જાણો શ્રી કૃષ્ણ ના વૈકુંઠ જવાની સાથે જ કેમ થયો કળિયુગ નો પ્રારંભ,જાણો મહાભારત સાથે જોડાયેલ એનું રહસ્ય.

0
319

આપણા શાસ્ત્રોમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. તેમાંથી કળયુગ હાલ ચાલી રહ્યો છે. દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધ પૂરુ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ પોતાની દ્વારિકા નગરી પરત આવી ગયા હતા. બાદમાં તેઓ થોડા સમય માટે દ્વારિકામાં રહ્યા હતા અને શ્રીકૃષ્ણ વૈકુંઠ જતા રહ્યા હતા, જે તેઓનું ધામ છે. જ્યારે શ્રીકૃષ્ણ વૈકુંઠ જતા રહ્યા હતા, ત્યારે અર્જુન યુદ્ધ હારવા લાગ્યા હતા. પાંડવોને સતત હાર મળી રહી હતી અને તેનાથી પાંડવો બહુ જ દુખી હતા. ત્યારે યુધિષ્ઠિરે અભિમન્યુ અને ઉત્તરાના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા હતા. પછી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પોતાની પત્ની દ્રૌપદી સાથે યાત્રા પર હિમાલયની તરફ જતા રહ્યા હતા. આ યાત્રામાં પાંડવો અને દ્રૌપદીનો અંત થયો હતો અને માત્ર યુધિષ્ઠિર જ એવા હતા, જે સશરીર સ્વર્ગ પહોંચ્યા હતા.

જ્યારે શ્રીકૃષ્ણ જતા રહ્યા હતા, ત્યારે ધરતી પર કળિયુગનું આગમન થયું હતું. પરંતુ રાજા પરીક્ષિતે તેઓને યુદ્ધમાં પરાસ્ત કર્યાં હતા. પરંતુ કળિયુગે ધરતી પર સ્થાન મેળવવા માટે પ્રાર્થના કરી હતી. તેના પર રાજા પરીક્ષિતે કળિયુગને જુગાર, હિંસા, વ્યાભિચાર અને દારૂવાળું સ્થાન આપ્યું હતું. કળિયુગે ફરીથી એક સ્થાન માંગ્યું. આ વખતે પરીક્ષિતે કળિયુગને સોનામાં રહેવાનું સ્થાન આપ્યું હતું. કહેવાય છે કે, જે લોકો ઉપરોક્ત તમામ બાબતો જુગાર, હિંસા, વ્યભિચાર, દારૂ અને સોનાનો ત્યાગ કરે છે તેમના પર કળિયુગ હાવી થતો નથી. એમ પણ કહેવાય છે કે, કળિયુગની વધુ એક મહિમા છે. શુભ ફળની પ્રાપ્તિ માટે આ યુગમાં માત્ર ભગવાનનું નામ યાદ કરવું અને જપવુ એકમાત્ર ઉપાય છે. દાન કરવું પણ કળિયુગમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બધો જ રાજપાટ રાજા પરીક્ષિતને સોંપીને બધા પાંડવો અને દ્રોપદી સાથે મહાપ્રયાણ હેતુ હિમાલય તરફ નીકળી ગયા હતા. ત્યારે સ્વયં ધર્મ બળદનું રૂપ લઈને અને ગાયના રૂપમાં બેઠેલી પૃથ્વી દેવીને સરસ્વતીના કિનારે મળ્યા. ગાયનું રૂપ લઈને બેઠેલી પૃથ્વીના નયન આંસુથી ભરેલા હતા. અને તેની આંખોમાંથી લગાતાર આંસુઓની ધાર વહી રહી હતી. પૃથ્વીને દુઃખી જોઈને ધર્મદેવે દુઃખી હોવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે હે દેવી તમે આ જોઇને તો નથી રડી રહ્યા કે  મારો માત્ર એક પગ જ વધ્યો છે, (કારણ કે ઘર્મ ના આ ચાર પગ હતા સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ હવે પેહલા ત્રણ પગ તો નષ્ઠ થઈ ગયા હતો અને માત્ર ૧ જ પગ વધ્યો છે એ કળિયુગ )  અથવા તો એ વાતથી દુઃખી છો કે હવે તમારી ઉપર રાક્ષસી તાકાતોનું શાસન થશે.

