જાણો આ ચમત્કારી ઉપાય વિશે ગમે તેવો ગ્રહદોષ હશે ચપટી માં થઈ જશે ગાયબ…

0
63

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ વિદ્યા પણ એક વિજ્ઞાન છે, જેનાથી વર્તમાન તેમજ ભવિષ્યને સુધારવા માટેની જરૂરી જાણકારી મળી શકે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિનો ભાગ્યોદય નથી થઈ શકતો.આવા ગ્રહને પોતાના પક્ષમાં કરવા અને શુભફળ આપતાં કરવા માટેના ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવ્યા છે.

ગ્રહો શુભ ફળ આપે તે માટે સંબંધિત ગ્રહોના રત્ન ધારણ કરવાનું ચલણ છે. ઘણા લોકોના હાથમાં અલગ અલગ રત્નવાળી વીંટી તમે જોઈ પણ હશે. જો કે આ રત્ન મૂલ્યવાન હોય છે. તેથી સામાન્ય સ્થિતિ ધરાવતાં લોકો માટે તે ધારણ કરવું શક્ય હોતું નથી.ધનના અભાવના કારણ રત્ન ધારણ ન કરી શકતા લોકો માટે પણ જ્યોતિષ શાસ્ત્રમાં ઉપાય દર્શાવામાં આવ્યા છે. રત્ન જે પ્રકારનું ફળ આપે છે તેવું જ ફળ ગ્રહ સંબંધિત ઝાડનું મૂળ ધારણ કરવાથી પણ મળી શકે છે. તો જાણી લો આજે ગ્રહોને શાંત કરવાના આ સરળ, સચોટ પણ સસ્તા ઉપાય વિશે.

ચંદ્ર.જો ચંદ્ર અશુભ ફળ આપતો હોય તો સોમવારે રાયણના ઝાડના મૂળનો ટુકડો તોડી અને સફેદ દોરામાં બાંધી અને ગળામાં પહેરવો.મંગળ.મંગળ ગ્રહને શુભ બનાવવા માટે ખેરના મૂળનો ટુકડો લાલ કપડાંમાં લપેટી અને લાલ દોરામાં બાંધી મંગળવારે ધારણ કરવો.બુધ.બુધ માટે હાથી લતાના મૂળનો ટુકડો લઈ અને લીલા દોરામાં બાંધી અને ગળામાં પહેરવું.સૂર્ય.જો કુંડળીમાં સૂર્ય સંબંધિત સમસ્યા હોય તો બીલીના ઝાડમાંથી મૂળનો એક ટુકડો લઈ અને ગુલાબી દોરામાં બાંધી રવિવારે ધારણ કરવો.

ગુરુ.ગુરુ માટે કેળના ઝાડનું મૂળ ગળામાં ધારણ કરવો, તેના માટે પીળા દોરાનો ઉપયોગ કરવો.શુક્ર.શુક્ર માટે શણના મૂળને સફેદ કપડામાં બાંધી અને શુક્રવારે ધારણ કરવું.શનિ.શનિ દેવને ખુશ કરવા માટે સમડાના ઝાડના મૂળનો ટુકડો લઈ અને શનિવારે કાળા દોરામાં બાંધી અને ધારણ કરવો.રાહુ.કુંડળીમાં જો રાહુ અશુભ સ્થિતીમાં હોય તો સફેદ ચંદનનો એક ટુકડો બુધવારે ધારણ કરવો.કેતુ.કેતુ શુભ ફળ આપે તે માટે અશ્વગંધાના મૂળનો ટુકડો ધારણ કરવો જોઈએ. આ કામ ગુરુવારે કરવું.

ચંદ્ર ગ્રહની શાંતિ માટે કરો આ વિશેષ ઉપાય,ચંદ્ર દેવની શુભતા મેળવવા અને તેની સાથે જોડાયેલા દોષ દુર કરવા માટે જેટલું બની શકે એટલું સ્વચ્છતા ઉપર ધ્યાન આપો. ન માત્ર તમારી આસપાસની સાફ સફાઈ રાખો, પરંતુ સ્વયં પણ સ્વચ્છ રહો અને સ્વચ્છ કપડા પહેરો. આ ઉપાયથી નિયમિત રીતે ચંદ્ર દેવની કૃપા મળવા લાગશે. માતાજીની સેવા કરવાથી પણ ચંદ્ર ગ્રહ મજબુત થાય છે.

