જાણો એક રાજા અને વેશ્યાની પુત્રી ની પ્રેમ કહાની,કંવલ-કેવલ ની આ ઐતિહાસિક પ્રેમ કહાની ક્યારેય નહીં વાંચી હોય તમે…

0
230

ભારતના ઈતિહાસમાં કેટલાય રાજા-રાણીઓની શૌર્ય ગાથાઓ મશહુર છે પણ આજે અમે તમને ઈતિહાસની કેટલીક અમર ઐતિહાસિક પ્રેમ કહાની વીશે જણાવીશું જેમનો પ્યાર દુનિયાભરમાં મિસાલરૂપ છે હિંદુસ્તાનની વીર ભૂમિ પર ઘણી શૌર્ય ગાથાઓ બની પરંતુ સાથે સાથે આપણા દેશે દુનિયા સામે પ્રેમના પણ ઘણા ઉદાહરણો પૂરા પાડ્યા. એક સમય હતો જ્યારે એ કહાનીઓમાંથી પ્રેરણા લઈને લોકો સાથે જીવવા-મરવાની કસમો ખાતા હતા. ભારતના ઈતિહાસમાં એવી પ્રેમ કહાનીઓએ જન્મ લીધો જેણે સમાજની પરવા કર્યા વિના પ્રેમને પસંદ કર્યો. દુશ્મની દોસ્તીમાં બદલાઈ ગઈ અને દોસ્ત દુશ્મન બની ગયા. ભારતના ઈતિહાસમાં ઘણી અસામાન્ય પ્રેમ કહાનીઓ મળે છે જે દુનિયા માટે આજે પણ ઉદાહરણ સ્વરૂપ છે.

આજે અમે તમને એક એવી કહાની વિશે જણાવવાના છીએ કે એમાં ગુજરાત ના એક રાજા ને રાજસ્થાન ની એક વેશ્યા ની પુત્રી સાથે પ્રેમ થઈ જાય છે.જ્યારે વેશ્યા ની પુત્રી કોઈક બીજા ને પ્રેમ કરે છે જ્યારે રાજાને આ વાત ની ખબર પડે છે ત્યારે તે રચે છે ખૂની ખેલ નું ષડયંત્ર.પરંતુ વેશ્યાની પુત્રી પણ તેના ષડયંત્ર સામે રચે છે બીજું ષડયંત્ર.કોણ થાય છે આ ખેલ માં વિજેતા જાણવા માટે વાંચો આખી સ્ટોરી.રાજસ્થાનનો ઇતિહાસ હિંમતની વાર્તાઓ તેમજ અકલ્પનીય પ્રેમ કથાઓ માટે જાણીતો છે.ત્યાંની ઘણા પ્રેમ કથાઓ પ્રચલિત છે.પરંતુ તેમાંની થોડી જ ઇતિહાસના પૃષ્ઠો પર તેમના નામ લખવામાં સફળ થઇ છે.આવી એક વાર્તા મારવાડની એક વેશ્યા પુત્રી ની છે.જે રાજાના હુકમની અવગણના કરે છે.તેને તેના પ્રેમમાં ખૂબ શ્રદ્ધા હતી કે તેમણે સજાને ધ્યાનમાં લીધા વિના રાજાની દરખાસ્તને નકારી દીધી.

રાજસ્થાનમાં આ પ્રેમ કથા ખૂબ પ્રસિદ્ધ છે.ગુજરાતથી આવેલા મહમુદ શાહ નું દિલ મારવાડ થી આવેલી કંવલ પર આવી ગયું.તેને કંવલ ને સમજાવવા ની કોશિશ કરી અને કહ્યું,”મારી વાત માનીલે ,મારી પાસે આવીજા હું તને લાખ રૂપિયા ની મિલકત આપી દઈશ અને તારી સામે પડેલા આ હીરા જવારત પણ તારા જ છે.’એટલું કહીને રાજાએ હીરા નો હાર તેને પહેરાવવાની કોશિશ કરી.રાજા ના આ વર્તાવ થી ખુશ થવાની જગ્યાએ કંવલે નારાજગી વ્યક્ત કરી અને હાર તોડીને નાખી દીધો.તેની માં એક વેશ્યા હતી અને તેનું નામ જવાહર પાતુર હતું.તે રાજા પાસે ગઈ અને તેની પુત્રી ની આ હરકત ની માફી માંગી.રાજા એ કહ્યું કે તારી પુત્રી ને કહી દે કે મારી વાત માની લે પરંતુ કંવરે મહયું કે હું ‘કેહર’ ને પ્રેમ કરું છું .દુનિયાની કોઈપણ શક્તિ આવી જાય પણ અમને બન્ને ને કોઈ અલગ નહિ કરી શકે.

