હોટલના માલિકને PI અજય એ કહ્યું હતું મારી બહેન ગર્ભવતી થઈ ગઈ છે એટલે મેં તેને મારી નાખી,પરંતુ લાસ તો પત્નીની હતી…….

0
30

દોઢ મહિનાથી પણ વધુ સમયથી ગુમ સ્વીટી પટેલની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોતાના હસ્તક લઈ લીધી છે. તપાસનો દોર હાથમાં લેતા જ ક્રાઈમ બ્રાંચે આ કેસમાં માત્ર મર્ડરના એંગલ પર જ ફોકસ કરવાનું નક્કી કર્યું છે. વડોદરા ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેક્ટરના પત્ની સ્વીટી પટેલ 05 જૂનથી ગુમ છે. અત્યારસુધી આ કેસની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ કરી રહી હતી, જેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સોંપાઈ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો કરતો પીઆઈ દેસાઈ અને તેના સાથી કિરીટસિંહ જાડેજાની અટકાયત કરી છે ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે અજય દેસાઈએ કરજણ પાસેના અટાલીની હોટલ વૈભવમાં સ્વીટીની લાશ સળગાવી હતી જોકે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે સ્વીટી પટેલની હત્યા કરી અને દેસાઈએ લાશને સળગાવી તેના માટે કિરિટસિંહને ખોટું બોલીને વિશ્વાસમાં લીધા હતા અજય દેસાઈના આ પાપમાં કિરિટસિંહ જાડેજા શા માટે ભાગીદાર થયા તે રહસ્ય સામે આવ્યું છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે સ્વીટી પટેલનું મર્ડર થયું છે. કારણકે પોલીસને તેમના ગાયબ થવાના કે વડોદરાની બહાર નીકળવાના કોઈ પુરાવા નથી મળ્યા. આ સ્થિતિમાં સ્વીટી પટેલની હત્યા કઈ રીતે થઈ અને તેમની લાશનો ક્યાં નિકાલ કરાયો તેમજ તેમાં કોણ-કોણ સામેલ હતું તેના પર સમગ્ર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. સ્વીટી પટેલ પીઆઈ અજય દેસાઈના કાયદેસરના પત્ની નહોતા. તેઓ લીવ-ઈનમાં રહેતાં હતાં, જેને લઈને બંને વચ્ચે ઝઘડાં થતા હતા. સ્વીટી પોતાને અજય દેસાઈની કાયદેસરની પત્નીનો દરજ્જો મળે તેવું ઈચ્છતી હતી. સ્વીટીના ભાઈના જણાવ્યા અનુસાર, સાસરીમાં કોઈ બોલાવતું ના હોવાથી પણ તેઓ વ્યથિત રહેતા હતા.

અજય દેસાઈએ પહેલા એક લગ્ન કર્યા હતા જેને છૂટાછેડા આપ્યા હતા બાદમાં બીજા લગ્ન અને બાદમાં સ્વીટી સાથે લીવ ઇન મા રહેવા લાગ્યો હતો તો બીજીતરફ સ્વીટી પટેલએ પણ પહેલા લગ્ન કર્યા હતા અને ડિવોર્સ લીધા હતા બાદમાં અજય સાથે સબંધ બંધાયા અને તે દરમિયાન અમેરિકા ના કોઈ વ્યક્તિ સાથે પણ તેને સબન્ધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે બને વચ્ચે લગ્નને લઈ તકરારો થતી હતી. સ્વીટી પટેલ અને અજય દેસાઈની બીજી પત્ની બંને ગર્ભવતી થયા હતા તે બંનેના ગર્ભવતી થવાના સમયમાં કોઈ લાંબુ અંતર નહોતું અને સ્વીટી ગર્ભવતી થતા તેણે છઠ્ઠા મહિને અજય ને જાણ કરતા જ બાબલો વધી હતી જેના કારણે બંને વચ્ચે ઝઘડાઓ પણ થઈ રહ્યા હતા એવામાં સ્વીટીથી છૂટકારો મેળવવા માટે દેસાઈએ તેની હત્યાનું કાવતરૂં રચ્યું હતું.