આ સવાલનો જવાબ આપતા પૃથ્વીદેવી બોલ્યા કે “હે ધર્મ તું તો બધું જાણે જ છે તો પણ મારા દુઃખોનું કારણ પૂછે છે, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, ત્યાગ, શાસ્ત્ર, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, એશ્વર્ય, નિર્ભીકતા, કોમળતા ધેર્ય વગેરે ગુણોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ જવાથી કળિયુગે મારા પર કબજો કરી લીધો છે. પહેલા ભગવાન શ્રી કૃષ્ણના ચરણો મારા પર પડતા હતા જેના કારણે હું મને ખુબ જ સૌભાગ્યશાળી માનતી હતી. પરંતુ હવે એવું નથી હવે મારૂ સૌભાગ્ય સમાપ્ત થઇ ગયું છે. હવે હું કળિયુગ ના દાયરામાં આવી રહી છુ.

ધર્મ અને પૃથ્વી બંને વાત કરી રહ્યા હતા ત્યાં અસુરરૂપી કળિયુગ ત્યાં આવી પહોંચ્યો. અને બળદ રૂપી ધર્મ અને ગાય રૂપી પૃથ્વીને મારવા લાગ્યો.  ત્યાંજ  રાજા પરીક્ષિત ત્યાંથી પસાર થતા  હતા અને આ દ્રશ્ય તેણે પોતાની આંખોથી જોયું  અને કળિયુગ પર ખુબ જ ગુસ્સે થયા . રાજા પરીક્ષિતે કળિયુગને કહ્યું કે દુષ્ટ પાપી તું કોણ છે, ગાય અને બળદને શા માટે સતાવે છે. તું મહાન અપરાધી છે અને તારો અપરાધ ક્ષમા પાત્ર નથી એટલે તારો વધ નિશ્વિત છે.

રાજા પરીક્ષિતે બળદ રૂપે ધર્મ  અને ગાયના રૂપમાં પૃથ્વીને ઓળખી ગયા. અને રાજા પરીક્ષિત તેને કહે છે કે “હે ધર્મ સતયુગમાં તમારા તપ, પવિત્રતા, દયા અને સત્ય એવા ચાર પગ હતા. ત્રેતાયુગમાં ત્રણ જ પગ રહ્યા, દ્વાપરયુગમાં બે જ પગ રહી ગયા. અને હવે આ દુષ્ટ કળિયુગના કારણે તમારો એક જ પગ રહ્યો છે. અને પૃથ્વીદેવી પણ આ વાત થી  દુઃખી હતા.

આટલું કહીને જ રાજા પરીક્ષિતે પોતાની તલવાર કાઢી અને કળિયુગને મારવા માટે આગળ વધ્યા. રાજા પરીક્ષિતનો ક્રોધ જોઈને કળિયુગ ધ્રુજવા લાગ્યો. અને કળિયુગ ગભરાયને પોતાના રાજર્ષિ વેશને ઉતારીને રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ગયો અને ક્ષમા યાચના કરવા લાગ્યો. અને રાજા પરીક્ષિતે પણ કળિયુગ પોતાના ચરણે આવ્યો એટલા માટે કળિયુગને મારવો તે ઉચિત ન લાગ્યું. અને તેને કહ્યું કે “કળિયુગ તું મારા ચરણમાં આવી ગયો છે એટલા માટે હું તને જીવનદાન આપું છે. પરંતુ અધર્મ, પાપ, ખોટું, ચોરી, કપટ, દરિદ્રતા, વગેરે અનેક ઉપદ્રવોનું મૂળ કારણ તું જ છે. તું મારા રાજ્ય માંથી અત્યારે જ નીકળી જા અને પછી ક્યારેય પણ અહિયાં નહિ આવતો.

પરીક્ષિતની વાત સાંભળીને કળિયુગે કહ્યું કે “પૂરી પૃથ્વી પર તમારો નિવાસ છે. પૃથ્વી પર એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં તમારું રાજ ન હોય. એટલા માટે મને રહેવા માટે એક ઉચિત સ્થાન પ્રદાન કરો.” કળિયુગના કહેવાથી રાજા પરીક્ષિતે ખુબ જ વિચારીને કહ્યું કે “અસત્ય, કામ, ક્રોધ, મદનો નિવાસ અહિયાં પણ થતો હોય તો આ ચાર સ્થાન પર રહી શકે છે.

પરંતુ પછી કળિયુગ બોલ્યો કે “હે રાજન આ ચાર સ્થાન મારા રહેવા માટે અપર્યાપ્ત છે. મને હજુ  બીજી જગ્યા પણ પ્રદાન કરો.” આ માંગ પર રાજા પરીક્ષિતે કળિયુગને સુવર્ણના(સોનાના) રૂપમાં પાંચમું સ્થાન આપ્યું.કળિયુગ આ સ્થાન મળી જવાથી પ્રત્યક્ષ રૂપે તો ત્યાંથી તે ચાલ્યો ગયો પરંતુ થોડોક દુર ગયા પછી અદ્રશ્ય રૂપમાં પાછો આવીને રાજા પરીક્ષિતના સોનાના મુકુટમાં નિવાસ કરવા લાગ્યો.

