જાણો એક એવા ગુજરાતી રાજવી વિશે જેમણે સામેથી સ્વીકાર્યું કે તેઓ ” ગે ” છે, જુઓ તસવીરો……

0
492

આમ તો આપણા દેશમાં બધાને આઝાદીથી જીવવાનો અધિકાર છે,તેમ છતાં આપણા દેશમાં એક વર્ગ એવો પણ છે જેને જુદી રીતે જોવામાં આવે છે આપણે વાત કરી રહયા છે LGBT સમાજ વિશે એટલે કે બાયોસેક્સયુએલ અને ટ્રાંસજેન્ડર સમાજ વિશે.આજે પણ આઝાદ સમાજમાં તેમના વિશેના વિચાર સારા નથી..પણ તમે વિચાર્યું છે કે કોઈ રાજા કે રાજકુમાર બાયોસેક્સયુએલ અને ટ્રાંસજેન્ડર છે તો તેમની સાથે પણ આવો વર્તાવ હતો હશે?તો ચાલો આજે અમેં તમને જણાવીએ આવા જ એક રાજકુમાર વિશે.

અમે વાત કરી રહયા છે ભારતના પહેલા “ગે” રાજકુમારથી જાણીતા માનવેન્દ્રસિંહ ગોહિલ વિશે.પેહલાં તો અમે જણાવી દઈએ કે કેટલીય ચીજો માણસના હાથમાં નથી ,આપણા પુરુષ હોવું કે સ્ત્રી કે પછી બાયોસેક્સયુએલ અને ટ્રાંસજેન્ડર હોવું.આ એક પ્રકૃતિનો નિયમ છે અને એજ પ્રમાણે માણસોનો જન્મ થતો હોય છે.ગે ભારતીય રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલ, જણાવે છે તેમની જાતીયતા ને લઈને તેમના રૂઢીચુસ્ત પરિવાર માં તેમણે સામનો કરેલ પડકારો ની, અને બાહરી દુનિયા સાથે લગભગ બંધ કરવા પડેલ વ્યવહાર ની.કોઈ પણ મનુષ્ય પોતાની મરજીથી બાયોસેક્સયુએલ અને ટ્રાંસજેન્ડર નથી બનતો.આ બાબત જાણવા છતાં સમાજમા તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે.આવુ જ કશુક થયું હતું રાજકુમાર માનવેન્દ્રસિંહની સાથે.

માનવેન્દ્રસિંહ ગુજરાતના રાજપીપળાના રાજકુમાર છે અને સાથે “ગે” પણ .તે મહારાણા શ્રી રઘુબીર સિંહજી રાજેન્દ્રસિંહજી સાહેબના એકમાત્ર પુત્ર છે.તેમનું બાળપણ પણ રાજકુમારોની જેમ શાહી ઠાઠમાથથી ભરપૂર હતું,પણ જ્યારે તેમના લગ્ન ઝાબુંઆની રાજકુમારી ચંદ્રિકા સાથે થયા ત્યારે તે ખુશ ન હતા,લગ્ન પછી તેમની પત્ની સમજી ગઈ કે તેઓ “ગે” છે.અને આજ કારણથી એક વર્ષ પછી માનવેન્દ્રસિંહ સાથે તેમણે છૂટાછેડા લઇ લીધા,અને જતા જતા સલાહ આપી કે ક્યારેય બીજી સ્ત્રી સાથે લગ્ન ના કરશો.

આ સ્થિતિ પછી માનવેન્દ્રસિંહ નું મનોબળ તૂટી ગયુ અને તે બીમાર થઈ ગયા,વર્ષ ૨૦૦૨ મા જયારે તેમને ડોક્ટરની પાસે લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરે માનવેન્દ્રસિંહની હકીકત પરિવારને જણાવી ત્યારે તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું,તેમના માટે એ વિશ્વાસ કરવો ગણો મુશ્કેલ હતો.માનવેન્દ્રસિંહને સામાન્ય બનાવવા માટે પરિવારે પૈસા પાણીની જેમ વાપર્યા પણ અંતે એનો કોઈ જ રસ્તો ના નિકળ્યો અને હવે તો પરિવારે પણ માનવેન્દ્રસિંહને એકલા રહેવા માટે અનુમતિ આપી દીધી અને માનવેન્દ્રસિંહે પણ તેનો વિરોધ ના કર્યો.

