જાણો આ ચમ્તકાર વિશે: ભક્તની મદદ કરવા આવ્યા માં ખોડિયાર,સાક્ષાત પ્રગટ થઈ ને ભક્ત ને કહ્યું કે..

0
312

માતા ખોડીયારના એવા ઘણા પરચા છે જે જોઈ દરેક લોકો આજે પણ માતા ખોડીયારમાં મન મુકીને શ્રદ્ધા રાખે છે. કહેવાય છે કે જો તમે સાચા મનથી ભક્તિ કરતા હોય અથવા સાચા મનથી યાદ કરો તો તમારી મુસીબત ટરી શકે છે.આવી જ એક ઘટના પાકિસ્તાનમાં બની હતી. પાકિસ્તાનમાં માતા ખોડીયારનો એક ભક્ત રહેતો હતો. તે સમયે નવરાત્રી ચાલતી હતી. આથી તે ભકતે નવરાત્રીના નવ દિવસ ઉપવાસ રાખ્યા હતા. પરંતુ તેના ઘરની આજુ બાજુ કોઈ માતાનું મંદિર નોહતું.

એક દિવસ તે માતાના દર્શન કરવા માટે તેના ઘરથી 10 એક કિલોમીટર દૂર આવેલ મંદિરે જાય છે. વચ્ચે રસ્તો જંગલમાં થઈને જતો હોવાથી તે બાઇક લઈને મંદિરે ગયો. મંદિરે તો પોહચી ગયો પરંતુ જ્યારે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં આવતા જંગલમાંથી તેને એક ચીસ સાંભરી.તેને બાજુમાં જોયું તો એક સિંહ તેની બાજુ દોડીને આવી રહ્યો હતો. આવામાં તેને શું કરવું એ કઈ ખબર પડતી નોહતી. આ સમયે પછી તેને માતા ખોડીયારનું નામ લેવાનું શરૂ કર્યું. જ્યારે સિંહ નજીક આવવાનો થયો ત્યારે તે આંખો બંધ કરીને માતા ખોડીયારનું નામ લેવા લાગ્યો.

થોડી વાર પછી અવાજ આવ્યો તો તેને આંખ ખોલી અને જોયું તો ત્યાં અચાનક બાજુમાંથી એક વન વિભાગની ટિમ આવી પોહચી હતી. અને તેમને તેની જાન બચાવી લીધી હતી. ત્યારે તેને ટીમને પૂછયું તો તેમને જણાવ્યું કે અમે અહીં નવા છીએ અને રસ્તો ભટકી ગયા હતા.ત્યારે ભક્તના મનમાં થાય છે કે વન વિભાગની ટિમ રસ્તો કઈ રીતે ભટકી શકે? આ એક ખરેખર માતારાણીનો ચમત્કાર છે. આજે તેમને મારી જાન બચાવી છે.