જો કાનમાં કાન ખજૂરો ઘુસી જાય તો?, જાણો શુ કરવું જોઈએ…

0
23013

અત્યારે કોઈ પણ ઋતુ હોઈ જીવજંતુઓ નીકળી જ આવે છે.ચોમાસા દરમિયાન વધારે આતંક રહે છે.એક નાનું અમથું જીવજંતુ પણ ભયાનક સાબિત થાય છે.એવામાં નાના બાળકોને સાચવવા વધારે જરૂરી છે.જોકે આપણી આ ધરતી ઉપર ઘણા બધા પ્રકાર ના જીવ જંતુઓ છે. અમુક જીવ જંતુઓ વિષે આપણે જાણતા નથી હોતા. આ જીવ જંતુઓમાં ઘણા એવા જીવ પણ છે જે ખુબ જ ખતરનાખ છે. અમુક જીવ નાના હોય છે દેખાવમાં પણ તે હોય છે ખુબ જ ખતરનાખ. તેના એક વાર કરડી જવાથી માણસ ની મોત પણ થઇ શકે છે. અને ઘણા એવા ઝેરીલા જીવો પણ છે જેના કરડી જવાથી માણસને ભવિષ્ય માં મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

આજે અમે તમને એવા જ એક જીવ વિષે જણાવીશું જેના કરડી જવાથી ઘણું બધું નુકશાન થઇ શકે છે. આ જે જીવ વિષે આજે અમે તમને જણાવીશું તેનું નામ છે કાન ખજુરો. આ એક એવો જીવ છે જેને લગભગ બધા એ જોયો જ હશે. આ જીવ ને ઘણા બધા પગ હોય છે. અને આ એક એવું ડેન્જર જીવ છે. જેના કરડી જવાથી માણસ નો જીવ પણ જઈ શકે છે. આ માટે ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે.કાન ખજુરો એક એવું જીવ છે જે માણસના શરીર સાથે ખુબ જ ખરાબ રીતે ચોટી જાય છે. કાન ખજુરો માણસ ના કાન માં પણ ઘુસી શકે છે. જો કોઈ માણસ ને કાનખજુરો કરડી જાય તો તેના આખા શરીર માં થાક લાગવા માંડે છે. સાથે લોઈ માં ઓક્સીજન ની પ્રક્રિયા ધીમી પડી જાય છે. જેના લીધે ગભરામણ પણ થાય છે. આ માટે જો ક્યારેય કાન ખજુરો દેખાય તો તેને ઘર થી બહુ જ દુર મૂકી આવવું જોઈએ. અથવા તેનો નાશ કરવો જોઈએ.

ગુજરાતીમાં જાણીતું નામ છે કાનખજૂરો. તેને જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે જેમ કે રાજસ્થાનમાં ‘કાંસલા’ પંજાબમાં ‘કાંકોલ’ અને મહારાષ્ટ્રમાં કંસુઈ’ ના નામથી ઓળખવામાં આવે છે. જ્યાં માટી અને તેમાં ઝાડ છોડ ના ભાગ સડી ગળી ગયા હોય તે સ્થળે રહેતા હોય છે. જો આપણે જૂની પડેલ ઇંટો અને પથ્થરો દુર કરીએ છીએ તો ત્યાં કાનખજૂરા જરૂર જોવા મળે છે.

તે રાત્રે સક્રિય રહે છે અને દિવસમાં ક્યાંક ભેજવાળી જગ્યામાં દબાઈને રહે છે જયારે તમે તે જગ્યાને ખસેડશો તો કાનખજૂરા તરત ભાગીને પોતાને સુરક્ષિત જગ્યામાં સંતાડી લે છે કાનખજૂરા માં સંયુક્ત આંખો હોય છે, પણ આંખોની દ્રષ્ટિ એટલી નબળી હોય છે કે તે પ્રકાશ અને અંધારાનો ફરક સરખો સમજતા નથી. કાનખજૂરાની જાતિમાં થોડા કાનખજૂરા એવા પણ છે જેને આંખો હોતી જ નથી. આંખો વગર ની જાતો જમીનની અંદર રહે છે. મનપસંદ વાત એ છે કે જમીનમાં કે અંધારામાં રહેવાવાળી જાતનો રંગ ખુબ ઘાટો હોય છે.

જો કાન ખજુરો કોઈ ઉંદર ને કરડી જાય તો તેની મોત 30 સેકન્ડ માં જ થઇ શકે છે. તે ખુબ જ ઝેરી જીવ છે. આજ સુધી એવો કોઈ કેસ તો નથી સાંભળ્યો કે કાન ખજુરા ના કરડી જવાથી કોઈ માણસનું મૃત્યુ થઇ ગયું. પણ તેના કરડી જવાથી જો બરાબર રીતે ધ્યાન રાખવામાં ન આવે તો ભવિષ્ય માં ખુબ જ મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આ માટે ધ્યાન રાખવું જરૂરી છે.

