વાત ગંભીર નુકસાન નોતરી શકે છે. રોજબરોજની જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ઉભા રહીને પાણી પીવે છે, પણ કહેવાય છે ને કે જીવન એ કુદરતે આપેલી અમુલ્ય ભેટ છે, જેથી ઉભા રહીને પાણી પીવાની આદત બદલવી આપણા સૌ માટે હિતાવહ છે. આજના આ મહત્વના આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે ઉભા રહીને પાણી પીવાથી કેટલું નુકસાન થાય છે.મનુષ્યનું શરીર મોટાભાગે પાણી પર ટકેલું છે. માનવ શરીરમાં કુલ ભાગનું લગભગ ૭૦% જેટલું તો ફક્ત પાણી જ છે. શરીરને ટકાવી રાખવા માટે પાણી મહત્વનો ભાગ ભજવે છે. પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરીતત્વો બહાર નીકળી જાય છે.

આ લેખ પૂરો વાંચજો કેમ કે, નીચે એ પણ જણાવ્યું છે કે, આયુવેદ મુજબ પાણી પીવાનો સાચો રસ્તો કયો છે. તે જાણવાનું ના ભૂલતા.જયારે મોટા ભાગના લોકોને ખુબ તરસ લાગે છે ત્યારે તે ફ્રીઝમાંથી બોટલ કાઢીને ૯૦% ઉભા ઉભા પાણી બ્પીતા હોય છે. પણ તમને તમારી આ આદત કેટલી ભારે પડી શકે છે તેની કલ્પના પણ તમે નથી કરી શકતા. તમારી આ આદતથી તમે તમારા જ દુશ્મન બનો છો, ઉભા ઉભા રહીને પાણી પીવું તમારા માટે કેટલું જોખમભર્યું છે.

હવે એ પણ જાણીલો.ઉભા રહીને પાણી પીશો તો સૌથી વધુ ગંભીર અસર તમારી કીડની પર થશે, કેમ કે ઉભા રહી પાણી પીવો એટલે પાણી સીધું નીચે જઈને કીડની પર જોર આપે છે. કીડની તેને બરોબર ફિલ્ટર નથી કરી શકતી. જેથી કિડનીનું કામ ખોરવાય છે અને પાણીની અશુદ્ધિ લોહીમાં પણ આવી શકે છે. તેનાથી કીડની ફેઈલ થવાના તેમજ સાથે સાથે હદયના રોગોની શક્યતા પણ વધે છે અને યુરીન ઇન્ફેકશનના ચાન્સ પણ વધે તે પણ ભૂલવું ના જોઈએ.ઉભા ઉભા પાણી પીવાથી શરીરમાં એસીડીક તત્વોનું સ્તર ખોરવાય છે. જેનાથી તમને પેટમાં બળતરા, અપચો, તેમજ એસીડીટી જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે. જો પાણીને બેસીને પીશો તો એસિડનું સ્તર સંતુલિત રહેશે અને પેટની બીમારીઓથી પણ તમે દુર રહેશો.તમે ઉભા રહીને પાણી પીવો છોત્યારે, તે પાણી વધારે પ્રમાણમાં આંતરડામાં જઈને આપણા પેટની દીવાલ ઉપર લાગે છે. જેના કારણે પેટની દીવાલ અને તેના આજુબાજુના અંગો પર તે પાણીનું પ્રેશર આવે છે અને તે અંગો પર આડઅસર પડે છે.

સાથે જ આપણી પાચનશક્તિ પણ ખરાબ રીતે પ્રભાવિત થાય છે.બીજી તરફ જો પાણીને નિરાંતે બેસીને ધીમે ધીમે ઘૂંટડાથી પીવામાં આવે તો નર્વ સીસ્ટમ (ચેતા તંત્ર) બેસ્ટ રીતે કામ કરી શકે છે તેમજ આપણી માંસ પેશીઓ પર પણ દબાવ પડતો નથી. જેના લીધે નર્વ ઝડપથી તરલ પદાર્થ પચાવવામાં મદદગાર સાબિત થાય છે.ઉભા રહીને પાણી પીવાથી આર્થરાઈટીસ થવાનું જોખમ વધી જાય છે.જો તમે રોજીંદા જીવનમાં કાયમ ઉભા રહીને જ પાણી પીવો છો તો તમે આર્થરાઈટીસના ભોગ બની શકો છો. ઉભા રહીને પાણી પીવાથી હાડકા પર આડઅસર થાય છે. કેટલાક એવા લક્ષણો છે જે લાંબા સમય બાદ બહાર આવે છે.ઉભા રહીને જો પાણી પીવામાં આવે તો શરીરમાં તરલ પદાર્થોનું સંતુલન ખોરવાય છે. જેના કારણે જે લોકોને ઉભા ઉભા પાણી પીવાની આદત છે તે લોકોમાં મોટા ભાગે અપચાની તકલીફ પણ જોવા મળે છે.