આવી રીતે કરો મંગળ દેવને શાંત, મંગલ ગ્રહ સૂર્યના સેનાપતિ છે. આપણા ને ગોળનું સ્વરૂપ છે. જયારે ઘઉં સૂર્યનું પ્રતિક છે. મંગળ ગ્રહની કૃપા મેળવવા માટે રવિવારના દિવસે ઘઉંના લોટના ચુરમાના ગોળના લાડુ બનાવીને ખાવ અને બીજાને પણ ખવરાવો. આ ઉપાયથી મંગળ દેવતા પ્રસન્ન થશે. ધ્યાન રાખશો કે સૂર્ય ઘઉં, મંગળ ગોળ અને ચંદ્રમાં ઘી છે, અને આ ત્રણેમાં મિત્રતા છે. તેથી જયારે આ ત્રણે મિત્ર મળીને ખુશ થશે તો તેની પ્રસન્નતાના થોડા છાંટાતો તમારી ઉપર પણ પડશે જ. કહેવાનો અર્થ તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે.

બુધ દેવ માટે કરો આ વિશેષ ઉપાય : બુધ ગ્રહનો રંગ લીલો છે. તે નવ ગ્રહોમાં શારીરિક રીતે સૌથી નબળો અને બોદ્ધિક રૂપમાં સૌથી આગળ છે. બુધ ગ્રહની શુભતા મેળવવા માટે તેની સાથે જોડાયેલા દોષ દુર કરવા માટે ગાયને લીલું ઘાસ ખવરાવો. ધ્યાન રાખશો કે પૃથ્વી અને ગાય બંને જ શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, જયારે લીલું ઘાસ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.તમે તો જાણતા જ હશો કે બીજા જાડની સરખામણીમાં ઘાસ નબળું છે. બરોબર એવી જ રીતે જેમ કે અન્ય ગ્રહોની સરખામણીમાં બુધ ગ્રહ નબળો છે. ઘાસ એટલે બુધ અને ધરતી એટલે શુક્ર. તેથી ગાય લીલું ઘાસ ખાઈને ખુશ થાય છે અને તમને પણ બુધની કૃપા પ્રાપ્ત થાય છે.

બૃહસ્પતી દેવની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય : બૃહસ્પતીને પ્રસન્ન કરવા માટે પોપટને ચણાની દાળ ખવરાવવાનો ઉપાય ઘણો અસરકારક સાબિત થાય છે કેમ કે પોપટ બુધ ગ્રહનું પ્રતિક છે અને ચણાની દાળ બૃહસ્પતી ગ્રહની. તમે જાણતા હશો કે કૌટુંબિક વિવાદને કારણે બૃહસ્પતી તેની પત્ની તારાથી નારાજ રહે છે. તે વાત બુધને ગમતી નથી અને તે તેને લઈને તેના પિતા બૃહસ્પતીથી દુઃખી રહે છે. તેથી જયારે તમે આ ઉપાય કરશો તો બુધ સ્વરૂપ પોપટ ચણાની દાળ ખાઈને પેટ ભરશે અને ખુશ રહેશે, તો બૃહસ્પતી આપોઆપ ખુશ થઇ જશે અને તમારી ઉપર તેની કૃપા વરસાવશે.

શુક્ર દેવની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે કરો આ ઉપાય : જો તમે શુક્ર ગ્રહના દોષથી પીડિત છો, તો તમારે ગાયને રોટલી ખવરાવવી જોઈએ, એવું એટલા માટે કેમ કે સૂર્ય ઘઉં છે અને શુક્ર ગાય છે. કહે છે ને કે કોઈ બળવાન વ્યક્તિને સ્વયં સિવાય કોઈ બીજાને ઊંચા પદ ઉપર જાય તે ગમતું નથી, તે રીતે શુક્રને પણ સૂર્યને આધીન રહેવાનું પસંદ નથી. એટલા માટે જયારે તમે તેના શત્રુ સૂર્ય એટલે ઘઉંને ગાય એટલે શુક્રને ખવરાવો, તો જરૂર તેનો ગુસ્સો દુર થઇ જશે અને તમારી ઉપર તેની કૃપા વરસવાનું શરુ થઇ જશે.