કાનખજૂરા વિષે હમેશા એવું કહેવામાં આવે છે કે કાનના રસ્તેથી મગજમાં ઘુસી જાય છે. તે પણ કદાચ એટલા માટે થાય છે કેમ કે તેને છુપાવા માટે કોઈ અંધારી જગ્યા જોઈએ. હમેશા વરસાદની ઋતુમાં જ્યાં બાળકો જમીન ઉપર સુવે બેસે છે તેના કાનમાં બીટલ્સ વગેરે ઘુસી જાય છે જે ખુબ પીડાદાયક છે. પણ કાનખજૂરાનું કાનમાં ઘુસી જવાની ઘટના મારા જોવામાં ક્યારેય નથી આવી.કાનખજૂરા કે કર્ણકીટ પણ કહેવામાં આવે છે તે માણસના શરીર સાથે ખુબ ખરાબ રીતે ચોટી જાય છે કે જે લોકો નીચે સુવે છે તો તેના કાનમાં પણ ઘુસી જાય છે તમને જણાવી દઈએ જો કોઈ કાનખજૂરો કરડી લે છે તો તેનું ઝેર શરીરમાં પહોચી જાય છે જેથી માણસને થાક લાગવા લાગે છે અને લોહીમાં ઓક્સીજનની પ્રક્રિયાને ધીમી કરી દે છે જેને લીધે માણસના આખા શરીરમાં એઠન થવા લાગે છે.જીવવિજ્ઞાન ની શોધ મુજબ કાનખજૂરો જો ઉંદરને કરડી લે તો ૩૦ સેકન્ડમાં તેનું મૃત્યુ થઇ જાય છે અને કહેવામાં આવે છે તેના કરડવાથી આમ તો કોઈ માણસનું મૃત્યુ તો નથી થયું, પણ તેના કરડયા પછી ઉપચાર ન કરવામાં આવે તો માણસ માટે જીવલેણ બની શકે છે.

કાનખજૂરો કરડવાના ઘરગથ્થું ઉપાયજો કોઈને કાનમાં કાનખજૂરો ઘુસી જાય તો ત્યારે ને ત્યારે પાણીમાં સિંધા મીઠું ભેળવીને કાનમાં નાખવું જોઈએ જેથી તે મરી જાય. જો કોઈ માણસના અંગ સાથે કાનખજૂરો ચોટી જાય તો તરત ખાંડ અને બુરું લઈને તેના મોઢા ઉપર નાખી દેવું જોઈએ આમ કરવાથી તે તરત ભાગી જશે.જો કોઈને કાનખજૂરો કરડી લે છે તો હળદર, દારુ હળદર અને સિંધા મીઠું ને સરખે ભાગે ભેળવીને વાટીને કપડામાં ગાળીને લઇ લો. પછી ગાયના ઘી માં શેકીને લગાવી લો તેનું ઝેર તરત ખલાશ થઇ જશે.

કંખજૂરાના કરડવાથી, વ્યક્તિને તીવ્ર પીડા લાગે છે અને પીડાની સાથે, વ્યક્તિની મૃત્યુ પણ ઝેરથી થાય છે.માત્ર કાનખજુરાના કરડવાથી વ્યક્તિ શ્વાસ લેવાનું કારણ બને છે, સાથે સાથે તેના શરીરની અંદર ભારે તણાવ અનુભવાય છે. કંખજૂરના ડંખ પછી સારી સારવાર માટે નજીકના ડોક્ટરનો તરત જ સંપર્ક કરવો જોઈએ, નહીં તો વ્યક્તિ પણ મરી શકે છે.જો કાંનખુજરેએ કરડેલી વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવી શક્ય નથી અથવા તો ડોક્ટર બાનાથી દૂર રહે છે.

તમારે શક્ય તેટલી વહેલી તકે ઘરે જલ્દીથી પ્રાથમિક સારવાર લેવી જોઈએ.જો વ્યક્તિના કાનમાં કાનખજૂરો ઘૂસી ગયો હોય. તેથી, તમારે વ્યક્તિના કાનમાં મીઠું મિશ્રિત પાણી રેડવું જોઈએ અને અસરગ્રસ્ત વ્યક્તિના કાનમાં તે પાણીને ધીમે ધીમે ટીપાવી દેવું જોઈએ, જેથી કાનખજૂરો સ્થળ પર જ મરી જશે.અને તે પછી, મનુષ્યના કાનને ઉધું ફેરવવું જોઈએ જેના કારણે કાનખજૂરો કાનમાંથી બહાર નીકળી જાય છે.અને જો કાનખજૂરો માનવના બીજા કોઈ ભાગ પર ચોંટે છે, તો તરત જ ખાંડના બૂરા લઈને કાનખજૂરની બાજુમાં મૂકી દો, જેથી કાનખજૂરને કાઢી શકાય.