કેહરસિંહ ચૌહાણ એ મેહમૂદશાહ થી નાની એક જાયદાત નો જાગીરદાર હતો.કંવર તેને ખુબજ પ્રેમ કરતી હતી.એની માં એ તેને ખુબજ સમજાવી કે તું એક વેશ્યા ની દીકરી છો તુ કોઈ એક ઘર ની ન બની શકે.પરંતુ કંવરે ચોખ્ખું કહી દીધું કે કેહર જેવા સિંહ ના ગળા માં સાપ નાખવા વાળા પેલા બાજ જેવા મહેમુદ ના ગળે કેવી રીતે પડું? હું લગ્ન કરીશ તો માત્ર કેહર સાથે બાકી જીવ દઈ દઈશ.બાદશાહે એ પણ એલાન કર્યું કે કેહર ને કેદ કરવાવાળાને તેની જાયદાત જપ્ત કરીને આપી દેવામાં આવશે.પણ કેહર જેવા રાજપૂત યોદ્ધા થી ટક્કર કોણ લે?તો પણ દરબાર માં ઉપસ્થિત બધા સામંતો માંથી એક જલ્લાદ ઉભો થયો.એની પાસે ખૂબ નાની જાયદાત હોવાથી લાલચ ને કારણે તે યુદ્ધ કરવા માટે તૈયાર થયો.તેણે કેહર ને ષડયંત્ર પૂર્વક મહેલ માં બોલાવ્યો અને બંદી બનાવી ને બાદશાહ ને સોંપી દીધો.

કંવર દરરોજ કેહરને જમવાનું આપવા આવતી.એકવાર કંવર તેના ભોજન માં એક ઝેર વાળી બાસુંદી નું પાત્ર પણ લાવી અને તેના સિપાહી ને આગ્રહ કર્યો.સિપાહી તે પી ગયો અને થોડીજ વાર માં તે મરી ગયો.પછી તેમના મિત્રો ની મદદ થી કેહર નીકળી ગયો પરંતુ તેની મિલકત અને રાજ્ય તો નપટ કરી લીધું હતું એટલે તે મેવાડ ના સીમાવર્તી ગામ ના મુખી ગંગો ભીલને પોતાની આપવીતી જણાવી અને ગંગો ભીલે તેને પોતાના આજુબાજુ ના ગામના લોકો ની મદદ આપી.કેહર ના ગયા પછી બાદશાહે કેહર ને મારવા માટે ઘણા યોદ્ધા મોકલ્યા પણ તેઓ માર્યા ગયા.

અને ત્યારેજ બાદશાહ ને સમાચાર મળ્યા કે કેહર ની તલવારના એકજ વાર થી જલાલ ના ટુકડે ટુકડા થઈ ગયા.કેહર ના જેટલા પણ આવા કિસ્સા સંભાળ વામાં આવે તેનાથી કંવર ખુશ થતી અને તેને જોઈને એટલોજ બાદશાહ ગુસ્સે થતો.છગન નાઈ ની બહેન કંવલ ની નોકરની હતી એકવાર કંવલે એક પત્ર લખી ને છગન નાઈ ની બહેન ના હાથે કહેર ને મોકલાવ્યો.તેમાં લખ્યું હતું કે મારવાડ ના એક વેપારી ની જાન મારવાડ થી અમદાવાદ આવી રહી છે એ જાન સાથે તમે વેશ બદલી ને અમદાવાદ આવતા રેજો બાકી ની વાત હું તમને બીજા સંદેશ દ્વારા મોકલાવીશ.

પત્ર માં લખ્યા પ્રમાણે કહેર તેમાં એક જોગી ના વેશ માં અંદર ઘુસી ગયો અને તેના ચાર સાથી પણ તેમાં શામેલ થઈ ગયા.હવે કંવરે રાજા પ્રત્યે તેનો રવૈયો બદલ્યો પણ ટે મહેમુદ શાહને તેનું શરીર સ્પર્શ કરવા ન દેતી.હવે કન્વાલે એક દાસી ને જાન જોવાના બહાને કેહર પાસે સંદેશો મોકલાવ્યો.અને આગળ ની બધી રણનીતિ સમજાવી દીધી.જાન પહોચે એ પહેલા કંવરે રાજા ને કહ્યું,”હુજુર કેહર નો તો કઈ અતોપતો જ નથી ટે તમારા થી થોડો બચી શક્યો હોય?હવે મારું માથું તો તમારા ચરણો માજ છે.તમે જો મને ખરેખર પ્રેમ કરતા હોવ તો તમારે મારી સાથે લગ્ન કરવા પડશે અને લગ્ન ની મારી કેટલીક શરતો છે તે પણ માનવી પડશે

કંવર ની શરતો….૧.લગ્ન આજના દિવસે જ કરવામાં આવશે.૨.વિવાહ હિંદુ રીતી રીવાજ પ્રમાણે જ થાય લગ્ન ગીતો ગવાય અને આખી રાત નોબત વાગે.૩.લગ્ન ના દીવસે મારો ડેરો મહેલ ના ગુંબજ માં હોવો જોઈએ.૪.તમે જયારે બુલંદ ગુંબજ પધારો તો આતિશબાજી અને ટોપ નું પ્રદર્શન હોવું જોઈએ.૫.મારા લગ્ન જોવા વાળા ઉપર કોઈ પણ પ્રકાર ની રોકટોક ન હોવી જોઈએ અને મારી માને પાલખી માં બેસાડી ને ગુંબજ ની અંદર આવવા દેવામાં આવે.તેની ખુબસુરતી માં દીવાના રાજાએ તેની બધી શરતો માની લીધી.