તમે કલ્પના પણ નહિ કરી હોય કે જે લોકો ઉભા રહીને પાણી પીવે છે તેમને છાતીમાં બળતરા અને પેટમાં અલ્સર થવાની સમસ્યા ઉભી થઇ શકે છે. જેથી બને ત્યાં સુધી ઉભા રહીને પાણી પીવાનું ટાળવું જોઈએ.આયુર્વેવેદ મુજબ પાણી પીવાની સાચી રીત કઈ છે?.આયુર્વેદની જો વાત કરીએ તો તેમાં કહ્યું છે કે, સૌ પ્રથમ કોઈ જગ્યાએ બેસો, ત્યાર બાદ, પાણીને એક-એક નાના-નાના ઘૂંટ કરીને પીવું જોઈએ. તેનાથી પાણી શરીરના દરેક ભાગમાં પહોચશે તેમજ તે પાણીથી શરીરને પૂરો ફાયદો મળશે.પાણી આપણા શરીરમાં મહત્વનો ભાગ ભજવે છે. જો તમે સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો તો પાણી પૂરતા પ્રમાણની સાથોસાથ બેસીને પીવું વધુ હિતાવહ છે. પાણી બેસીને પીવાથી તે આખા શરીરમાં ફેલાય છે. જેમ શરીર માટે ખોરાક જરૂરી છે તેમ તે ખોરાકને પચાવવા માટે પાણી વધુ મહત્વનો ભાગ ભજવે છે. પણ જો તે બેસીને પીવામાં આવે.

આ ઉપરાંત ગરમ પાણી પીવાથી ફાયદા પણ છે તો નુકસાન પણ છે જ. બસ ફરક એટલો જ છે કે કેટલાક લોકોને ફાયદાઓ વિષે ખબર હોય છે તો કેટલાક લોકોને ફક્ત નુકસાન વિષે. પણ આજે અમે આપને બંને વિષે જણાવીશું જેનાથી આપના માટે સ્થિતિ વધારે આરામદાયક થઈ જાય અને આપ ગરમ પાણી પીવાથી દૂર ભાગશો નહિ. બસ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલા જાણીશું ગરમ્ પાણીના નુકસાન વિષે અને પછી ગરમ પાણીના ફાયદાઓ વિષે જાણીશું.ગરમ પાણી પીવાના નુકસાન.આંતરિક અંગોને નુકસાન.જો આપ ખૂબ ગરમ પાણીનું સેવન કરો છો તો મોંમાં છાલા પડી જાય છે અને હળવી બળતરાની સમસ્યા પણ થઈ શકે છે. જે ક્યાંકને ક્યાંક શરીરના આંતરિક અંગોને પ્રભાવિત કરે છે.

વધારે ગરમ પાણી સૌથી વધુ પાચન તંત્રને પ્રભાવિત કરે છે. જેમનું એક સંવેદનશીલ આંતરિક સ્તર હોય છે. આવું એટલા માટે કેમકે ગરમ પાણીનું તાપમાન આપણા શરીરના તાપમાન થી વધારે હોય છે. આના કારણે તે સાંભળી નથી શકતું.કિડનીને પ્રભાવિત કરે છે.દરેક વ્યક્તિની કિડનીમાં અતિરિક્ત પાણી અને બધા વિષાક્ત પદાર્થોને સરળતાથી બહાર કાઢવાની ક્ષમતા હોય છે. કિડની માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ખૂબ હાનિકારક થઈ શકે છે. કેમકે કિડનીની પાસે પોતાનું એક મજબૂત કેપીલરી સિસ્ટમ હોય છે.