આવી રીતે થશે શની મહારાજ પ્રસન્ન,શની ન્યાયના દેવતા છે. શ્રમના પુજારી છે. તેથી જો આપણે કોઈ મહેનત મજુરી કરવા વાળાને તન, મન અને ધનથી યોગ્ય સાંત્વના પ્રદાન કરીએ છીએ, તેની મદદ કરીએ છીએ, તો શનિદેવ પ્રસન્ન થશે. તેની કૃપાથી તે તમામ દોષ દુર થઇ જશે, જેના કારણે તમારે તકલીફ વેઠવી પડે છે.

રાહુ માટે કરો આ ઉપાય : રાહુ છાંયા ગ્રહ છે, જેને ભોગ દેવાથી ઘણા જલ્દી શાંત થાય છે. તેથી જો તમે રાહુ સાથે જોડાયેલા વ્યક્તિ જેમ કે કુષ્ટ રોગી, નિર્ધન વ્યક્તિ, સફાઈ કર્મચારી વગેરેને ભોજન વગેરે આપીને ખુશ કરો છો, તો તમને રાહુની કૃપા જરૂર મળશે. આ ભોજનમાં તમે ગરીબ વ્યક્તિને વનસ્પતિ ઘી માં બનેલી મોટી સાઈઝની પૂરી, ગોળનો હળવો, શાક માટે છાશ કે બટેટાલાનો લચ્છો રાખો. જરૂર લાભ થશે.

કેતુ ગ્રહની શાંતિ માટે અસરકારક છે આ ઉપાય, કેતુ ગ્રહના દોષને કારણે હંમેશા વ્યક્તિ ભ્રમનો ભોગ બને છે. જેના કારણે તેને તમામ તકલીફો વેઠવી પડે છે. કેતુની ખરાબ અસરથી બચવા માટે સૌથી પહેલા તમે તમારા વડીલોની સેવા કરવાનું શરુ કરી દો. સાથે જ કુતરાને મીઠી રોટલી ખવરાવી. આ ઉપાયથી જરૂર સકારાત્મક પરિણામ જોવા મળશે.ચંદ્ર ગ્રહ, ચંદ્ર ગ્રહને શાંત રાખવા માટે સફેદ રંગની ચીજોનું દાન કરો. દૂધ, દહીં, ખાંડ અને અન્ય વસ્તુઓનું દાન કરવાથી આ ગ્રહ કુંડળીમાં મજબૂત બને છે. આ સિવાય તમારે ચંદ્રની પૂજા પણ કરવી જોઈએ.

ગુરુ ગ્રહ, ગુરુ ગ્રહ સાથે પીળો રંગ સંકળાયેલ હોય છે. માટે ગુરુવારે આ રંગના કપડાં પહેરો અને કેળાના ઝાડની પૂજા કરો.સૂર્ય ગ્રહ, સૂર્ય ગ્રહ તમને અનુકૂળ બની રહે એ હેતુ સૂર્ય ભગવાનની પૂજા કરો અને દરરોજ અર્ઘ્ય દિવા કરો.ઉપરાંત, દર રવિવારે સૂર્ય ભગવાનની કથા વાંચો.મંગળ ગ્રહ, મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે મંગળવારે લાલ રંગની વસ્તુઓનું દાન કરો.કેતુ અને રાહુ આ બંને ગ્રહોને શાંત રાખવા માટે શનિવારે પૂજા કરો અને લોખંડની વસ્તુઓનું દાન કરો.

શનિ ગ્રહ, શનિ ગ્રહ ભારે હોય ત્યારે શનિવારે તેલનું દાન કરો. ભગવાન શનિની પૂજા પણ કરો.નવગ્રહ કવચ મંત્રનો જાપ કરો, એક સાથે બધા નવ ગ્રહોને શાંત કરવા માટે તમે નવગ્રહ કવચ મંત્રનો જાપ કરી શકો છો. ફક્ત આ મંત્રોનું વાંચન કરવાથી આ બધા ગ્રહો કુંડળીમાં શાંત રહે છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી જીવનમાં ઉભી થતી નથી.નવગ્રહ કવચ મંત્રનો જાપ કરતી વખતે આ વાત નું ધ્યાન રાખો કે તમે તેનો ઉચ્ચારણ બરોબર કરો. કારણ કે ખોટા મંત્રનો જાપ કરવાથી આ મંત્રનો જાપ કરવાથી કોઈ ફાયદો થતો નથી. આ મંત્રનો તમે દરરોજ જાપ કરો.