જાણો નોટબંધીમાં આવેલી જૂની 500-1000ની હજારો ટન નોટોનું સરકારે શું કર્યું?

0
498

2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું અને 500 તથા 1000ની નોટને ગેરકાયદે જાહેર કરી હતી. આ ફેંસલો જે સમયે લેવામાં આવ્યો ત્યારે ચલણમાં રહેલી કરન્સીની 80 ટકાથી વધુ હિસ્સો આ બંને નોટોનો હતો. આ સમયે દેશમાં બેંકો બહાર લાંબી લાંબી લાઈનો લાગી હતી.

નોટબંધીના 5 વર્ષ 8 નવેમ્બરના દિવસે પૂરા થઇ ગયા તેના ફાયદા અને નુકસાનની ચર્ચાઓ થઇ રહી છે પરંતુ આજે એક એવી વાત કરવી છે જે જાણવામાં તમને રસ પડશે નોટબંધીમાં જે નોટો પરત આવી તેનું શું કરવામાં આવ્યું તે 500 અને 1000ની પરત આવેલી નોટોનું વજન હજારો ટન હતું સૂત્રો જણાવે છે કે તે નોટોમાંથી અમુક નોટો મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકામાં ખંડિત પ્રતિમાને રીપેર કરવામાં કરાયો હતો નોટબંધી જાહેર થઇ ત્યારે લગભગ 15.41 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 500 અને 1000ના નોટ રદ્દી થઇ ગયા હતા દેશમાં ત્યારે ચલણમાં રહેલી કુલ કરેન્સીના આ નોટ 86 ટકા હતા એટલે તેનું વજન ટનોબંધ હતું.

નોટબંધીનો ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના રૂપમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. તે સમયે સૌથી મોટો વાયદો સિસ્ટમમાં રહેલા કાળા નાણા પર રોક લગાવવાનો કરવામાં આવ્યો હતો અને આ રૂપિયા સીધા બેંકમાં જમા કરાવવાનો નિર્દેશ અપાયો હતો. આ દરમિયાન અનેક લોકોએ નોટબંધીના આ ફેંસલાને ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક પણ કહી હતી.

રિપોર્ટ મુજબ લગભગ 800 ટન વજનની નોટોને પ્રોસેસ કરીને તેને સાઉથ આફ્રિકા મોકલવામાં આવી હતી. આ નોટોને કેરળના ઉત્તરી માલાબાર વિસ્તારની એક પ્લાય બનાવતી ફેક્ટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ફેક્ટરીમાં નોટોના ટુકડા કરીને હાર્ડ બોર્ડ બનાવવામાં આવ્યા અને તે હાર્ડ બોર્ડને મહાત્મા ગાંધીની પ્રતિમાને રીપેર કરવામાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

નોટોને નષ્ટ કરવા માટે 27 સેન્ટર બનાવવામાં આવ્યા હતારિપોર્ટ મુજબ ભારતીય રીઝર્વ બેન્કે ચલણમાંથી બહાર થઇ ગયેલી નોટોને નષ્ટ કરવા માટે આખા દેશમાં 27 શ્રેડિંગ સેન્ટર તૈયાર કરાવડાવ્યા હતા. આવું જ એક સેન્ટર માલાબાર જિલ્લામાં બનાવાયું હતું. તે માટે વેસ્ટર્ન ઇન્ડિયા પ્લાઇવુડ લિમિટેડ નામની કંપનીને એક મહિના પહેલા જ કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. આ ફેક્ટરી કુન્નુર જિલ્લામાં આવેલી છે આ કંપનીએ નોટોના ટુકડા કર્યા પછી તેનો હાર્ડ બોર્ડ અને સોફ્ટ બોર્ડ બનાવવામાં ઉપયોગ કર્યો હતો.

પહેલા એ જોવામાં આવે છે કે ચલણને નાબૂદ કરી શકાય છે કે નહીં, ત્યારપછી આ નોટોને ક્લિપિંગ્સને બ્રિક્સમાં ફેરવવામાં આવે છે. નોટ ક્લિપિંગ્સમાંથી તૈયાર કરવામાં આવેલી આ બ્રિક્સથી કાર્ડબોર્ડ સહિત અનેક પ્રકારની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID ના વિદ્યાર્થીઓએ 500 અને 1000ની જૂની નોટોમાંથી તેમની કુશળતાથી ઘણી વસ્તુઓ બનાવી હતી. વાસ્તવમાં આરબીઆઈએ આ કામ માટે એનઆઈડી પાસેથી મદદ માંગી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓએ નોટ ક્લિપિંગ્સમાંથી તકિયા, ટેબલ લેમ્પ જેવી રોજિંદી વસ્તુઓ બનાવી.

કંપનીના પ્રવક્તાએ અખબારને જણાવ્યું હતું કે નોટબંધી આવી તે પહેલાથી જ કંપની આરબીઆઇની સાથે મળીને કામ કરી રહી હતી ત્યારપછી તેમણે નોટોનો ઉપયોગ કરીને હાર્ડબોર્ડ બનાવવાનું નક્કી કર્યું હતું તે માટે તેમણે આરબીઆઇમાં ટેન્ડર ભર્યું હતું નોટબંધી આવી તે પહેલા પણ કંપની જૂની નોટોને નષ્ટ કરવાનું કામ કરતી હતી
નોટોને નષ્ટ કરવાની આ છે પ્રોસેસ નોટ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. તે ખૂબ જ પાતળું હોય છે.

નોટોને નષ્ટ કરવા મોકલાય ત્યારે તેના ટુકડા કર્યા પછી તેના બ્રિકેટ્સ બને છે આ બ્રિકે્ટસ બન્યા પછી તેને પાછા આરબીઆઇને મોકલવામાં આવે છે ત્યારપછી આરબીઆઇ તેને પ્લાયબોર્ડ ફેક્ટરીમાં મોકલે છે કારણ કે આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું પડે છે કે જે નોટ નષ્ટ કરવા માટે મોકલાય છે તે યોગ્ય રીતે નષ્ટ થયા છે કે નહીં તે જોવું જરૂરી છે તેનો કોઇ ખોટો ઉપયોગ તો નથી થતો તેનું પણ જોવાની જવાબદારી આરબીઆઇની રહે છે.

જાણકારી પ્રમાણે આરબીઆઈ જૂની નોટોને રિસાઈક્લિ કરવાની નહોતી અને બંધ થયા પછી ફરીથી આ નોટોને ચલણમાં લાવવામાં આવનાર નહોતી. જૂની નોટોની ખાસિયત એ છે કે તે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળતી નથી અને રંગ પણ છોડતી નથી. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ અન્ય કાગળની વસ્તુઓ બનાવવા માટે થઈ શકે છે.