હોઠ પરનાં વાળ કાઢવા છે તો અપનાવિલો આ ખાસ રીતે,સેજ પણ તકલીફ વગર થઈ જશે દૂર.

0
9

શરીરના અણગમતા વાળને હટાવવા માટે છોકરીઓ વૈક્સિંગની મદદ લે ચછે.  પણ  તેનાથી તેમને ખૂબ દુખાવો થાય છે.  સાથે જ અનેકવાર તેની સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળે છે. આવ આવામાં તેને બદલે બદલે  તમે હોમમેડ પૈક દ્વારા અણગમતા વાળને કાઢી શકો છો. તેનાથી ન તો કોઈ દુખાવો થશે કે ન તો કોઈ સાઈડ ઈફેક્ટ્સ. સાથે જ તેનાથી તમારો પાર્લરનો ખર્ચ પણ બચી જશે. ચેહરા પર અણગમતા વાળની સમસ્યા મોટેભાગે સ્ટ્રેસ, પીસીઓડી અને હાઈ ટેસ્ટોસ્ટેરોનને કારણે થાય છે . જો તમે પણ વૈક્સિંગની સાઈડ ઈફેક્ટથી ગભરાય છે તો આજે અમે તમને કેટલીક એવી ઘરેલુ ટ્રીટમેંટ વિશે બતાવીશુ જેનાથી ચહેરા પરના અણગમતા વાળથી છુટકારો મેળવી શકાય છે.

અપર લિપના વાળ મહિલાઓ માટે સૌથી મોટી પરેશાની છે. એ તમારા સૌંદર્યમાં ડાઘ પાડે છે. જ્યારે હોઠને ખૂબસૂરત બનાવવા માટે તમે લિપસ્ટિક લગાવો છો ત્યારે આ અપર લિપના વાળને કારણે એ ભાગ કાળો લાગે છે. આપણે આ વાળ કાઢવા રોજ-રોજ બ્યુટી-પાર્લરમાં જઈ શકતા નથી. અપર લિપ માટે તમે કઈ પદ્ધતિ વાપરો છો એ પણ બહુ મહત્વનું છે. અપર લિપના વાળ માટે ક્યારેય શેવિંગ કરવું નહીં. એનાથી તમારા વાળ બહુ થિક આવશે અને ગ્રોથ પણ વધી જશે. એ સિવાય આજકાલ જે હેરરિમૂવર ક્રીમ આવે છે એ પણ ન વાપરવી. એનાથી તમારી સ્કિન કાળી થઈ જશે. બની શકે તો થ્રેડિંગ અથવા વેક્સિંગ જ કરવું. એ સિવાય અપર લિપના વાળનો તમે ઘરગથ્થુ ઉપાયથી પણ છુટકારો મેળવી શકો છો.’ તો આવો જાણીએ કયા ઘરગથ્થુ ઉપાયથી અપર લિપના વાળથી છુટકારો મેળવી શકાય છે.

અપર લિપના વાળ ઓછા કરવા માટે ચણાનો લોટ સૌથી સારો ઓપ્શન છે. ચણાના લોટ સાથે હળદર અને બે ટીપાં મધનાં મિક્સ કરો. આ મિશ્રણને હોઠ પર લગાવો. એ પછી એ સુકાઈ જાય ત્યારે આંગળી ભીની કરીને ઘસવું. વાળનું જે ડાયરેક્શન હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઘસવું. વાળ ધીરે-ધીરે ઓછા થતા જશે.

વેક્સિનથી જો પેઇન થતું હોય તો સાકર અને લીંબુની પેસ્ટ દૂધમાં મિક્સ કરીને હોઠ પર લગાવો. એ પેસ્ટ સુકાય નહીં ત્યાં સુધી રાખો. સુકાઈ જાય પછી એને આંગળી ભીની કરીને ઘસીને કાઢવું. આ તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપશે. આનાથી અપર લિપ લાઇટ થઈ જશે.દૂધમાં હળદર મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને વધારે માત્રામાં તમારા હોઠ પર લગાવો. આનાથી તમારા હોઠ ઉપરના વાળ ઓછા થઈ જશે. એ સિવાય તમે હળદરને પાણી સાથે પણ વાપરી શકો છો.

કાચા પપૈયામાં પેપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે તમારાં રોમછિદ્રોને બંધ કરે છે. એનાથી વાળનો વિકાસ ઓછો થઈ જાય છે. પપીતા પૅકને બનાવવા માટે બે મોટા ચમચા કાચા પપૈયાને સ્મૅશ કરીને પેસ્ટ બનાવો. એમાં અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરો. આ પેસ્ટને હોઠ પર લગાવો અને ૧૫ મિનિટ સુધી મસાજ કરો. એ પછી પાણીથી ધોઈ નાખો.એક ચમચી ઓટમીલ અને એક ચમચી મધ અને લીંબુના રસને મિક્સ કરો. આ પેસ્ટને અપર લિપ પર લગાવો. લગાવીને 15-20 મિનિટ સુધી રાખો. વીસ મિનિટ પછી રાઉન્ડમાં વાળની વિરુદ્ધ દિશામાં મસાજ કરો. એ પછી થોડા હૂંફાળા પાણીથી ધોઈ લો. આનાથી અપર લિપના વાળ સાફ થઈ જશે.