માર્કંડેય પુરાણમાં વર્ણન મળે છે કે કળિયુગ દરમિયાન શાસક જનતા ઉપર પોતાની ઈચ્છા પ્રમાણે શાસન કરશે. કળિયુગ આવતા નીચે ની બધીજ વાતો સાચી પડશે .ઈચ્છા પડે ત્યારે તેની ઉપર જુલ્મ કરશે.  શાસક પોતાના રાજ્યમાં આધ્યત્મની જગ્યાએ ભયનો પ્રચાર કરશે.  મોટી સંખ્યામાં પલાયન શરૂ થઇ જશે. લોકો સસ્તું ખાવા માટે અને પૈસા કમાવવા માટે પોતાનું ઘર છોડીને જવા માટે મજબુર હશે.ધર્મને નજરઅંદાજ કરવામાં આવશે અને લાલચ સત્તા, પૈસા, બધાના મનમાં ઘુસી જશે.

કળિયુગમાં શ્રીમદ ભગવદ ગીતાનું પણ બહુ જ મહત્વ છે. જ્યારે શ્રીકૃષ્ણ પોતાના ધામ પરત ફરવાના હતા, તે પહેલા તેઓએ અક્રુર સાથે વાત કરી હતી. તે સમયે અક્રુરે શ્રીકૃષ્ણને હાથ જોડીને પ્રાર્થાના કરી હતી કે, જો તેઓ જતા રહ્યા તો કળિયુગનો પ્રભાવ બહુ જ વધી જશે. લોકો ખોટા રસ્તા પર જતા રહેશે અને અધર્મની તરફ વધશે. ત્યારે શ્રીકૃષ્ણએ અક્રુરને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપ્યો હતો. શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, આ પૃથ્વી પર હું આ ભાગવતના સ્વરૂપમાં નિવાસ કરીશ. જો કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવતનો પાઠ કરે, તેના ઉપદેશોનુ વિધિવત પાલન કરે છે, તો તમામ તકલીફોમાંથી મુક્તિ મળી શકે છે.

કળિયુગનો અંત ક્યારે થશે. એ વાત અનેક વખત ચર્ચાતી આવી છે. જો કે એ વિશે કોઈ નિશ્રિત ભવિષ્યવાણી નથી. પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના અંતનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની ઉંચાઈ વધું ઘટી જશેય સ્ત્રી અને પુરુષ થોડા વધું દુર્બળ થઈ જશે. 16 ઉંમરે તો માથાના વાળ પાકીને સફેદ થઈ જશે. નાની ઉંમરમાં મૃત્યુનું પ્રમાણ વધી જશે. લોકો માનસિક સંતુલન ગુમાવી દેશે. તેને લી મગજ બહેર મારી ગયું હોય તેવું વર્તન વધી જશે. લોકોમાં ગાંડપણના અંશો વધું જોવા મળશે.

મળશે આવા સંકેત નારાયણે પોતે જ નારદજીને જણાવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે કે જ્યારે તમામ પુરુષો અને સ્ત્રીઓને આધીન થઈને જીવન વ્યતીત કરશે. પાપની બોલબાલા વધી જશે. મનુષ્ય સાત્વિક જીવનની જગ્યાએ તામસીક જીવન જીવવામાં વિશ્વાસ કરશે.

કળિયુગમાં ગંગા નદી સૂકાઈ જશે.કળિયગુમાં પાંચ હજાર વર્ષ થશે પછી ગંગા નદી સૂકાઈ જશે. અને નર્મદા નદી પણ પાઘડી પન્ને જ રહેશે. એટલે કે સાંકડી થઈ જશેય. જ્યારે કળિયુગમાં દસ હજાર વર્ષ થઈ જશે ત્યારે તમામ દેવતાઓ પૃથ્વીને છોડીને પોતાના ધામમાં ચાલ્યા જશે. વ્યક્તિ પૂજન- કર્મ, વ્રત – ઉપવાસ જેવા તમામ ધાર્મિક કાર્યોનો છેદ ઉડાડી દેશે. નહિં કરે. એક સમય એવો આવશે કે જમીનથી અન્નનું ઉત્પાદન પણ નહિં થાય. જમીન જળમગ્ન થઈ જશે.પૃથ્વી પર કલકી અવતાર જન્મ લેશે તેની સાથે જ પૃથ્વી પર અત્યાચારોનું શમન કરવા તે યુદ્ધ કરશે. તે સાથે જ કળિયુગ સમાપ્ત થઈ જશે.