સાંજ ના સમયે પાલખી લઇ ને કંવર ની દાસી શરત અનુસાર તેની માં ને લેવા માટે તેના ઘરે પહોચી.ત્યાં યોજના અનુસાર કહેર શસ્ત્રો સાથે તૈયાર જ બેઠો હતો.હવે પાલખી માં કંવર ની માં ની જગ્યાએ વેશપલટો કરી ને કહેર ને બેસાડવામાં આવ્યો અને ગુંબજ માં દાખલ કરવામાં આવ્યો.થોડી જ વાર માં રાજા હાથી પર સવાર થઈ અને ગુંબજ સુધી પહોચવા રવાના થયો ત્યાં જ જોરશોર થી આતિશબાજી થવાલાગી અને શરણાઈ નગારા થી ગુંબજ ધ્રુજવા લાગ્યો.આ સમય દરમિયાન કેહર ગુંબજ માંથી બહાર નીકળ્યો અને રાજા ને યુદ્ધ માટે લલકાર્યો,”આજે જોઈએ કે સિંહ કોણ છે અને શિયાળ કોણ છે.ટે મારી સાથે ખુબ છળકપટ કર્યું આજે તને મારીને મને ખુબજ ખુશી મળશે.”

બન્ને યોધ્ધા ઓ માં ભયંકર યોદ્ધ જામ્યું.બન્ને વચે ખુબજ હિમતભેર યુદ્ધ ચાલી રહ્યું હતું.તે બંને ના પગ ની ખળભળાટ થીગુંબજ ધ્રુજવા લાગ્યો અને બહાર થઇ રહેલા આતિશબાજી ના અવાજ થી અંદર શું થાય રહ્યું છે એ પણ કોઈને કશુજ ખબર ના હતી.આ યુદ્ધ માં થોડીજ વાર માં બાદશાહ ની હાર થઇ કહેરે તેનું મો જમીન પર છુંદી નાખ્યું.પછી બહાર સુચના આપવામાં આવી કે બાદશાહ આજની રાત અહી જ ગુંબજ માં તેની પત્ની સાથે ગુજારશે અને પાલખી ની બન્ને બાજુ પડદા લગાવી ને કંવર ને કહેર સાથે બેસાડી ને મહેલ ની બહાર સુરક્ષિત પહોચાડવામાં આવી.બન્ને એ ધામધૂમ થી લગ્ન કર્યા.પછી જયારે સાચી હકીકત લોકો ને ખબર પડી ત્યારે લોકો ખરેખર દંગ રહી ગયા હતા. આ પ્રેમકહાની ઈતિહાસ ના પાને સુવર્ણ અક્ષરે કોતરાયેલી છે.

આવી જ એક બીજી કહાની છે પૃથ્વીરાજ અને સંયુક્તા વિશેપ્રેમ લગ્ન હોય અને એ પણ ભાગીને કર્યા હોય તો એ અત્યારના આધુનિક યુગમાં પણ અસમાન્ય બાબત ગણાય છે અને સમાજ હજુ પણ તેને સરળતાથી સ્વીકારી નથી શકતો, ત્યારે જો એમ કહેવામા આવે કે એક રાજાએ તેનાજ દુશ્મન રજાની દીકરીને પ્રેમ કરયો અને તેને તેના જ સ્વયં વરમાથી ભગાળી તેની સાથે લગ્ન કર્યા હતા. આ પ્રેમ કહાની છે પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગિતાની , જેમાં પૃથ્વીરાજને તેના દુશ્મન કનૌજના રાજા જયચંદની કુવરી સંયુક્તા સાથે પ્રેમ થયો અને જ્યારે રાજાને એ વાતની ખબર પડી ત્યારે તેને પુત્રીનો સ્વયંવર રચ્યો અને પૃથ્વીરાજને નીચો દેખાડવા તેનું પૂતળું દર્બ્ર્નિ બહાર ઊભું રાખ્યું અને અનેક રાજકુમારને આમંત્રિત કર્યા હતા, ત્યારે સંયોગિતા એ પણ પોતાના પ્રેમ ખાતર એ તમામ રાજકુમારને છોડી પૃથવિરજના પૂતળાને જયમાળા પહેરવે છે જ્યાં પહેલાથી જ પુયલની પાછળ પૃથ્વીરાજ ઉભેલો હોય છે. અને ત્યથી જ સંયુક્તનું  અપહરણ કરી ભગાળીને લગ્ન કરે છે.