ઈંડાનો માસ્ક આ પૈકને બનાવવા માટે 1 ઈંડાના વ્હાઈટ ભાગમાં 1 ટેબલસ્પૂન શુગર અને 1/2 સ્પૂન મકાઈનો લોટ મિક્સ કરો. હવે તમે જે બોડી પાર્ટ્સ પરથી વાળ હટાવવા માંગો છો ત્યા આ પૈકને 10-15 મિનિટ સુધી લગાવી મુકો અને સૂકાયા પછી તેને પીલૉક માસ્કની જેમ ઉતારી લો. પછી એ સ્થાનને પાણીથી સાફ કરી લો. તેનાથી તમે કોઈપન જાતની સાઈડ ઈફેક્ટ્સ અને દુખાવા વગર અણગમતા વાળથી છુટકારો મેળવી લેશો.

સંતરા અને લીંબુની છાલને સૂકવીને પીસી લો. એ પછી એક-એક ચમચી લીંબુ અને સંતરાની છાલનો પાઉડર લો. આમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને અપર લિપ પર લગાવી સુકાય નહીં ત્યાં સુધી રાખો. પછી પાણીથી ધોઈ લો.બેસન અને દૂધ ત્વચાના અણગમતા વાળને હટાવવાની સાથે સાથે આ પૈક ચેહરાને ગ્લોઈંગ પણ બનાવે છે.  તેને બનાવવા માટે 1/2 વાડકી બેસન, 1/2 વાડકી દૂધ, 1 ટી સ્પૂન હળદર પાવડર અને 1 ટી સ્પૂન ફ્રેશ ક્રીમ મિક્સ કરીને અડધો કલાક રાખી મુકો પછી જ્યા વાળ હોય એ સ્થાન પર લગાવીને 30 મિનિટ સુધી રહેવા દો. જ્યારે સુકાય જાય ત્યારે કુણા પાણીથી સ્ક્રબ કરતા તેને કાઢી લો.

જો તમે ૨ ચમચી ચણા ના લોટ મા ટામેટાં નો રસ મિક્સ કરીને આ પેસ્ટ ને તમારા ફેસ પર લગાવી ને ૧૫ મિનિટ સુધી મસાજ કરો તો તમારા ફેસ પર રહેલા વાળ જડમૂળ થી દૂર થઈ જશે અને તમારા ફેસ નું સૌંદર્ય પાછું આવી જશે.જો તમારા ફેસ પર પણ અમુક જગ્યાએ ન ગમતા હોવા છતાં વાળ ઊગી આવતા હોય અને તે તમારા સૌંદર્ય ને બગાડી રહ્યા હોય તો ચણા ના લોટ મા લીંબુ નો રસ ઉમેરી તેને ફેસ પર લગાવો અને ૩૦ મિનિટ સુધી રહેવા દયો ત્યાર બાદ તેને સ્વચ્છ પાણી વડે સાફ કરી લ્યો એટલે આ વાળ ની સમસ્યા માથી તમને મુક્તિ મળે.

જવના દળિયા બેસ્ટ એક્સફોલિએટિંગ એજન્ટ હોવાની સાથે તમારા ચહેરાના વાળ હટાવવામાં પણ મદદ કરે છે. અડધી ચમચી જવના દળિયામાં 8 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. તેને સરખી રીતે મિક્સ કરીને 15થી 20 મિનિટ ચહેરા પર લગાવી રાખો. પછી તેને પાણીથી ધોઈ લો. સપ્તાહમાં 2 વખત આ ઉપાય કરવાથી ફાયદો થશે.મકાઈનો લોટ, 1 ચમચી ખાંડ અને 1 ચમચી ઈંડું મિક્સ કરીને થીક પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર 15 મિનિટ લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. સારા રિઝલ્ટ માટે તેને વીકમાં 2થી 3 વખત લગાવો.1 વાટકી મસૂરની દાળને આખી રાત પલાળી રાખો. સવારે તેને વાટીને તેમાં ક્રશ્ડ કરેલું બટાકું મિક્સ કરો. તેને ચહેરા પર લગાવી સુકાય જવા દો. સુકાય ગયા પછી તેને પાણીથી ધોઈ લો. આ ચહેરાના અણગમતા વાળ દૂર કરવા માટે કારગર ઉપાય છે.

મસૂરની દાળ અને બટેટાનું માસ્ક લગાવવાથી પણ ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકા છે.માસ્ક બનાવવા માટે એક બાઉલમાં મસૂરની દાળને આખી રાત પલાળીને રાખો. બીજા દિવસે આ દાળને પીસી લો. હવે તેમા બાફેલા બટેટા મશળીને મિક્સ કરી લો.હવે એક ચમચી મધમાં લીંબુનો રસ મિક્સ કરી લો. આ મિશ્રણને આશરે અડધો કલાક ચહેરા પર લગાવ્યા પછી તેને રગડીને નીકાળી લો.આમ કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જશે.

ચહેરાના વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે મેથી એક વધુ સારો વિકલ્પ છે. મેથીમાં બળતરા વિરોધી અને એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે, જેના કારણે તે ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે. તે જ સમયે, લીલા ચણામાં વિટામિન એ, સી અને મેંગેનીઝ હોય છે, જે ત્વચા પરની કરચલીઓ દૂર કરવામાં મદદગાર છે. બે ચમચી મેથીના દાણા પાવડરના રૂપમાં પીસી લો અને તેમાં બે ચમચી લીલા ચણા પાવડર નાખો. હવે પેસ્ટ બનાવવા માટે થોડું પાણી નાખો, અને પેસ્ટ તૈયાર થાય એટલે તેને ચહેરાના વાળ પર લગાવો. તેને 10-15 મિનિટ સુધી સૂકવવા દો, અને પછી તમારા ચહેરાને નરમ કપડાથી સાફ કરો. તમે આ પ્રક્રિયાને અઠવાડિયામાં બે વાર પુનરાવર્તન કરી શકો છો.