જોકે હત્યા કરે તો તેને શું કરવું આ અંગે દેસાઈ અવઢવમાં હતો અને તેણે સ્વીટીની હત્યા કરીને કિરિટસિંહને એવું કહ્યું હતું કે કુંવારી બહેન ગર્ભવતી થતા ઘરમાં રખાય એમ નથી તેથી તેની હત્યા કરી નાખી છે લાશનો નિકાલ કરવો પડશે આ સ્થિતિમાં કિરિટસિંહ તેના પાપમાં ભાગીદાર બન્યા હતા આ કેસમાં સૌથી મોટી કડીઓ સીસીટીવી વીડિયો દેસાઈના અટાલીના લોકેશનના પુરાવા સ્થાનિક લોકોની જુબાનીઓ અને અટાલીની અવાવરૂ હોટલમાંથી મળી આવેલા હાડકા સાબિત થઈ હતી સ્વીટી પટેલ ગુમ નથી અને તેની હત્યા થઈ છે એવી થિયરી સામે આવતા પોલીસે દેસાઈ પર શંકાનો આધાર રાખી તપાસ કરી હતી.

અજય દેસાઈ પીઆઈ હોય પોલીસની થિયરીઓથી વાકેફ હતો તેથી તેની પાસેથી જવાબ મળતો નહોતા પરંતુ કોલ ડિટેલ્સના આધારે કિરિટસિંહનું નામ સામે આવતા પોલીસે કિરિટસિંહને લાલ આંખ દેખાડી હતી અને પોલીસની તપાસમાં કિરિટસિંહ જાડેજા ભાંગી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.અજય દેસાઈએ કિરિટસિંહને વિશ્વાસમાં લઈને હત્યા પહેલાં સ્થળની માહિતી લઈ રાખી હતી અને તેના લાઇવ લોકેશન પણ ચેક કર્યા હતા. ત્યારબાદ તેણે સ્વીટીના જન્મદિને જ અન્ય વ્યક્તિના નામે ખરીદેલી જીપ કંપાસ કારમાં તેનો મૃતદેહ નાખી અને જાડેજાની હોટલે લઈ ગયો હતો. ત્યાં લાશ બાળવા કોઈ પાસે ખાંડ અને ઘી મંગાવી નિકાલ કર્યો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સ્વીટીના હાડકા અજય એ આસપાસ ના વિસ્તારમાં નાખી દીધા હતા જેથી હવે આસપાસ ના વિસ્તારમાં ઘાસ અને અન્ય ગંદકી હટાવી તપાસ કરાશે અને એફ.એસ.એલ ને પણ સાથે રખાશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહેલેથી જ આ કેસમાં તપાસમાં જોડાઈ ગઈ હતી. રથયાત્રા પહેલા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વડોદરા પણ ગઈ હતી. ગૃહમંત્રી એ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા હત્યાનો કેસ આખરે ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આગવી ઢબે કાઉન્સેલિંગ કરી આ ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાનું જાણવા મળ્યું છે. બે પીએસઆઇ ના કિસ્સા પણ પીઆઇ અજય દેસાઈ ને સંભળાવતા તે પોપટ ની જેમ બધું બોલી ગયો હતો. જોકે સમગ્ર મામલે પહેલા કિરીટસિંહ પોપટની માફક બોલી જતા પીઆઇ અજય દેસાઈ નું ક્રોસ ઇન્ટ્રોગેશન કરતા તે ભાંગી પડતા ગુનાનો ભેદ ઉકેલાયો છે.

જેથી આ કેસનો ભેદ ઉકેલવામાં કાઉન્સિલીંગ મહત્વનું પાસુ મનાઈ રહ્યું છે. બીજીતરગ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે અજય દેસાઈએ પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા બાદમાં સમાજની યુવતી સાથે લગ્ન કર્યા અને બાદમાં તેના જીવનમાં સ્વીટી આવી હતી. તેની પત્ની અને સ્વિટી આશરે પંદરેક દિવસના અંતરે જ ગર્ભવતી થઇ અને સ્વીટીએ આ વાત છુપાવતા તકરારો વધતા હત્યા કરવાનો અજય એ પ્લાન ઘડયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસ ની તપાસમાં પહેલા વડોદરા જિલ્લા પોલીસ કામે લાગી હતી. ત્યારે અજય દેસાઈ પીઆઇ હોવાથી તે કાયદાનો જાણકાર હતો જેથી પોલીસને અનેક દિવસો સુધી ગોળ ગોળ ફેરવી રહ્યો હતો. ત્યારે અજય દેસાઈ પર એક અધિકારીએ થર્ડ ડીગ્રી ની ટેક્નિક વાપરી ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો જોકે છતાંય સફળતા મળી ન હતી. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાઉન્સિલિંગ ની સાથે સાથે ક્રોસ ઇન્ટ્રોગેશન ની ટેક્નિક વાપરી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.