40 વર્ષીય  રાજકુમારે દુનિયાનું ધ્યાન સૌ પ્રથમ વખત વર્ષ 2007 માં ઓપરા વિન્ફ્રે સાથે ના ટોક શો માં પોતાની જાતીયતા વિષે વાત કરીને ખેંચેલ.અહી, તેઓએ એ પણ જણાવેલ કે તેમના લગ્ન એક રાજકુમારી સાથે થયેલ અને તેમના પરિવારે તેમને બરતરફ પણ કરેલ.વર્ષ ૨૦૦૬ એ માનવેન્દ્રસિંહ માટે ગણું અગત્યનું વર્ષ સાબિત થયું ,કારણ કે આ જ વર્ષે તેમણે પહેલી વાર પોતાના ઇન્ટરવ્યૂમાં પોતે “ગે” હોવાનું સ્વીકાર્યું અને આ પછી જ તેમના મનમાંથી શરમ ગતી રહી.આ પછી ૨૦૦૭ મા દુનિયાભરમાં મશહૂર ટોક શો માં ઓપ્રા વીંફ્રે તરફથી આમંત્રણને સ્વીકાર્યું અને રાતોરાત દેશવિદેશમા જાણીતા થયા.તેના પછી વર્ષ ૨૦૦૮મા જાણીતી ચેનલ એ માનવેન્દ્રસિંહનું પૂરેપૂરું ઇન્ટરવ્યૂ લીધું.આમ તો તેમના આ પગલાની બધા જ પ્રશંસા કરે છે.

આ પછી તેમણે આવી માનસિકતા ને દૂર કરી ને પોતાને ગણી જગ્યાએ સાબિત કર્યા અને આજે પણ તેઓ લક્ષ્ય સંસ્થા દ્વારા બાયોસેક્સયુએલ અને ટ્રાંસજેન્ડર સમાજની મદદ કરે છે અને તેમને પોતાનો હક અપાવવાની પૂરેપૂરી કોશિશ કરે છે.ભારતનાં એક માત્ર ગે રાજવી પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલે કમજોર LGBT લોકો માટે ખાસ ઉદહારણ પુરુ પાડ્યું છે.

એટલું જ નહીં LGBT લોકો માટે તેમણે તેમનાં મહેલનાં દરવાજા પણ ખોલી દીધા છે.જે લોકો તેમની સેક્સ્યુઆલિટીને લઇને જાહેરમાં ન બોલી શકતા હોય કે, સમાજ દ્વારા તિરસ્કારનો ભોગ બનતા હોય તેવા લોકોની મદદમાં તેઓ આવ્યાં છે.એક તરફ સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 377 એટલે કે સમલૈંગિકતાને ગેરકાયદે ગણનારા પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો છે.

સુપ્રીમે આ અંગે તૈયારી બતાવતા આ કેસને સુપ્રીમની મોટી બેંચને રિફર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં નાઉ ફાઉન્ડેશને દલીલ કરી હતી કે, કોર્ટના 2013ના નિર્ણય પણ પુનર્વિચાર કરવાની જરૂર છે, કારણ કે અમને લાગે છે કે આમાં સંવિધાનિકમુદ્દા જોડાયેલા છે. બે પુખ્ત વયના લોકો વચ્ચે શારીરિક સંબંધ શું ગુનો છે.

તે અંગે ચર્ચા જરૂરી છે. પોતાની ઈચ્છાથી કોઈની પસંદગી કરનારે ડરના માહોલમાં ન રહેવું જોઈએ.સુપ્રીમ કોર્ટમાં નવતેજ સિંહ જૌહર, સુનીલ મેહરા, અમન નાથ, રિતૂ દાલમિયા અને આયશા કપૂરે એક અરજી દાખલ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટને આઈપીસીની કલમ 377 પર પુનર્વિચાર કરવાનીમાંગ કરી હતી. અરજીમાં તેઓએ કહ્યું હતું કે કલમ 377ને કારણે તેઓ ડરીને જીવી રહ્યા છે.

જે તેમના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે.ત્યારે LGBT લોકો માટે પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલે તેમનો 15 એકરનો મહેલ ખુલ્લો મુકી દીધો છે. ચાર બેડરૂમનાં આ મહેલ તેમનાં પૂર્વજોએ બનાવ્યો છે. જેમાં પ્રિન્સ માનવેન્દ્ર વધુ રૂમ બનાવી રહ્યાં છે.52 વર્ષિય પ્રિન્સનું માનવું છે કે, સમાજે LGBT માટે હકારાત્મક વલણ અપનાવવું જોઇએ.

એક પ્રિન્સ હોવા થા હું ઘણી વખત ભેદભાવ અને તિરસ્કારની સમસ્યાનો ભોગ બન્યો છું તો સામાન્યવ્યક્તિ પણ આવી સમસ્યાનો ભોગ બન્યો હોય તે સ્વાભાવિક છે. આપણો સમાજ કોઇપણ પ્રકારનાં ભેદભાવ વગર અન્ય વ્યક્તિની જાતીયતા સ્વિકારી શકતો નથી. તેથી જ LGBTની મદદ કરવા માટે મે મારુ જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીથો છે.

આપણી પારિવારિક વ્યવસ્થા LGBTને અપનાવી શકતી નથી. આપણને તે સ્વિકારવા તૈયાર જ થતી નથી. આપણે માતા-પિતા સાથે અહીં રહીયે છીએ. જ્યારે પણ આ વિષય પર કંઇક કહેવાનો પ્રયાસ કરવામાં આવે તો તેઓ કહે છે કે તમને સમાજ સ્વિકારશે નહીં તમારો બહિષ્કાર કરશે. આવી પરિસ્થિતિમાં આ પ્રકારનાં લોકો પણ કમજોર થઇ જાય છે.