હું 22 વર્ષની યુવતી છું મારી સામે રહેતો છોકરો મને ખૂબ ગમે છે, જોકે તેણે મને કદી આઈ લવ યુ નથી કહ્યું પણ તે ઘણી વાર મને હગ કરવાનું કહે છે, કિસ કરવા પણ કહે છે. મારે શું કરવું જોઈએ?

0
444

સવાલ.મિસકેરેજ થયા પછી પીરિયડ્સ મિસ થાય તો શું કરવું જોઈએ?.

જવાબ.મિસકેરેજ પછી જ્યારે કોઈ સ્ત્રીનો પીરિયડ્સ મિસ થાય તો સૌથી પહેલાં ગાયનેક ડોક્ટરને મળવું જોઈએ. ડોક્ટર સામાન્ય રીતે સ્ત્રીનો થાઈરોઈડ ટેસ્ટ કરાવે છે અને અન્ય ક્લિનિકલ એક્ઝામિનેશન કરે છે. રિપોર્ટ જોયા પછી જો જરૂર પડે તો ડોક્ટર પ્રોજેસ્ટેરોન હોર્મોન અથવા એચસીજી હોર્મોન ઈન્જેક્શન દ્વારા આપી શકે છે.

સવાલ.અર્લી મિસકેરેજ થયા પછી બીજી પ્રેગ્નન્સી ક્યારે પ્લાન કરવી જોઈએ?.

જવાબ.સામાન્ય રીતે આ સ્થિતિમાં પહેલાં કપલે ડોક્ટરને મળવું જોઈએ. ડોક્ટર ક્લિનિકલ એક્ઝામિનેશન અને જરૂરી ટેસ્ટ કર્યા પછી બીજી પ્રેગ્નન્સી રાખવા માટેનો યોગ્ય સમય સૂચવે છે. જ્યારે કોઈ સ્ત્રીને મિસકેરેજ થાય છે ત્યારે ડોક્ટર સૌથી પહેલા થાઈરોઈડ, બ્લડ સુગર, પ્રોલેક્ટિન હોર્મોન અને ક્રોમોઝોનનો ટેસ્ટ કરાવે છે, કારણ કે તેમાં કોઈ સમસ્યા જણાય તો મિસકેરેજની શક્યતા વધી જાય છે. જેમ કે, ઘણી વાર થાઈરોઈડનું લેવલ યોગ્ય ન હોવાને કારણે હાઈપરથાઈરોડિઝમ અથવ હાઈપોથાઈરોઈડિઝમની સમસ્યા થવા લાગે છે. આ બંને સ્થિતિ અર્લી મિસકેરેજનું કારણ બની શકે છે આ સિવાય સ્ત્રીના શરીરમાં ઘણીવાર પ્રોલેક્ટિન હોર્મોનનું સ્તર હાઈ થઈ જાય તો પણ મિસકેરેજનું કારણ બની શકે છે.

ત્રીજું કારણ બ્લડ સુગર હાઈ રહેવું પણ હોઈ શકે છે. જોકે, ક્રોમોઝોન ટેસ્ટ ડોક્ટર ત્યારે કરે છે જ્યારે તે સ્ત્રીને 2થી 3 વાર મિસકેરેજ થઈ ચૂક્યું હોય આ સિવાય 10થી 20 ટકા કિસ્સાઓમાં રિપોર્ટ બરાબર હોય છે અને મિસકેરેજનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી. આવી સ્થિતિમાં ડોક્ટર રિપોર્ટ જોઈને કપલને દવા આપી શકે છે અને બીજી પ્રેગ્નન્સી પ્લાન કરવાની સલાહ આપે છે આ દરમિયાન સ્ત્રીઓને ફોલિક એસિડનો ડોઝ પણ આપવામાં આવે છે.

સવાલ.મારી ઉંમર 22 વર્ષ છે. મારી સામે રહેતો છોકરો મને ખૂબ ગમે છે. હું તેની સાથે વાતો કરું છું. અમે ફોનમાં કલાકો સુધી રાત્રીના સમયે વાતો કરીએ છીએ. મેં એની સામે હું તેને પ્રેમ કરું છું એવી વાત કબૂલી નથી પણ મને લાગે છે કે તે જાણતો હશે, કારણ કે તે વાત કરવામાં ઘણી છૂટછાટ લે છે. તે અમુક એવા વીડિયો પણ મોકલે છે. જોકે તેણે મને કદી આઈ લવ યુ નથી કહ્યું પણ તે ઘણી વાર મને હગ કરવાનું કહે છે, કિસ કરવા પણ કહે છે. મારે શું કરવું જોઈએ? મને ડર લાગે છે કે હું એને સાવ ના પાડી દઇશ અને તે જતો રહેશે તો? મને તેના માટે ઘણી લાગણી છે. મને પણ તેને હગ કરવાનું મન થાય છે. મને લાગે છે કે તે મને હગ કરવાનું કહે છે તો કદાચ તેને પણ મારા માટે લાગણી હોય.

જવાબ.તમે અંધારામાં તીર મારવાની વાત કરી રહ્યાં છો. જો તે છોકરાને તમારા માટે ખરી લાગણી હશે તો તે તમારો વિશ્વાસ જીતશે, તમને તેના પ્રેમ વિશે જણાવશે અને પછી જ તમને હગ કરવા કે કિસ કરવા કહેશે. પણ જો તેણે આવું નથી કર્યું અને સીધા જ નજીક આવવાની વાત કરી રહ્યો છે તો તમારે ચેતીને ચાલવું જોઇએ. બને તેને તમારી લાગણી વિશે ખબર હોય એટલે એ તમારા ભોળપણનો લાભ લઈ રહ્યો હોય.

સવાલ:હું ૭૦ વર્ષનો તંદુરસ્ત પુરુષ છું. મને હજી સંભોગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સંભોગ નથી કરી શકતો. મને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી. મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે. શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય?જવાબ:વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો, કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે, જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે.પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો. જડભરતની જેમ નહીં.

સવાલ.હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સે*ક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.

જવાબ.કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સે*ક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.