જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી હું 24 કલાકમાં એકથી વધારે વખત સે*ક્સ કરી શકતો નથી હું શું કરું…

0
479

સવાલ.મારી ઉંમર ૨૯ વર્ષ છે. મને છેલ્લા થોડાક સમયથી અજીબ સમસ્યા થઈ છે. હું જ્યારે કૉલેજમાં હતી ત્યારે બ્રેસ્ટ્સની આજુબાજુમાં બે વાળ ઊગ્યા હતા. શરૂઆતમાં તો એ સાવ નોટિસ જ ન થઈ શકે એટલા પાતળા અને ઝીણા હતા શરૂમાં તો ઇગ્નૉર કર્યા. જોકે લગ્ન થવાનાં હતાં ત્યારે મેં વાળ પ્લકરથી પુલ કરી લેવાનું શરૂ કર્યું.

ક્યારેક ઉતાવળ હોય તો રેઝર પણ ફેરવી દેતી. જોકે હવે સમસ્યા એટલી વકરી છે કે લગભગ બન્ને બાજુ પંદર-વીસ વાળ ઊગી ગયા છે. નિયમિતપણે પ્લક કરીને કાઢું નહીં તો બહુ જ ખરાબ લાગે. મારી ફ્રેન્ડને વાત કરી તો તેનું કહેવું છે કે આ લક્ષણને ગંભીરતાથી લેવું જોઈએ. એ હૉર્મોનલ અસંતુલન હોવાની નિશાની છે. મને તો માત્ર નિપલની આજુબાજુમાં જ નહીં, હાથ-પગ પર પણ વાળનો ગ્રોથ વધુ થાય છે. પુરુષ હૉર્મોન વધે ત્યારે જ આવું થાય. શું આ સાચું છે? હું નિયમિત વાળ કાઢી નાખતી હોવાથી મારા હસબન્ડને એને કારણે ક્યારેય કોઈ તકલીફ નથી આવી.

જવાબ.સ્ત્રીઓમાં પણ નિપલની આજુબાજુ વાળ ઊગવાનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે. એક રીતે જોવા જઈએ તો એ તમે માનો છો એટલું ચિંતાજનક નથી. મેડિકલ રિસર્ચના આંકડાઓ મુજબ લગભગ ૩૦ ટકા મહિલાઓ આ સમસ્યા ધરાવે છે. અંદાજ તો એથીયે વધુનો છે, કેમ કે આ એવી સમસ્યા છે જેને મહિલાઓ જાહેર કરતાં અચકાય છે. એ ભાગમાં વાળ ઊગવાનાં ઘણાં કારણો છે. હૉર્મોનલ અસંતુલન પહેલું કારણ છે. જનીનગત કારણોસર પણ વાળ ઊગે છે અને ક્યારેક અમુક દવાઓ ચાલતી હોય ત્યારે પણ અસામાન્ય જગ્યાઓએ વાળનો ગ્રોથ વધે છે. તમારા કેસમાં કયું પરિબળ કારણભૂત છે એ શોધવું જરૂરી છે. જો તમને માસિકમાં નિયમિતતા ન હોય, ચહેરા પર ખીલ વધુ થતા હોય, વજન વધતું હોય અને ચહેરા પર પણ વાળનો ગ્રોથ વધતો હોય તો જરૂર ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.

સવાલ.હું 17 વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ.હું 35 વર્ષની પરિણીતા છું. મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે. શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે. તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે. તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી હું 24 કલાકમાં એક કરતા વધુ વખત સેક્સ નથી કરી શકતો. પણ, મારી પત્ની ઈચ્છે છે કે અમે એક દિવસમાં વધુ વખત સેક્સ કરીએ. પરંતુ, હું મારી પત્ની સાથે એક દિવસમાં 1થી વધુ વખત સેક્સ કરી શકતો નથી અને તેવું પરફોર્મ પણ કરી શકતો નથી. હું જલદી થાકી જાઉં છું. હું આ સમસ્યામાંથી કેવી રીતે બહાર આવું, કોઈ ઉપાય જણાવશો?

જવાબ.તમારે ચોક્કસ આ સમસ્યાનું નિરાકરણ શોધવું જોઈએ. પણ, તમે સવાલમાં તમારી ઉંમર કેટલી છે તેનો ઉલ્લેખ નથી કર્યો અને તમારી તબિયત કેવી છે તેનો પણ ઉલ્લેખ નથી કર્યો એટલે હું તમારી કોઈ મદદ કરી શકીશ નહીં. તમે કોઈ સેક્સોલૉજિસ્ટનો સંપર્ક કરી શકો છો.

સવાલ.હું 13 વર્ષની છું. મને પગના દુ:ખાવાની સમસ્યા છે. આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું. પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે. ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે. કેલ્શિયમ, વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે. સંતુલિત આહાર લો. આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો. આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો. ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.