હવે કરોનાં થતાં તાવ કે ઉદરસ નહીં પરંતુ આ નવા લક્ષણો મળ્યા જોવાં, એકવાર જરૂર વાંચીલેજો આ લક્ષણ વિશે……

0
3056

દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર જોવા મળી રહ્યો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ વાયરસ વાતાવરણ મુજબ પોતાના રૂપમાં ફેરફાર કરે છે. અત્યાર સુધીમાં જ્યાં માથાનો દુખાવો, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના મુખ્ય લક્ષણ માનવામાં આવી રહ્યાં હતા, ત્યારે નવા મામલે સ્થાનિક ડોક્ટર સહિત દેશ વિદેશના જાણકારોએ ચિંતા વધારી દીધી છે. કોવિડ-19ના લક્ષણોની યાદીમાં ત્રણ નવા લક્ષણ ઉમેરવામાં આવ્યા છે. ઝાડા, માથાનો દુખાવો અને ઉલ્ટી એટલે કે, કોરોના કાળમાં હવે આ ત્રણ બિમારીને જો ગંભીરતાથી ન લેવામાં આવે તો આ બિમારી કોઇનો જીવ પણ લઇ શકે છે.

આજે સમગ્ર વિશ્વમા ૨૦૦ કરતા પણ વધુ દેશોમા કોરોના વાયરસ એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ કિસ્સામા આ સમસ્યા વિશે તમામ પ્રકારનુ સંશોધન કરવામા આવી રહ્યુ છે. હાલ, તાજેતરમા જ કોરોના વાયરસના નવા લક્ષણો પણ બહાર આવી ચૂક્યા છે. ઇટાલી અને સ્પેનના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે પગના જખમ પણ કોરોનાનુ એક લક્ષણ હોય શકે છે. વાસ્તવમા અમુક દેશોમા કોરોના ચેપગ્રસ્ત લોકોમા આ લક્ષણો જોવા મળ્યા છે.

શરદી કે સામાન્ય ફલૂશરદી થવા પર આખું શરીર તૂટે છે અને ખુબ ખરાબ અસર પહોંચાડે છે. તેના લક્ષણ માઈલ્ડથી લઈને બહુ ખરાબ પણ હોઈ શકે છે. ફ્લૂ કે એલર્જી થવા પર આ શરદીના લક્ષણોના સામે વધુ તકલીફ આપી શકે છે. આવું થવા પર આ લક્ષણો પર ધ્યાન આપોઃ વહેતું નાક કે ભરેલી શરદી, હલ્કી ઉધરસ, થાક લાગવો, છીંક આવવી, આંખથી પાણી આવવું, ગળામાં ખીચખીચ, માથામાં દુઃખાવો (અતિ સામાન્ય).સામાન્ય શરદી કે ફ્લૂ 7થી 10 દિવસોમાં ખત્મ થઈ જાય છે. તેમાં મોટાભાગે લક્ષણ બીમારી કે ફ્લૂને કારણે નહીં પણ આપણા ઈમ્યૂન સિસ્ટમને કારણે થાય છે. આપણી ઈમ્યૂન સિસ્ટમ જ્યારે બીમારીઓથી લડે છે તો આ લક્ષણ સામે આવે છે. સામાન્ય શરદીને ખત્મ કરવા માટે તમારી પોતાની ઈમ્યૂન સિસ્ટમ જ કાફી છે.

તાજેતરમા જ એક સંશોધક રિચાર્જે જાહેર કર્યુ છે કે, છેલ્લા ચાર માસમા કોરોનાના નવા ૧૫ લક્ષણો બહાર આવ્યા છે. હજુ સુધી તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામા સમસ્યા થવી જેવા લક્ષણો જોવા મળ્યા હતા. સંશોધન અનુસાર સમગ્ર વિશ્વમા આવા કિસ્સાઓ વધુ પડતા જોવા મળ્યા છે. જ્યા કોરોનાવાળા દર્દીઓ તાવ, શ્વાસની સમસ્યા જેવા લક્ષણો જોવા મળતા નથી. જેના કારણે લોકોમા સંક્રમણ વિશે માહિતી મળી શકતી નથી.આ સિવાય હાલ સરદર્દ થવુ , પેટ મા દુઃખાવો થવો, મગજમાં રક્ત જામી જવુ, પગમા ચાંદા પડી જવા, ગંધ ના આવવી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આવા કિસ્સામા લોકો સંક્રમિત છે કે નહિ તે ઓળખી શકાતુ નથી. વર્તમાન સમયમા જ ઇટાલીના ૧૩ વર્ષીય બાળકને ચેપના આવા સંકેતો જોવા મળ્યા હતા, જેણે સૌ કોઈ ને આશ્ચર્યમા મૂકી દીધા હતા. આ બાળક ના પગમા ઘા હતા.