જે ગરમ પાણી પીવાથી તેની પ્રક્રિયાને તેજ નથી થતી અને ના તો તે વિષાક્ત પદાર્થોને ઝડપથી બહાર નીકળે છે, ઉપરાંત કિડની પર ભારણ વધી જાય છે, જે કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે.પાણીમાં અસંતુલન.જો ખૂબ ગરમ પાણી પીવો છો તો એનાથી શરીરમાં રહેલ પાણીની એકાગ્રતા અસંતુલિત થવા લાગે છે. સાથે જ એક્વારમાં વધારે પાણી પીવાથી મસ્તિષ્કની કોશિકાઓમાં સોજો ઉત્પન્ન કરી શકે છે. જે કેટલીક વાર શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ગરમ પાણીના ફાયદા.વજન ઓછું કરે છે.કેટલાક લોકોનું વજન ખૂબ ઝડપથી વધે છે, એવામાં ગરમ પાણી આપની મદદ કરી શકે છે. આપ હળવા ગરમ પાણીમાં મધ અને લીંબુ ઉમેરીને જો ત્રણ મહિના સુધી સતત સેવન કરશો, તો આપને પોતાનામાં ખૂબ જલ્દી જ ફરક જોવા મળશે. જો આપને મધ સૂટ નથી કરતું તો આપ જમ્યા પછી એક કપ હળવું ગરમ પાણી પી શકો છો.શરદી-ખાંસીથી રાહત.જો આપને મોટાભાગે છાતીમાં જકડાતી હોય અને શરદીની ફરિયાદ રહે છે તો એવામાં આપના માટે ગરમ પાણી ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એનાથી ગળું પણ સાફ રહે છે અને શરદી-ખાંસીથી પણ રાહત મળે છે.

પિરિયડ્સના દુખાવામાં આરામ આપે છે.છોકરીઓ અને મહિલાઓને કેટલીક વાર પિરિયડ્સના દુખાવાને સહન કરવાનું મુશ્કેલ થઈ જાય છે. એ પણ ત્યારે જ્યારે આપ નોકરી કરતાં હોવ. આવામાં ગરમ પાણી આપને આ તકલીફથી નિકળવામાં મદદ કરી શકે છે. કેમકે ગરમ પાણી પીવાથી પેટનો શેક થઈ જાય છે જેનાથી દુખાવામાં ઘણો આરામ મળે છે.શરીરથી બહાર થશે અશુધ્ધિઓ.રોજ ગરમ પાણી પીવાથી શરીરની બધી અશુધ્ધિઓ બહાર નીકળી જાય છે. સાથે જ શરીરનું તાપમાન વધવાથી પરસેવો વધારે આવે છે તો શરીરમાં રહેલ અશુધ્ધિઓને બહાર ફેકી ડે છે.

કરચલીઓથી છુટકારો મળે છે.આમ તો બજારમાં ઘણા પ્રકારની ક્રીમ મળી રહે છે જે વધતી ઉમરને ઓછી કરવામાં મદદ કરે છે. પરંતુ જો આપ કોઈ ખર્ચ વગર અને કોઈ નુકસાન વગર પોતાની વધતી ઉમરને છુપાવવા ઈચ્છો છો તો આવામાં આપે ગરમ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાય આપને ખૂબ જલ્દી જ રિઝલ્ટ આપશે. સાથે જ આપની સ્કીનમાં ગ્લોની સાથે સાથે કસાવ પણ આવવા લાગે છે.

વાળના ગ્રોથ માટે ફાયદાકારક છે.સ્કિનની સાથે સાથે ગરમ પાણી આપના વાળ માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. ગરમ પાણી પીવાથી વાળ ચમકદાર થાય છે અને રોકાઈ ગયેલી ગ્રોથની સમસ્યા પણ દૂર થવા લાગે છે.પાચન ક્રિયા ચુસ્ત રહે છે.ગરમ પાણી પીવાથી પાચન ક્રિયા પણ સ્વસ્થ રહે છે. સાથે જ ગરમ પાણી ગેસની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. એટલા માટે ભોજન જમી લીધા પછી એક કપ ગરમ પાણી પીવાની આદતને આપની દિનચર્યામાં સામેલ્ કરવી. આમ કરવાથી ભોજન જલ્દી પચશે અને પેટ પણ હળવું રહેશે.