શરૂઆતમા તો તેને કરોળિયાનો ડંખ માનવામાંl આવતો હતો. પરંતુ, ૮ માર્ચ ના રોજ તેમને દવાખાનામા દાખલ કરવામા આવ્યા. બે દિવસ બાદ તાવ, સરદર્દ, શરીરમા ખંજવાળ આવવી જેવા લક્ષણો જોવા મળ્યા હતા એટલુ જ નહી દવાખાનામા દર ૫ બાળકોમાંથી એકને આ લક્ષણ જોવા મળે છે. સ્પેનિશ જનરલ કાઉન્સિલ પોડિઆટ્રિસ્ટ મુજબ, આવા લક્ષણો સ્પેન, ઇટાલી અને ફ્રાન્સના કોરોના ચેપવાળા દર્દીઓમા જોવા મળ્યા હતા.

ફૂડ પોઇઝનિંગ :ચાઇનાના ડેટા મુજબ ૫૦% કોરોના ના દર્દીઓમા ફૂડ પોઇઝનિંગનાં લક્ષણો જોવા મળે છે. પેટમા અસહ્ય પીડા થવી, ઉલ્ટી થવી જેવા લક્ષણો દર્દીઓમા જોવા મળ્યા હતા. ધ સનના એક અહેવાલ અનુસાર, અમુક કોરોનાથી સંક્રમિત દર્દીઓએ એવો પણ રિપોર્ટ આપ્યો હતો કે, તેમને પેટમા દર્દ અનુભવાય રહ્યો છે અને તેમને ફૂડ પોઇઝનિંગ થયુ હતુ. થોડા કલાકો બાદ તેને ગળામા સોજો થવા લાગ્યો અને શ્વાસ લેવામા સમસ્યા થઈ.

અમેરિકાની સંસ્થા સીડીસીએ કોરોનાનું નવું લક્ષણ ઉબકા આવવાને ગણાવ્યું છે.સીડીસીના આધારે જો કોઈ વ્યક્તિને વારેઘડી અસામાન્ય રીતે ઉબકા આવે છે તો તે ખતરો બની શકે છે. આવી વ્યક્તિએ પોતાને આઈસોલેટ કરી લેવું યોગ્ય છે. જો કે ઉબકા આવવાના અન્ય અનેક કારણો પણ હોઈ શકે છે. પરંતુ આ સીઝનમાં તેને ઈગ્નોર કરવું નહીં. જો વારેઘડી આ ફરિયાદ રહે છે તો કોરોના ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે. ગંધ અથવા સ્વાદ નો ખ્યાલ ના પડવો :વર્તમાન સમયમા આવેલા અહેવાલમા ગંધનો ખ્યાલ ના પડવો, સ્વાદની અનુભૂતિ ના થવી આ લક્ષણો દક્ષિણ કોરિયા, ચીન અને ઇટાલીના કોરોના પીડિતોમા જોવા મળ્યા હતા. ૩૦% આવા દર્દીઓની પુષ્ટિ દક્ષિણ કોરિયામા થઈ છે.

લોસિંગ સેન્સ:અમેરિકાના મિશિગનમા એક ૫૦ વર્ષીય સ્ત્રીને કોરોના નો ચેપ લાગ્યો હતો. સરદર્દ થતા તે દાક્તર પાસે પહોંચી પરંતુ, પોતાનુ નામ પણ યોગ્ય રીતે બોલવા માટે સક્ષમ નહોતી. તપાસમા જાણવા મળ્યુ હતુ કે, તેના મગજના અનેક ભાગોમા સોજો હતો. ઇટાલીના બ્રાસિકા યુનિવર્સિટીના સંશોધકે કહ્યા મુજબ કોરોના દર્દીઓમા અમુક પ્રકારના પરિવર્તન જોવા મળ્યા છે.

અહી અમુક દર્દીઓએ બ્રેઇન સ્ટ્રોક, બ્રેઇન એટેક, એન્સેફાલીટીસ લક્ષણો, મગજમા રક્ત જામી જવુ જેવા લક્ષણો પણ જોયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સંકેત આપ્યો છે કે, કોરોનાના પ્રારંભિક લક્ષણો તાવ, શ્વાસ લેવામાં સમસ્યા, ઉધરસ, છાતીમા અસહ્ય પીડા વગેરે છે. પરંતુ, હવે તેના લક્ષણોમા ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા છે. જેના કારણે તે લક્ષણોને સમજવા ખૂબ જ મુશ્કેલ છે.